SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના કરવા જણાવવામાં આવ્યું છે. બંદે કરલે કમાઈ જત નરભવ સફલ કરાઈ બંદે છે નવપદના સ્વરૂપનો પારિભાષિક શબ્દોમાં પરિચય આપ્યો છે દા.ત., સિધ્ધ પદના દુહામાં સિધ્ધપદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે કવિના શબ્દોમાં જોઈએ તો નીચે મુજબ છે. અલખ નિરંજન અચર વિભુ અક્ષય, અમર, અપારા મહાનંદ પદવી ધરી, અવ્યય, અજર, ઉદાર ૧ અનંત ચતુષ્ય રૂપસે, ધારી અચલ અનંગ, ચિદાનંદ ઈશ્વર પ્રભુ, અટલ મહોદય અંગ ૨ નવપદની પૂજા જ્ઞાનમાર્ગની કાવ્ય રચનાનો નમૂનો છે. તેમાં અષ્ટ પ્રકારી પૂજા-સમાન પરંપરાગત લક્ષણો ચરિતાર્થ થયેલાં છે. તત્ત્વ દર્શનની પ્રાથમિક ઝાંખી કરાવીને જ્ઞાન માર્ગનાં રહસ્યને પામવા માટે આ પૂજા પ્રવેશ દ્વાર સમાન છે. યશોવિજયજી ઉપાધ્યાય, પદ્મવિજયજી અને કવિ મનસુખલાલ (પંચમહાલ, ગોધરાના વતની) ની રચનાઓ પણ પ્રસિધ્ધ છે. અષ્ટપ્રકારી પૂજા સરળ અને સુગ્રાહ્ય છે. જ્યારે નવપદની પૂજા તત્ત્વજ્ઞાનને સમજવા માટે હૃદય કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરીને જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરવામાં માર્ગ સૂચક સ્તંભ સમાન નવપદની પૂજા દેવગુરુ અને ધર્મના સ્વરૂપને ગેય પ્રયોગથી જ્ઞાનમાર્ગ તરફ ગતિશીલ થવાની ભકિતના માધ્યમ દ્વારા અવિનાશીપદ પ્રાપ્તિનો શાશ્વત માર્ગ દર્શાવે છે. - - ર મ - વીસ સ્થાનક પૂજા વીસ સ્થાનક તપની આરાધના ત્રિકરણ શુદ્ધિપૂર્વક કરવાથી તીર્થકર નામ કર્મ ઉપાર્જન થઈ શકે છે. ભગવાન મહાવીરે નંદન ઋષિના ભવમાં આ તપની આરાધના કરીને તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હતું પરિણામે આ તપની પૂર્ણાહુતિ થયા પછી કે કોઈ ધાર્મિક મહોત્સવમાં વીસ સ્થાનક પૂજા ભાવવાહી રીતે ભણાવવામાં આવે છે. ૧૯ મી સદીમાં લક્ષ્મીસૂરિ મહારાજે વીસ સ્થાનક પૂજાની રચના કરી છે. ત્યાર પછી કવિ આત્મારામની ઉપરોક્ત વિષય પર રચના થઈ છે. અષ્ટ પ્રકારી પૂજામાં જિનપ્રતિમા કેન્દ્ર સ્થાને છે. વીસ સ્થાનકમાં પણ તેથી આગળ વધીને અહોભાવપૂર્વક પ્રભુની પૂજા કરવામાં આવે છે. એક એક પદ ભકિત ભાવમાં નિમગ્ન કરે તેમ છે. વીસ સ્થાનકનાં નામ અનુક્રમે અરિહંત, સિધ્ધ, સૂરિ, વિર, પાઠકસાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, ક્રિયા, તપ, દાન, વૈયાવચ્ચ, સમાધિ, અભિનવજ્ઞાન, ધૃત અને તીર્થ છે. ૭૨ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy