SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ શીલચન્દ્ર વિજય ૩૧ તેવી-આંખે છે પરંતુ, આવું હોવા છતાંય, બીજ કેટલાંક તત્તવે એવાં હોય છે કે જેના આધારે આ ભ્રમ સહજ રીતે જ થઈ જાય. દા.ત. ઉત્તર ગુજરાતમાં આવેલા મહુડીના કેટયર્ક મંદિરમાંથી મળી આવેલી આઠમી શતાબ્દીની ધાતુપ્રતિમા, જૈન તીર્થંકરની છે, એ તો સુવિદિત છે; અને તેની આંખો પણ સાવ ઢળેલી કે બીડાયેલી નથી જ; છતાં, ડે. મંજુલાલ ૨. મજમુદાર જેવા ખ્યાતનામ વિદ્વાને તેને બુદ્ધની મૂર્તિ તરીકે ઓળખાવી દીધી છે!૧૫ ઘણી વખત એવુંયે બને છે કે, કળા સમીક્ષકે ચિત્રગત વિષયથી પૂરેપૂરા પરિચિત ન હોય તોય, મૌન રહેવાને બદલે ભળતો જ વિષય લખી દેવાનું વધુ પસંદ કરે છે. અહીં એ અંગે બે ઉદાહરણ પર્યાપ્ત થઈ પડશે. ૧. The Development of Style in Indian Painting૬માં શ્રીકાલ ખંડાલાવાલાએ, Plate VII તરીકે મુકેલા “અભિમાનરૂપી હાથી પર ચઢી બેઠેલા બાહુબલીને હાથી ઉપરથી નીચે ઊતરવા માટે સમજાવતી બે બહેને (બ્રાહ્મી-સુંદરી)'ના ચિત્રને “મરુદેવી(?)” એ પરિચય આપીને મૂક્યું છે. ૨. એ જ રીતે, ભારતીય જ્ઞાનપીઠે પ્રકાશિત કરેલા જૈન ઢ સ્થાપત્ય”ના તૃતીય ખંડમાં, ૨૮મા ચિત્ર તરીકે મૂકાયેલું ક૯પસૂત્રનું એક ચિત્ર, સ્થવિરાવલીને, રોહગુપ્ત (વૈર શિવ મમિતા પરવાદી સાથેના વાદનો અને તે બનેએ સામસામી પ્રયોજેલી પ્રતિસ્પધી: સાત સાત વિદ્યાઓના પ્રસંગને દર્શાવતું ચિત્ર હેવા છતાં, ત્યાં, તે ચિત્રને, ગઈ ભિલ્લ અને કાલકાચાર્યના ચિત્ર તરીકે ઓળખાવવામાં આવ્યું છે. પાલિતાણુ-કલ્પસૂત્રનાં ચિત્રોમાં બીજી ઘણી ઘણી વિશિષ્ટતાઓ છે અને જેમ જેમ તેને અભ્યાસ થતો જશે, તેમ તેમ નવાં નવાં તથ્ય બહાર આવશે જ, એ નિઃશંક છે. સમજશક્તિની મર્યાદા સમજીને અહીં જ અટકું, એ પહેલાં એક વાત કહેવી ઉચિત ગણાશે કે પ્રસ્તુત પાલિતાણુ-કલ્પસૂત્ર, પાલિતાણાની શ્રીનેમિ-દર્શન જ્ઞાનશાળાના ગ્રંથભંડારની છે અને હવે તેનું રજીસ્ટ્રેશન પણ થઈ ગયું છે. પાદટીપ ૧. “ શ્રીવ ના મનંદની ”ના દ્વિતીય ખઠાંતર્ગત પ્રથમ ખંડમાં ડે.યુ.પી. શાહને લેખઃ “મારુ ગુર્નાદ વિવારે પ્રાચીન પ્રમાણ'-જુએ. 2. “Treasures of Jaina Bhandaras” (L. D. Series 69) pp. 13-15. ૩. એજન p. 14. ૪. પૃ. ૩૨, પ્રકાશક: બાબું પૂરણચન્દ નાહાર, કલકત્તા, વિ.સં. ૧૯૮૮. પ. જુઓ “Treasures of Jaina Bhandaras” p. 16. ૬. જુઓ “Jain Miniature Painting From Western India” By Dr. Motichandra chapter III, p. 28, ૭. જૈન ચિત્રકલ્પદુમ” સા.મ. નવાબ લિખિત લેખ “ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઈતિહાસ” પૃ. ૪૧. ૮. એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy