SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખર ધમપ્રભાવિકા પૂજ્ય સાધ્વીશ્રી ૐકારશ્રીજી મહારાજ જિનશાસનના આકાશમાં વિવિધ તારા-ગ્રહ-નક્ષત્રો પ્રકાશી રહ્યાં છે, તે સૌને પોતપોતાના રૂપરંગ છે. પોતપોતાના સંયમી જીવનમાં કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિથી તેઓ શોભી રહે છે. ધર્મમય પ્રવૃત્તિઓના વિવિધ રૂપરંગને પ્રમાણીને, સ્વીકારીને, વિકસાવીને આ સર્વ ધર્મધુરંધરો શાસન સેવામાં પ્રવૃત્ત રહે છે. પૂજ્ય શ્રી ઉૐકારશ્રીજી મહારાજ પણ એવી વિશિષ્ટ પ્રવૃત્તિથી શોભાયમાન છે. કચ્છ પ્રદેશના માંડવી બંદર પાસે આવેલા નાનકડા નાગલપુર ગામે પિતા ગોસરભાઈ દેઢિયા તથા માતા લાખણીબહેનને ત્યાં વિ.સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ૭ ને રવિવારે એક કન્યા-રત્નનો જન્મ થયો. ફઈબાએ નામ પાડ્યું લક્ષ્મી. ચાર બહેનો અને ચાર ભાઈઓ વચ્ચે લક્ષ્મીબહેનનું વ્યક્તિત્વ સાવ જુદું તરી આવતું હતું. પૂર્વના સંસ્કારબળે અને ધર્મનિષ્ઠ ફઈબા ભાણબાઈની પ્રેરણાને લીધે લક્ષ્મીબહેનનું જીવન ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં સંસારી પક્ષે ફઈબા પૂજ્ય પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ પાસે પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિનો ધર્માભ્યાસ થતાં સોનામાં સુગંધ મળી. પૂર્વ કર્મોદયે વૈરાગ્યનો રંગ લાગ્યો, સંયમગ્રહણની ભાવના જાગી. પૂજ્યશ્રી સાથે રહી સંયમજીવનની તાલીમ લીધી અને વિ. સં. ૨૦૦૬ના ફાગણ સુદ ૯ ને રવિવારે અમદાવાદ મુકામે પરમ પૂજ્ય સરળ સ્વભાવી મુનિશ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે માત્ર ૧૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી, પોતાના સંસારી પક્ષે ફઈબા પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા શ્રી ઉઠેકારશ્રીજી નામે ઉઘોષિત થયાં. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પ્રખર પ્રભાવી પૂજ્ય ગુરૂણીની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનમાં, તપ-ત્યાગમાં, વિનયવિવેકમાં આગળ વધીને સંયમની સાધનાનો યજ્ઞ માંડયો. ભાષ્ય, કર્મગ્રંથ, સંબોધસિત્તરી, સિંદુરપ્રકરણ, વૈરાગ્યશતક, સંસ્કૃત બે બુક, દશવૈકાલિક વગેરેના જ્ઞાનોપાર્જન સાથે વિવિધ તપો કર્યા. માસક્ષમણ, ૧૧-૧૦-૯-૮ ઉપવાસોથી સંઘસૌરભ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy