SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ “પાલિતાણા-કલ્પસૂત્ર'ની જૈન ચિત્રકળા પર વિશેષ પ્રકાશ મુનિ શીલચન્દ્ વિજય ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂ` શુ`ખલા સમાન બની રહેલી અને જુદાં જુદાં કારણેાસર, જૈનાશ્રિત ચિત્રકળા, ગુજરાતી ચિત્રકળા, પશ્ચિમ ભારતીય ચિત્રકળા, અપભ્ર‘શ શૈલીની ચિત્રકળા અને મારુ-ગુર્જર શૈલીની ચિત્રકળા, એમ જુદાં જુદાં નામે વડે ઓળખાવવામાં આવેલી જૈન ચિત્રકળાના એક વિશિષ્ટ ગણી શકાય તેવા દસ્તાવેજ એટલે કે એક વિશિષ્ટ હસ્તપ્રત, હમણાં તાજેતરનાં વર્ષોમાં જ, પ્રકાશમાં આવેલ છે. જો કે ડા. ઉમાકાન્ત કે. શાહે, પેાતાના Treasures of Jaina Bhandara માં, આ સચિત્ર પ્રતની નોંધ લીધી જ છે, તા પણ તે પ્રતના થાડાક વધુ પરિચય કરાવવાની ગણતરીથી આ ઉપક્રમ થાય છે. આ પ્રત, શ્રીકલ્પસૂત્રની તાડપત્રીય પ્રત છે. ડા. ઉમાકાન્તભાઈએ તેને “પાલિતાણા-કલ્પસૂત્ર”૩ એવી સંજ્ઞા આપી છે, અને આપણે પણ એ જ સ`જ્ઞાએ તેને એળખીશું. આ પ્રતની વિશિષ્ટતા તેના ચિત્રોને આભારી છે. ૩૯૪૬ સે.મી. માપ ધરાવતી આ હસ્તપ્રતની કુલ પૃષ્ઠ સંખ્યા ૧૪૫ છે, અને તેમાં પહેલાં ૧૧૦ પૃષ્ઠોમાં કલ્પસૂત્ર છે અને બાકીનાં પૃષ્ઠમાં કાલકાચાર્ય કથા છે. આ પ્રત સ`, ૧૪૩૯માં લખાઈ છે, એમ તેની અંત્ય પુષ્પિકા વાંચતા સમજાય છે. અંત્ય પુષ્ટિકા આ પ્રમાણે છે: “કૃત્તિ શ્રીાણિकाचार्य कथानकं समाप्तं ॥ छ ॥ ग्रंथाग्रं ६९९ ॥ छ ॥ छ ॥ सं. १४३९ आषाढादि ४० वर्षे आषाढ शुदि १३ शनौ श्रीखरतरगच्छे श्रीजिनोदयसूरिशिष्य श्रीजिनराजसूरिभ्यो सा० तेजासुत साधु धरणा साधु कडून श्रीकल्पपुस्तिका लिखाप्य श्रीसत्गुरुभ्यो वाचनार्थ प्रदत्ता ॥ छ ॥ छ ॥ આ ઉપરાંત, આ પુષ્પિકા ઉપરથી એ પણ ખબર પડે છે કે, આ પ્રતિ પાટણમાં લખાઈ છે. જોકે તે અંગે આમાં કાઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ પુષ્પિકામાં આવતા ખરતરગચ્છીય આ. જિનરાજસૂરિ તથા સાધુ ધરણા-એ એને ઉલ્લેખ, આવું અનુમાન કરવા પ્રેરે છે. આ બન્ને વ્યક્તિએ માટે, પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રીજિનવિજયજી સ`પાદિત “તળજીવદૃાવસ્રી મંત્ર’૪માં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : "श्री जिनोदयसूरिपट्टे पञ्चाशत्तमः श्रीजिनराजसूरिः । तस्य च सं. १४३२ फाल्गुन वद षष्ठयां पाटणनगरे साहधरणकतन दिमहोत्सवेन सूरिपदं जातम् । . स. १४६१ देवलवाडाख्ये તારે વર્ષાં ગતાઃ ।'' આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે, ‘સાહ ધરણુ' એ પાટણના વતની હાવા જોઈએ અને તેણે આ. જિનરાજસૂરિના સુરિપદ-ઉત્સવ કર્યાં હતા. આ. જિતરાજસૂરિના પદ-મહે।ત્સવ કરાવનાર ‘સાહ ધારણું' તે જ પ્રસ્તુત પ્રતિ લખાવનાર ‘સાધુ ધરણા' હશે, એમ નક્કી કરવામાં હવે કાઈ આપત્તિ નથી જણાતી. તે તેથી જ નક્કી થાય છે કે પ્રસ્તુત પ્રતિ પાટણમાં જ લખાઈ છે. આમ પશુ, પાટણ એ મધ્યકાલીન કલા અને સાહિત્યનું કેન્દ્રસ્થળ તેા હતું જ.પ જોકે આ પ્રતનાં ચિત્રોમાં નાના-સાનેરી શાહીનેા ઉપયોગ જરાય નથી થયા, તા પશુ, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy