________________
(મૂળ ગુરુદેવ કવિવય'પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે
નવવધૂને શિખામણ
(ઢબ આ મારા નટવર નાનડિયા) મધુરી વાતલડી મારી, બેની જો ધ્યાન વિષે ધારી ... ટેક અનીતિ ન અંતરમાં ધરીએ, કલંકિત વિદ્યા નવ કરીએ,
ક્ષણે ક્ષણે બાલીને નવ ફરીએ...મધુરી. ૧ સહનશીલ સતેજી થાવું..અગ્ય સ્થળોમાં નવ જાવું;
નિર્મળ નિત્ય જ્ઞાન જળ ના'વું . મધુરી૨ ભૂષણ ભારે રદ્દગુણનાં ધરવાં .. કપટ છળ કલેષ દૂર કરવા;
હેતે દુઃખ દુઃખિયાના હરવા ... મધુરી. ૩ સાસરિયામાં સુજ્ઞ બની રહીએ..શાણ થઈ સુખ-દુઃખ સહીએ;
અંતર વાત જ્યાં ત્યાં નવ કહીએ ... મધુરી ૪. સદા જેની સેબતમાં વસીએ .. કસોટીથી પ્રથમ તેને કસીએ;
દેખાદેખી કુંદે નવ ફસીએ ... મધુરી. ૫ સંતશિષ્ય” જીવન સફળ કરવા ... વચન બધાં અંતરમાં ધરવા;
વિબુધ થઈ વરપદવી વરવા ... મધુરી. ૬
કેળવણી વિના બધું કાચું
(ઢબ - આવો મારા નટવર નાનડિયા) કેળવણી વિનાનું બધું કાચું, સુણો સખી શાસે કહ્યું સાચું . ટેક અંતરમાં એ વિણ અંધારું, સૂઝે નહિ શાંતિતણું બારું;
એના વિના જીવન છે ખારું . કેળવણી૧ કેળવણ તે મનને કેળવવું, ઉનમતાના પદને મેળવવું;
ભંડાઈ માં લેશ ન ભેળવવું . કેળવણી ૨ સર્વેમાં એની જરૂર પહેલી, વિવિધ સદ્દગુણ તણી વેલી;
મૂરખ વિના કોણ દીએ મેલી ... કેળવણ. ૩ કથીરને કુંદન કરનારી જીવનના તાર જગાવનારી;
પાપી પરતંત્રતા હરનારી ... કેળવણી ૪ પામરાત ને પશુતા રહે અળગી, વિનયને વિવેક રહે વળગી,
જડતા બધી એથી જાયે સળગી. કેળવણી ૫ અનુભવીઓની છે આ વાણી, પીવી પ્રેમ જેમ પીઓ પાણી,
સંતશિષ્ય જરૂર લેજે જાણ... કેળવણી૬
“સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only