SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખ વિષે શ્રી ચન્દ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રરિ (સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) “શ્રીચન્દ્ર” નામ ધરાવતા અનેક સૂરિવર થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણ ત્રણ ચાર આચાર્ય જાણમાં છે; જ્યારે દેવેન્દ્ર અભિધાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઇત્યાદિ મુનિએ પણ એટલા જ સુવિધૃત છે, પણ “શ્રી ચન્દ્ર' સાથે જેના શિષ્યનું નામ “જિનેશ્વર” હોય તેવી એક જ ક્રમાવલિ જાણમાં છે; તે રાજગરછીય પ્રભાચન્દ્રસૂરિને પ્રભાવક ચરિત્ર (સં. ૧૩૩૪/ઈ. સ. ૧૨૭૮)ની પ્રાન્ત પ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્નાવલિ તે લાંબી છે; તેમાં પ્રભાચન્દ્રાચાર્યના ત્રીજા પૂર્વ જ જિનેશ્વર અને ચોથા શ્રીચન્દ્રસૂરિ કહ્યા છે. ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુઓ પદ્ધદેવ અને જિનદત્ત પણ આચાર્ય પદે રહ્યા હશે તેવો ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રી ચન્દ્રસૂરિના ગુરુબધુ વાદીન્દ્ર ધર્મસૂરિને સમય લગભગ ઈ.સ. ૧૧૨૦૧૧૮૦ના અરસાને છે. આમ નંદીશ્વર-પટ્ટના પ્રતિષ્ઠાપક દેવેન્દ્રસૂરિની સમય સ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજ ગચ્છમાં હોવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે ? રાજગચ્છ શ્રીચન્દ્રસૂરિ પર જિનદત પત્રદેવ જિનદત્ત જિનેશ્વરસૂરિ પૂર્ણભદ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ (ઈ.સ. ૧૨૦૦, નન્દીશ્વરદીપ-પટ્ટ) ચન્દ્રપ્રભસૂરિ પ્રભા ચન્દ્રાચાર્ય (સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮) નન્દીશ્વર પટ્ટના કારાપકના મંત્રી વંશ તેમજ પ્રતિષ્ઠા પક આચાર્યના ગ૭ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગષણું તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકના આ અભિલેખ પરના મંતવ્યો વિષે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ.) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અંગ્રેજીને તરજૂમે યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દષ્ટિએ કઢંગુ બન્યું છે: જેમકે પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નન્દીશ્વરની મૂર્તિના ગોખલાની બને બાજુએ આ લેખ કરેલ છે.૨૬ ગિરનારને “ટેકરી” ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં “નન્દીશ્વરની મૃતિ” (શિવના નન્દીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નન્દીશ્વર-દીપને પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બંને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે! ડિસકળ કરે કે આચાર્ય લેખની અંદરની વસ્તુનું યન્ત્રવત્ આલેખન કરવા સિવાય કંઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A.D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Ach. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy