SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર ફેલાતાં જ સૌ દોડી આવ્યાં. સૌએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. યથાશક્તિ સૌએ દાનપુણ્ય કર્યા, તપસ્યાઓ લખાવી, નિયમોની ધારણા લખાવી. આખું માંડલ ગામ-જૈનો, જૈનેતરો, હિન્દુ અને મુસલમાન સૌ આ પરમ તપસ્વીના અંતિમ દર્શન માટે દોડી આવ્યાં. આજુબાજુના ગામમાંથી દર્શનાર્થીઓના ટોળે-ટોળા ઉમટ્યાં, તારટપાલ-ખેપિયા અને રેડિયા દ્વારા સમાચાર ફેલાઈ ગયા. વિશાળ સંખ્યામાં અંતિમ યાત્રા નિકળી. જય જય નંદા, જય જય ભદ્રાના નારા ગગન ગજવી રહ્યાં. ૩૮ વર્ષની વયે, ૪૮મા ઉપવાસે, (૫૧ ઉપવાસના પચ્ચખાણ થઈ ગયા હતાં) આત્માએ ઉર્ધ્વગતિ ધારણ કરી. સંયમધારી આત્મા વીર પરમાત્માના વિશ્વ પ્રતિ ગતિ કરી ગયો! આમ, પૂજ્ય શ્રી સુમંગળાશ્રીજી પોતે તપસ્વી હતાં, તેમ અન્યને પણ તપસ્યાની પ્રેરણા આપનાર મહાન પ્રભાવક હતા. તેઓશ્રી પણ સંયમજીવનને જ્ઞાન-ધ્યાન અને તપથી સુવાસિત બનાવી વિ. સં. ૨૦૫૦માં જેનપુરી એવા અમદાવાદ શહેરમાં ધર્મની સુંદર આરાધના કરતાં કરતાં સ્વર્ગવાસને પામ્યાં હતાં. આવાં પરમોપકારી પૂજ્ય સાધ્વીરના શ્રી સુમંગળાશ્રીજીના પુણ્ય આત્માને અંત:કરણપૂર્વક લાખ લાખ વંદન! ભક્તિ ભેળો જે સાવઘ હવે, તિહ વિધિ-નિષેઘ મ ભાંખો, ગુરૂપ્રસાદિ એ દુલહ લાવો, રતન જતન કરી રાખો. - દાદાસાહેબ શ્રી પાર્શચંદ્રસૂરિ જિનભક્તિના અનુષ્ઠાનો કરતાં જે થોડી સાવદ્ય (હિંસાદિ દોષયુક્ત) પ્રવૃત્તિ થાય તેને અંગે સુજ્ઞજનોએ વિધિ કે નિષેધ (સમર્થન કે વિરોધ) રૂપે કંઈ ન બોલવું. ગુરુની કૃપાથી આ દુર્લભ વસ્તુ મને સમજાઈ છે. જિનભક્તિરૂપ રત્નને જતનથી સાચવી રાખો. જૈન આગમોના તાત્પર્યને સમજવા માટે પૂ. દાદાસાહેબે તારવી આપેલા ૧૧ બોલ ૧. ધર્મપક્ષ ૨. અઘર્મપક્ષ 3. મિશ્રપક્ષ ૪. હેય ૫. ડોથ 9. ઉપાદેય ૭. વિધિવાદ ૮. થરતાનુવાદ e. થથાસ્થિતવાદ ૧૦. નિશ્ચયન ૧૧. વ્યવહારનથ ८६ Jain Education International સંઘસૌરભ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy