SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ “પાલિતાણા-કલપસૂત્રની જેન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ ચિત્ર હોય તે તરફના- હાંસિયામાં, હરતાલ વડે, ચિત્રનું નાનકડું ને ઝડપી રેખાંકન-નાનો લાઈન સ્કેય દેરી બતાવવામાં આવેલ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે, ઘણી પ્રતમાં, લેખક, લખતી વખતે, ચિત્ર માટેની જગ્યા છોડી દઈને લખતા અને સાથે એ જગ્યાની પાસેના હાંસિયામાં, જે ચિત્ર દોરવાનું હોય તેની વિગત અને સૂચના લખી દેતા.૧૪ પણ જે કાળમાં આવું લખી દેવાની પ્રથા હજી નહાતી પ્રારંભાઈ, તે કાળમાં ચિત્રકારને કઈ રીતે સૂચના અપાતી હશે ? જે લખનાર પોતે જ ચિત્રકાર હેય, તે તે આવી કોઈ સૂચના આપવાની ઝંઝટ રહેતી નહિ. પરંતુ લખનાર ને ચિત્રકાર જુદા હોય, ત્યારે તે, કાં તો મૌખિક રીતે અને કાં તે બીજી કોઈ રીતે પણ, સૂચના કે માર્ગદર્શન આપ્યા સિવાય તો નહિ જ ચાલતું હોય, એ ચોક્કસ છે. તે મૌખિક રીત સિવાય કઈ રીતે સૂચના કે સમજૂતી અપાતી હશે? આ પ્રશ્નનો ઉત્તર પાલિતાણા-કલ્પસૂત્ર જોતાં મળી રહે છે. ઉપર કહ્યું તેમ, આ પ્રતમાં, ચિત્રપૃષ્ઠોના હાંસિયા પર, જ્યાં જે વિષયનું ચિત્ર દોરવાનું હોય, તે વિષયને રફ કેચ કે આઉટલાઈન દેરી દેવામાં આવેલ છે. એ સ્કેચના આધારે જ, નિષ્ણાત ચિત્રકાર, પૂરું ચિત્ર દોરી દેતા હશે. જો કે આ પદ્ધતિમાં ક્યારેક ભૂલ થઈ જવાને પણ પૂરો સંભવ છે. જેમ કે આ જ પ્રતમાં, ચિત્ર ૬માં, “શકસ્તવ અને શયન પલંગ પર સૂતેલી દેવાનંદા” એ બે દ એકી સાથે આલેખાયાં છે; તે માટે હાંસિયામાં તે દૃશ્યને કેય કરીને (Fig. 2) તે પત્ર, ચિત્રકારને એમ ને એમ જ સેંપી દેવામાં આવ્યું હોવાથી, બીજે બધે ઠેકાણે સુતલી માતાની સાથે બાળક હેાય જ છે' એવા રૂઢ અનુભવના આધારે જ, ચિત્રકારે, અહીં પણ, દેવાનંદાના હાથમાં નવજાત બાળક આલેખી દીધું છે, હકીકતની દષ્ટિએ મોટે દેષ છે. આમ છતાં, આપણે કહેવું જોઈએ કે, સાવ નાનકડા અને રફ સ્કેચને આધારે જ, જે તે વિષયનું સંપૂર્ણ ચિત્ર આલેખી બતાવવું, એ, આ ચિત્રોના ચિત્રકારની જેવીતેવી સિદ્ધિ નથી. અલબત્ત, આવી વિશિષ્ટતા ધરાવતી માત્ર આ એક જ કે પહેલી જ પ્રત છે, એવું નથી. બીજી પણ એક પ્રત છે, જેમાં, હાંસિયામાં, આ રીતે જ, ચિત્રને સ્કેચ દોરવામાં આવ્યો હોય. આ પ્રત તે ખંભાતના શાન્તિનાથભંડારની વિ.સં. ૧૨૯૭ની ત્રિષશિલાકા પુરુષયરિત્રની તાડપત્રીય પ્રત છે. આ પ્રતનું એક ચિત્રપૃષ્ઠ, Treasures of Jaina Bhandarasમાં, Black and white ચિત્રોમાં, ચિત્ર નં. ૪ તરીકે, ઠે. ઉમાકાન્તભાઈએ મૂકયું છે. તેમાં દેખાતી શ્રાવક અને શ્રાવિકાની બે આકૃતિઓને લાઈન સ્કેચ, પડખેને હાંસિયામાં આલેખાયેલો સ્પષ્ટ જોઈ શકાય છે, આમ છતાં, આ બાબતની નોંધ, એ ચિત્રના પરિચયમાં કેમ નથી લેવાઈ, એ મેટાં આશ્ચર્યની બાબત છે. લાગે છે કે એ લાઈન સ્કેયને, વિદ્વાન, હસ્તપ્રતોમાં ખાલી જગ્યા જોઈને, પાછળથી કઈકે કરેલાં આડાં અવળાં ચીતરામણ જેવો જ સમજીને ચાલ્યા હશે. પાલિતાણુ-કલ્પસૂત્રમાં ચિત્ર ક્રમાંક ૨૪મું ચિત્ર શ્રીગૌતમસ્વામીનું છે. (Fig. 3) આ ચિત્ર ખરેખર અદ્દભુત કહી શકાય તેવું તે છે જ, તદુપરાંત, એમાં મુખાકૃતિ એવી તે વિલક્ષણ રીતે આલેખાઈ છે કે જેનારને પ્રથમ નજરે એ ભગવાન બુદ્ધનું ચિત્ર હોવાને ભ્રમ થયા વિના ન રહે. બુદ્ધની પ્રાચીન ચિત્રિત મુખાકૃતિઓને ઘણુ રીતે મળતી આ ચિત્રની મુખાકૃતિ છે, એમ મને લાગ્યું છે. કઈ એમ કહી શકે કે બુદ્ધની આંખે ઢળેલી હોય છે, ને આમાં તે ખુલ્લી-આપણી સામે જોતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy