SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક ૧૯૭ નામના પુત્ર થયા. તેણે ‘જગદ્દેવ’ના અનુરોધથી પિતા (વસન્તપાલ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મેટા નંદીશ્વર દ્વીપ(ના પટ્ટ)' કરાવ્યા. ‘શ્રીચન્દ્રસૂરિ'ના શિષ્ય ‘જિનેશ્વર(સૂરિ)' જેના સદ્ગુરુ છે તે ‘દેવેન્દ્રસૂરિ'એ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર) દ્વીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા ‘ઉજ્જયન્ત' નામના ‘પર્વત' પર કરી, જે સૂર્ય-ચન્દ્ર પ્રકાશે ત્યાં સુધી જગતીને ઉદ્દિત્ત કરતા રહે.” પટ્ટા કારાપક કુમારપાલના કોઈ દેવાન્ત નામક શ્રીમાલકુલના દડનાયકના પૌત્ર વસન્તપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકામાં દેવાન્ત નામધારી બે શ્રીમાળી દંડનાયકા હતા ઃ એકતા ઉદયન મંત્રીા પુત્ર આપ્રભટ કિવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિશ્રુત મુનિસુવ્રત જિનના મંદિરા પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી, આ આંબાક ઉર્ફે આમ્રદેવતા, અને તના દ્વારા કરાવેલ ‘પદ્યા’’ના, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિધ્ધાલે રચેલી કઈ પ્રશસ્તિમાંથી સેામપ્રભાચાર્યના જિનધમ પ્રતિબોધ (સં. ૧૨૪૧/ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સબંધીના વિવરણમાં ટાંકયા છે. સેમપ્રભાચાય ના કથન અનુસાર કુમારપાળે રાણિપુત્ર (આમ્ર)ને ‘સુરાષ્ટ્રાધિપતિ' (સેરના દંડનાયક) ખનાવી પ્રસ્તુત કાર્યાર્થે મેકલ્પો, વિજય સેનસ્રારના રેવ‘તિમિર રાસમાં પણ કુમારપાળે આંબાકને સારડના દંડનાયક બતાવીને મેકલેલા અને તેણે ત્યાં પાા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના ‘કુમારપાલ ચરિત્ર’ (સ. ૧૪૯૨/ઈ. સ. ૧૪૩૬)માં પણુ એ જ પ્રમાણે નોંધાયેલું છે;૨૪ અને સ્વય આંબાકના પશુ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તસમ્બન્ધ લઘુ અભિલેખે ગિરનાર પર જ છે.૨૫ અમને તેા લાગે છે કે ગિરનાર તી માં નન્દીશ્વર દ્વીપ-પટ્ટ કરાવનાર વસન્તપાલના પિતા મહુ દંડનાયક — દેવ'' અન્ય કાઈ નહી પણ રાત્રિ સુત મહત્તમ આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હેવા ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતા, લાટના દંડનાયક અને ઉદ્દયન મત્રીના પુત્ર આન્નદેવને નહીં, પટ્ટ-કારાપક વસન્તપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નિપજી શકે છે : શ્રીમાલવશ [મહત્તમ રાણિગ] દંડનાયક [આશ્ર્વ]દેવ (મહત્તમ આંબાક) અભયદ વસન્તપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિતે (જો તેમણે પોતે આ લેખ છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યાં હેાય તા) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતિતી થતી નથી ! લેખમાં એમણે પોતાના ગુચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્વાલિ નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગચ્છની ઓળખ કરવા પ્રયત્ન કરીશુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy