SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ તોડવા કટિબદ્ધ થયાં. રાજકોટ ચાતુર્માસ દરમિયાન પાંચ મહિના મૌન પાળી આત્મબળ વિકસાવ્યું. દીક્ષાદિવસથી એકધારા ૩૦ વર્ષ ગુરૂનિશ્રામાં રહેવા ભાગ્યશાળી બન્યા. ગુરૂનિશ્રામાં કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરી, છેલ્લે વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ મુંબઈ કર્યું. ત્યાંનાં બે ચાતુર્માસ પૂર્ણ કરી વિ. સં. ૨૦૩૪માં ગુરૂદેવના સ્વર્ગવાસે વિષમ વિરહવેદના સહ્ય બનાવી, પૂજ્ય ગુરૂદેવના સાધનાયજ્ઞને આગળ ધપાવવા કટિબદ્ધ બન્યાં. પૂજ્ય શ્રી ૐકારશ્રીજી મહારાજની પુનિત પ્રેરણાથી મુંબઈ-ચેમ્બરમાં “સાધ્વી શ્રી ખાંતિશ્રીજી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના થઈ. વિ. સં. ૨૦૩૬-૨૦૩૭ ના વર્ષમાં યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાંચસોમી જન્મશતાબ્દીની ભવ્ય ઉજવણી કરવા સૌને તત્પર કરવામાં પણ પૂજ્યશ્રીનું મુખ્ય યોગદાન રહ્યું. મુંબઈના વિવિધ પરાંઓમાં વિવિધ મહાપૂજનો સહપંચાહ્નિકા મહોત્સવો દ્વારા દાદાના નામનો ડંકો વગાડયો. મહિનામાં બે-બે પૂજનો, પૂર્ણાહુતિના ભવ્ય વરઘોડાઓ, ગુણાનુવાદ, રંગોળી પ્રદર્શનો, છોડના ઉજમણાં આદિ અનેક ઉત્સવો યોજાયા. ચેમ્બર, વિક્રોલી, થાણા, ધોલવડ, પાલીતાણા આદિ સ્થળે ભવ્ય દીક્ષા-મહોત્સવો ઉજવાયા. અનેક નાના-મોટા પગપાળા સંઘો નીકળ્યા. પનવેલથી ચેમ્બર ત્રણ દિવસનો સંઘ નિકળ્યો. દહાણુ, ધોલવડ, લોનાવાલા, પનવેલ, થાણા આદિના ચાતુર્માસની સુવાસ ચારે બાજુ પ્રસરી રહી. પૂજ્યશ્રીની વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતા અજોડ છે. નિર્મળ અને નિખાલસ વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે. પરિણામે, પોતે પાર્થચંદ્રગચ્છના હોવા છતાં અન્ય સૌના તેઓ પ્રીતિપાત્ર છે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીઓને અભ્યાસમાં-સાધનામાં એટલું જ માર્ગદર્શન આપે છે. “અમે સહુના-સૌ અમારા'એ તેમનો જીવનમંત્ર છે. તેઓશ્રીનો શિષ્યા પરિવાર પણ વિદ્વાન અને વિચક્ષણ છે. હાલ ૭ શિષ્યાઓ અને ૧૫ પ્રશિષ્યાઓ મળી કુલ બાવીશ ઠાણાનો પરિવાર શોભી રહ્યો છે, જેઓ શાસનપ્રભાવનાના સારા એવા કાર્યો દ્વારા સાધ્વીસમુદાયમાં ઝળકી રહ્યાં છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી તૈયાર થયેલા શિષ્યાઓ જુદા જુદા ક્ષેત્રોમાં નામના કાઢી રહ્યાં છે. કચ્છના તુંબડી ગામના વતની સાધ્વીશ્રી નિજાનંદશ્રીજી સારા વક્તા છે. કચ્છના મેરાઉના વતની સાધ્વીશ્રી પદ્મરેખાશ્રીજી તથા ભવ્યાનંદશ્રીજી પ્રખર અભ્યાસી અને વિદ્વાન વ્યાખ્યાતા છે. એ સર્વ ગચ્છનું અને શાસનનું નામ રોશન કરી રહ્યાં પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી આજે બોઈસર તથા ચીંચણ ગામે ઉપાશ્રય-દહેરાસરનું નિર્માણ થયું. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું. ધ્રાંગધ્રા-માંડલથી શંખેશ્વર તીર્થના છ'રી પાળતા સંઘો તેમની પ્રેરણાથી નિકળ્યા. રાજનાંદગાંવ (મ પ્ર.) વગેરેમાં યશસ્વી ચોમાસાં કરી કલકત્તા પધાર્યા. ત્યાનું ચાતુર્માસ પણ વિશિષ્ટ બન્યું. તે પછી સમેતશિખરમાં ૨૦૦ આરાધકો સાથે આરાધનામય ભવ્ય ચાતુર્માસ યશકલગી જેવું બની રહ્યું. સં. ૨૦૫૭માં સમેતશિખર મધ્યે તેઓશ્રીને “પ્રવર્તિની પદ અર્પણ થયું. તેમની પ્રેરણાથી સમેતશિખર તીર્થમાં દાદાસાહેબનું ગુરુમંદિર નિર્માણ થયું. આ સર્વ કાર્યો પાછળ તેઓશ્રી ગુરૂકૃપાનું ફળ જુએ છે. એવાં એ પ્રભાવનાશીલ સાધ્વીરત્ના શ્રી ૐકારશ્રીજી મહારાજ શાસનપ્રભાવના માટે નિરામય અને સુદીર્ઘજીવન દ્વારા જિનશાસનમાં ચિરકાળ ઝળહળતા રહો એવી હાર્દિક કામનાઓ! પૂજ્યશ્રીના ચરણોમાં હાર્દિક વંદનાઓ! 4 ૯૪ સંઘસૌરભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy