SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન પંડિતજીની આવી સૂકમેક્ષિકાનાં અનેક ઉદાહરણ આપી શકાય વ્યાકરણના પ્રાચીન અને અપ્રસિદ્ધ ગ્રંથોનાં શાસ્ત્રીય સંપાદનમાં મલયગિરિના શબ્દાનુશાસનનું આ સંપાદન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સંપાદનની બીજી ત્રણ વિશિષ્ટતાઓ તરફ આપણું ધ્યાન જાય છે–એક છે આ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના; બીજી વિશિષ્ટતા છે તેને અંતે પંડિતજીએ આપેલાં તુલનાત્મક પરિશિષ્ટો અને ત્રીજી વિશિષ્ટતા છે વ્યાકરણસૂત્રસચિ. પ્રસ્તાવનામાં પંડિતજીએ અનેક ઉપયોગી બાબતોની ચર્ચા કરી છે. હસ્તપ્રતોના પાઠની શુદ્ધિ, ગ્રંથપાતનું પુનર્નિર્માણ, પ્રાચીન વયાકરણના કાર્ય સાથે તુલના કરીને શુદ્ધ પાઠને નિશ્ચય, આવી બધી પ્રાથમિક આવશ્યક્તાઓ પંડિતજીએ પૂરી કરી છે. જૈન વયાકરણને સંક્ષેપમાં ઉલ્લેખ કરીને મલયગિરિનાં જીવન, સમય અને કૃતિઓની ચર્ચા તેમણે કરી છે. પ્રબંધામાં મલયગિરિના નામ માત્રને ઉલેખ હેવાથી શબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતા અને આપણે જેને અગાઉ નિદેશ કર્યો છે તે ઉદાહરણ સત્ વતન કુમારપત્ર: 2 ઉપરથી મલયગિરિને કુમારપાલના સમકાલિક ઠરાવીને તથા કુમારપાલના વિજયો અંગે ઉત્કીર્ણ લેખોને આધાર લઈને બારમા સૈકાના ઉત્તરાર્ધમાં કુમારપાલ અને મલયગિરિના સમયને નિશ્ચય તેમણે કર્યો છે. પંડિતજીએ મલયગિરિના સંન્યાસ, જૈનધર્મદીક્ષા અને તેના ગ૭ વિષે પણ ચર્ચા કરી છે. મલયગિરિએ તેમની આગમવૃત્તિઓમાં વાપરેલા અને સંસ્કૃત રૂપાન્તર કરીને રજૂ કરેલા કેટલાક સ્થાનિક શબ્દો વિષે પંડિતજીએ ચર્ચા કરી છે અને આ શબ્દનાં પ્રચાર સ્થાન સૌરાષ્ટ્રમાં હેઈને મલયગિરિના સૌરાષ્ટ્રનિવાસની પણ તેમણે કલ્પના કરી છે. પ્રસ્તાવનામાં મલયગિરિની, નવ આગામે ઉપરની વૃત્તિઓની વ્યાખ્યાનપદ્ધતિની પણ વિસ્તૃત ચર્ચા પંડિતજીએ કરી છે. વૃત્તિઓમાં વ્યાકરણકાર્ય માટે મલયગિરિએ પિતાના શબ્દાનુશાસનને જ ઉપયોગ કર્યો છે તે પંડિતજીએ વિગતો આપીને દર્શાવ્યું છે. ચાર્જ અને શાકટયન પરંપરાઓને સમક્ષ રાખીને રચાયેલા મલયગિરિના શબ્દાનુશાસનની યોજના, વિષય નિર્દેશ અને નિરુપણુપદ્ધતિને પંડિતજીએ સમજાવ્યાં છે. આ બે પરંપરાથી જુદા પડીને મૌલિકતા દર્શાવવાના મલયગિરિના પ્રયત્નોને પણ પંડિતજીએ સમજાવ્યા છે. એક તરફ શાકટાયન સાથે અને બીજી તરફ સિદ્ધહેમ સાથે મલયગિરિના શબ્દાનુશાસનની તુલના કરીને તેના ઉપરના આ પ્રાચીન જૈન વ્યાકરણ પરંપરાના ઋણને તેમણે વિસ્તારથી દર્શાવ્યું છે. અંતે પંડિતજીએ કલ્પના કરી છે કે મલયગિરિએ કોઈક પ્રાકૃત વ્યાકરણ પણ રચ્યું હોવાનો સંભવ છે. પંડિતજીની વ્યાકરણ વિષયક વિદ્વત્તા અને પરિશ્રમને નિર્દેશ પ્રસ્થાને મળતાં દસ પરિશિમાંથી મળે છે. પ્રથમ અને અતિવિસ્તૃત પરિશિષ્ટમાં તેમણે મલયગિરિ, શાકટાયન, હેમચન્દ્ર, જેનેજ, કાતન્ન, ચાન્દ્ર અને પાણિનિનાં સૂત્રોની સચિ, ઘણે પરિશ્રમ લઈને રજુ કરી છે. પંડિતજીએ સૂત્રાક્ષરોને બદલે સૂવાંકે આપ્યા છે. એલ. ડી. ઈન્સ્ટિટયૂટ આ પરિશિષ્ટને સૂત્રાક્ષ અને અકે સાથે સ્વતંત્ર પુસ્તક તરીકે છપાવશે તે વ્યાકરણના અભ્યાસીઓને એક મહત્ત્વનું સાધન સહજપ્રાપ્ત બનશે. બીજા પરિશિષ્ટમાં મલયગિરિનાં સૂત્રોની અકારાદિ અનુક્રમથી સુચિ આપવામાં આવી છે. ત્રીજ પરિશિષ્ટ પંડિતજીના અથાક પરિશ્રમને ઉત્તમ નમૂનો છે. મલયગિરિએ પિતાના શબ્દાનુશાસનનાં સત્રોને તેમની પોતાની નવાગમ વૃત્તિઓમાં કયાં કયાં ઉપયોગ કર્યો છે તેની સચિ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy