SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ જયદેવભાઈ શુકલ પરિશિષ્ટમાં આપવામાં આવી છે. વૃત્તિઓમાં વ્યાકરણનિક ચર્ચાના સંદર્ભમાં મલયગિરિએ કરેલા નિયમવિધાનને તેમણે સૂત્ર તરીકે શોધવાના પ્રયાસ કર્યા છે. આ પ્રયાસ માટે તેમણે પાણિનિ, ચન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રના કાર્યની પણ મદદ લીધી છે. આને પરિણામે કેટલીકવાર શબાનુશાસનમાં ન મળતા પણ વૃત્તિની વ્યાકરણચર્ચામાં સૂચવાયેલા કેઈક સૂરનિયમને તેમણે સમુદ્ધાર કર્યો છે. પરિશિષ્ટ ૪, ૫, ૬ અને ૭માં ઉણાદિસૂત્રનાં વૃત્તિથલો, પ્રાકૃત વ્યાકરણ સુત્રોનાં વૃતિસ્થલો, વાતિ કે અને પરિભાષાસૂત્રોની સૂચિ આપવામાં આવી છે. મલયગિરિના શબ્દાનુશાસનમાં ઉણાદિસૂત્રો પ્રાપ્ત થતાં ન લેવાથી વૃત્તિસ્થળ ઉપરથી તેમના અસ્તિત્વની કલ્પના પંડિતજીએ કરી છે. એવી જ રીતે પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રો અંગેની કલ્પના કરવામાં આવી છે. આઠમા પરિશિષ્ટમાં શબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતાં પઘોની અકારાદિ ક્રમથી સૂચિ આપવામાં આવી છે. આ બધાં પધોનાં સ્થળ અગાઉ મત્ર અને વૃત્તિના પાઠમાં દર્શાવવામાં આવ્યાં છે. નવમા પરિશિષ્ટમાં સૂત્રવૃત્તિમાં પ્રાપ્ત થતાં પરંતુ સૂત્રો તરીકે પ્રાપ્ત ન થતાં સૂત્રોની સચિ આપવામાં આવી છે અને દેશમાં પરિશિષ્ટમાં વિશેષનામોની સૂચિ પ્રાપ્ત થાય છે. મલયગિરિશબ્દાનુશાસનનું પંડિતજીનું શાસ્ત્રીય સંપાદન તેમના સૂક્ષ્મ વ્યાકરણઅભ્યાસ અને સંશોધનનું દ્યોતક છે. સિદ્ધહેમશબ્દાનુશાસનનો પંડિતજીને અભ્યાસ આજીવન અને અનન્ય હતો. શબ્દાનુશાસનનાં બધાં જ સૂત્રો અને અનેક સૂત્રો ઉપરની વૃત્તિ તેમને જિહવાગ્રે હતાં એટલું જ નહિ પરંતુ હૈમ ધાતુપાઠના ૨૨૦૦ ધાતુઓ તેમને તેમના કાશીના યશોવિજય પાઠશાળામાંના અભ્યાસકાળથી જિન્નાગ્રે હતાં. આ ધાતુ પાઠની તે રોજ આવૃત્તિ કરી જતા. તેમના આ શબ્દાનુશાસનના સક્ષમ અભ્યાસનું સુફળ, ગ્રંથનિર્માણ બોર્ડે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૧માં પ્રસિદ્ધ કરેલ સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનને લઘુત્તિ-સસૂત્ર ગુજરાતી અનુવાદ છે. આ મંથના સંસ્કૃત વ્યાકરણના વિભાગને અધ્યાય ૧ થી ૪ના એક ખંડમાં અને અધ્યાય ૫ થી ૭ના બીજા ખંડમાં એમ બે ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. પંડિતજીના જણાવ્યા પ્રમાણે આ બે ખંડો શબ્દાનુશાસનનાં મૂળ સત્રો અને લઘુત્તિના અનુવાદ રૂપે છે. બીજા ખંડને અંતે હૈમધાતપાઠને ધાત્વર્થ સાથે આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ પુસ્તકમાં વિવેચનનું વિશેષ સ્થાન નથી અને સમગ્ર પુસ્તક વિવેચન રૂપે નથી. અનુવાદની યોજના પંડિતજીએ લઘુવત્તિના પાઠ પ્રમાણે કરી છે, તેથી હિંદી (૫. ૨. ૯૩) સૂત્રથી સૂચવાતા અને બૃહદવૃત્તિમાં સ્થાન પામેલા ૧૦૦૬ સૂત્રોવાળા ઉણાદિ પ્રકરણના વિભાગને, તે લઘુત્તિમાં ન હોવાથી આ પુસ્તકમાં સામેલ કર્યો નથી. પ્રથમ ખંડના પહેલા ચાર અધ્યાયોની વિષયયોજના એમના પ્રથમ ખંડના પ્રાસ્તાવિક વક્તવ્યમાં તેમણે આપી છે. પહેલાં ત્રણ સૂત્રોમાં હેમચન્દ્રાચાર્યનો શાસ્ત્રીય અભિગમ ધાર્મિક પરં: પરાથી કેવો મુક્ત હતો તે પંડિતજીએ દર્શાવ્યું છે. ના સૂત્ર ભારતીય દેવત્રિમૂર્તિ અને નિર્વાણનું વાચક છે; તે રીતે આ શબ્દાનુશાસન એકદેશીય નહિ પણ સાર્વદેશીય ગણાય. બીજ સૂત્ર સિદ્ધિ સહુવાના માં ઉલ્લેખાયેલા સ્યાદવાદ સિદ્ધાન્તના વિચાર પ્રમાણે તેમણે શબ્દને તેની લોકપ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy