SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખે બર્જેસ અને બજેસ-કઝિસે આપેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા અઢારેક જેટલા લે છે (સ્વા.) મુનિશ્રી જિનવિજયજીએ પિતાના પ્રાચીન જૈન શિલાલેખેને સંકલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટીપણુ પણ કર્યું છે. ૬ તત્પશ્ચાત એક વર્ષે આચાર્ય વિજયધર્મસૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાને સંદર્ભમાં આપેલી. તે પછી (સ્વ.) ગિરજાશંકર વલ્લભજી આચાર્યું પણ ગુજરાતના શિલાલેખે સંબંધિ તેમના બૃહદ-. સંકલન ગ્રન્થના ભાગ ૨-૩માં બજેસ-કઝિન્ને પ્રકાશિત કરેલ, તથા ડિસકળ કરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાપ્ત લેખોમાંથી ૧૭ જેટલા લેખોને સમાવેશ કર્યો છે.• આ પછી ગિરનારના બે વિશેષ લેખની વાચના (એક અલબત્ અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવાબે પોતાના જન તીર્થો અને સ્થાપત્ય વિષયક ગ્રન્થમાં દીધી છે. ત્યાર પછીના તરતનાં વર્ષોમાં તે ગિરનારના અભિલેખે વિશે ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ થઈ હેવાનું અમને જ્ઞાત નથી; પણ જેના દેવાલયો ફરતા દેવકેટના સમારકામ માંથી પ્રાપ્ત થયેલ શિ૯૫ખંડાદિ અવશેષેમાંથી ત્રણ પરના અંકિત લેખોની વાચના છે. મ. અત્રિએ આપેલી છે, જેમાંથી એક પર–વરહુડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અથઘટન સહિત-વિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખના પ્રથમ લેખક દ્વારા થયેલી છે. ૩ અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખે અદ્યાપિપર્યન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણ બહાર રહેલા કેઈ સોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂક્યો હોય તે અમારા ભવિષ્યના પ્રકાશમાં તેની ઉચિત નેંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી ડાકની સંગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણે તેવા કિસ્સાઓના સંદર્ભમાં દર્શાવ્યાં છે. આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સં. ૧૫૦૯/ઈ.સ. ૧૪૫૩માં વ્યવહારિ શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કરેલ મુનિમતિની નીચે ખોદાયેલે ચાર પંક્તિને લેખ જેટલે વાંચી શકાય છે તેટલે આ પ્રમાણે છે: સંવત ૧૨૩૬ જત્ર સુદ ૯ શ્રી સૂર... ઉજજ્યન્તગિરિ પર જૈન મુનિઓ સલેખનાથે આવતા એવાં સોં હિત્યિક પ્રમાણે છે. ૧૪ આ સ્તંભ કઈ સૂરિના સં. ૧૨૩૬ ઈ.સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદને, તેમની “નિષેદિકા' રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુસૂતિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભના ભાગ દેવ કોટથી ઉપર અંબાજીની ટ્રક તરફ જતાં માર્ગની બંને બાજુએ જડી દીધેલાં જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુકયરાજ ભીમદેવ દ્વિતીય (ઈ.સ. ૧૧૮૬-૧૨૪૦) ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરે જામેલ હેઈ . ૨૨૭૬ વર્ષે જુન મુદ્દે ક..એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦ને આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણેથી પૂર્વને છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy