SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ભુત આવડતને લીધે પૂજ્યશ્રી સુવ્યાખ્યાતા તરીકે ચોમેર પંકાવા લાગ્યાં. સંસ્કૃત કાવ્યો અને ચરિત્રોનો તેમનો અભ્યાસ ખૂબ ઊંડો અને વિશાળ બનતો ચાલ્યો. ૩૦ વર્ષની વયે દીક્ષિત થયા હોવા છતાં નાના સાધ્વીજી જેવા જ ઉત્સાહથી ભણવા-ભણાવવામાં મહેનત કરતા. પોતાનાથી નાના સાધ્વીજીઓને ભણાવવામાં ખૂબ પ્રેમ અને ઉત્સાહ દર્શાવતા તેથી સૌ સાધ્વીઓ પ્રેમથી તેમને પંડિત મહારાજ' કહીને જ બોલાવતાં. પૂજ્યશ્રીને શ્રી સૌમ્યગુણાશ્રીજી નામના એક તપસ્વી શિષ્યા હતાં. પોતે પણ સારી તપસ્યા કરી અને શિષ્ય પણ તપસ્વી મળ્યાં. તેમણે ૨૧ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૧૭ વર્ષના સંયમપાલનમાં ખૂબ-ખૂબ તપસ્યા કરી. ગુરૂ સાથે આકરા વિહાર કરી તીર્થયાત્રા પણ એટલી જ કરી. તેઓશ્રી નાગલપુરાના વતની લાલજી હંસરાજના સુપુત્રી હતા અને તેમણે સં. ૨૦૨૨ના મહા વદ ૭ ને શુભ દિને દીક્ષા લીધી હતી. તેમની ગતિ જ્ઞાન સંપાદન કરવા કરતાં ધ્યાન-તપમાં સવિશેષ હતી. ૮-૯-૧૦-૧૨ ઉપવાસ, ૧૬-૨૧ ઉપવાસ, માસક્ષમણ તપ, ચત્તારીઅઠ્ઠ તપ, સિદ્ધિ તપ, વીશસ્થાનક તપથી વરસી તપ, છઠ્ઠથી વરસી તપ, વરસી તપથી ૪૦ ઓળી આદિ ખૂબ તપસ્યા કરી અનુમોદનાને પાત્ર બન્યાં. સાથે ઉણોદરી તપ તો ચાલુ જ હતો. ઘણી બધી વસ્તુઓનો સર્વદા ત્યાગ હતો. તપ, ત્યાગ અને તીર્થયાત્રા આ ત્રણ તકાર તેમના તારક બની રહ્યા. જીવનમાં કોઈ વાતનો મોહ નહિ. છેલ્લે સં. ૨૦૩૯માં દાદીગુરૂ પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજને જણાવ્યું કે, “આ મારું છેલ્લું ચોમાસું આપની સાથે જ કરવું છે. ગમે તેમ કરશો તો પણ હું સાથે જ રહીશ. મારા જીવનના આ છેલ્લાં ચોમાસામાં મારે ૪૫ ઉપવાસ કરવા છે. તપસ્યાથી જીવનના અંત સુધારવો છે. એ જ મારું ભાગ્ય છે, માટે મને ના પાડશો નહિ.” હા પાડવી કે ના પડવી એની મુંઝવણ અનુભવતાં પૂજ્ય ગુરૂવર્યશ્રીએ સુમંગળાશ્રીજીને સમજાવ્યા, પણ નાછૂટકે અનુમતિ આપવી પડી. માંડલ ચાતુર્માસ પધાર્યા. સુસ્વાગત પ્રવેશ પછી આ દિવસોમાં તપની હેલી જામી સાથોસાથ વીરવાણીનો અસ્મલિત પ્રવાહ શરૂ થયો. ભાવિકો એમાં સ્નાન કરી ભક્તિરસથી ભીંજાવા લાગ્યા. આખરે તપસ્વી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીએ પોતાનું ધાર્યું કર્યું અને કર્મજીત બનવા ૫૧ ઉપવાસ વધતા ગયા, મનની સમતા પણ વધતી ચાલી. સંસારી માતા-પિતાને સમાચાર મળતાં તેઓ હાજર થઈ ગયાં. ઘણી બધી સમજાવટ થઈ, પણ ઉપવાસ ન છોડવા તે ન જ છોડડ્યા. છેલ્લા અઠવાડિયામાં નબળાઈ ઘણી વધતી ચાલી. પૂજ્ય ગુરૂજીએ અને માતાપિતાએ તેમજ શ્રીસંઘે શક્તિનું ઇંજેકશન લેવા ખૂબ સમજાવ્યા, અરજ કરી, કાલાવાલા કર્યા, પણ તપસ્વીએ ત્રણેને જુદા જુદા જવાબ આપ્યા. ગુરૂજીને કહ્યું કે, તમે આવી તપસ્યામાં ઇંજેકશન લેવાની છૂટ આપો તે વાજબી છે? શ્રીસંઘને કહ્યું કે, આજે નહીં, કાલે વાત. માતા-પિતાને કહ્યું કે, આજે મહાવીર જન્મ વાંચન છે, એટલે અત્યારે નહીં, રાતે વાત. ત્રણેની વાત રાખી, પોતાનું ધાર્યું જ કર્યું. માગશર સુદ બીજના બપોર થયા. વ્યાખ્યાનના સમયે મહાવીર જન્મ-વાંચન ચાલુ હતું. પૂજ્ય સુનંદાશ્રીજીને કહ્યું કે, મને સારું છે. તમે વ્યાખ્યાનમાં જાવ. તમારા વિના ત્યાં ગીત કોણ ગવરાવશે? પૂજ્ય સુનંદાશ્રીજીએ પૂછ્યું, તમે આવો છો? સૌમ્યગુણાશ્રીજીએ ત્યારે કહ્યું કે, ના, મારાથી અવાય તેમ નથી. તમે જલ્દી જાઓ. આગ્રહ કરીને મોકલ્યાં. બરાબર મહાવીર જન્મ-સમયે જ નવકાર ગણતાં હાથનો અંગૂઠો આઠમે વેઢે થંભી ગયો. ગુરૂ સુમંગલાશ્રીજી બાજુમાં પડિલેહણ કરતાં હતાં. તેમની નજર પડતાં આંખો સ્થિર દેખાણી; હંસલો ઉડી ગયો હતો! સંઘસૌરભ = ૮૫ કે ૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy