SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચિત્ય પ્રવાડી" સં. (સ્વ) અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી ૩૬ કડીમાં ગૂર્જરભાષા-નિબદ્ધ સંપ્રતિ રચના બહ૬ તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરામાં થઈ ગયેલા જયતિલકસૂરિની છે. એમણે સં. ૧૪૫૬/ઈ. સ. ૧૪૦૦માં અનુયાગદ્વાર-ચૂર્ણને ઉદ્ધાર કર્યો હોવાનું જાણમાં છે; અને એમના શિષ્ય રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુંદરગણિએ ૧૪૮૭/ ઈ. સ. ૧૪૩૧માં શીલદૂત કાવ્ય રચ્યું છે. એમના ઉપદેશથી ખંભાતના શ્રીમાલી સંધપતિ હરપતિએ સં. ૧૪૪૯ ઈ. સ. ૧૩૯૩માં ગિરનારની યાત્રા કરી ત્યાં નેમિનાથના મંદિરને દુરસ્ત કરાવેલું. આ હકીકતને લક્ષમાં લેતાં અહીં તેમની પ્રસ્તુત થઈ રહેલી “ગિરનાર ચૈત્ય પ્રવાહીને પંદરમાં શતકના પ્રારંભ આસપાસ મૂકવામાં હરકત જેવું નથી. વધુમાં આ કૃતિમાં ગિરનાર પર પંદરમાં શતકમાં નિર્માયેલાં મંદિરે ઉલ્લેખ નથી. આ તથ્ય, અને કૃતિનાં ભાષા–લક્ષણે ઉપર્યુક્ત સમયાંકનને સમર્થન આપી રહે છે. તદુપરાંત રત્નસિંહસૂરિશિષ્ય (નામ અજ્ઞાત) રચેલી “ગિરનાર તીર્થમાલા” (ઈ. સ. ૧૪૫૩ બાદ)થી આ રચના બે પેઢી અગાઉ થયેલી છે અને સ્પષ્ટતયા પ્રાચીન છે. સંભવ તે એ છે કે શ્રેષ્ઠિ હરપતિની ગિરનારતીર્થની સંધયાત્રા સમયે, એટલે કે ઈ. સ. ૧૩૯૩માં આની ચના થઈ હેય. પ્રારંભની પાંચ કડીઓમાં કાવ્યસુલભ સામાન્ય વર્ણન બાદ પરિપાટીકાર તીર્થવદના પ્રારંભ કરે છે. પહેલાં તે (મંત્રી તેજપાળે વસાવેલ તે જલપુર, હાલના ઉપરકેટ નીચેના જૂનાગઢની) તેજલવસહી (તેજપાલ વસતી)ના પાર્શ્વનાથને નમી, તે પછી “જીરણગઢ' (જીર્ણદુર્ગ, જૂનાગઢ એટલે કે ઉપરકેટ)ના મુખમંડન આદીશ્વર તથા વીરના ધામમાં પ્રણામ કરી, સોનરેખ, દામોદર અને ક્ષેત્રપાલ (કાલમેઘ) જોઈ, (તળેટીની) વનરાઈ પાસે પહોંચી ત્યાંથી પાજ ચડતાં ક્રમશઃ ચાર પર વટાવી, પાજનું નિર્માણ કરાવનાર બાહડ મેહતા (મહત્તમ વાગભટ્ટ)ને ધન્યવાદ દઈ, દેવકીટની પિળમાં યાત્રીકવિ પ્રવેશે છે. ત્યાંથી આગળ તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના ત્રણ ધારવાળા મંદિરમાં નમસ્કાર કરી, બહેતર દેવકુલિકાઓમાં પ્રણમી, (ત્યાં દક્ષિણ દ્વારમાં રહેલ) અપાપામઢીમાં રહેલ આઠ તીર્થ. કરેને પ્રણામ કરી, ત્યાર પછી કલ્યાણત્રય જિનાલયમાં રહેલ નેમિનાથને નમી, આગળ ચન્દ્રગુફા જોઈ, નાગમર-ઝરા સમીપ ગજેન્દ્રપદ કુંડમાં પ્રક્ષાલન કરી, ઈન્દ્રમડપ થઈ ત્યાંથી પાછા વળીને નેમિનાથના મંદિર–સમુદાય પાછળ રહેલ) શત્રુંજયાવતાર તથા સમેતશિખર અને અષ્ટાપદના દેવે (જિન)ને વંદી (તેની પાછળ આવી રહેલ) કર્પદી યક્ષ ને મરુદેવીનાં મંદિરોમાં નમસ્કાર કરી ઉપર રાજુલ-રથનેમિની ગુફામાં થઈ, ઘંટાક્ષર, છત્રશિલા થઈ અને સહસ્સામ્રવન (સાવન)માં ઉતરી પછી અમ્બિકા, સાબુ, પ્રદ્યુમ્ન અવલોકન શિખર જઈ પ્રણામ કરે છે. ત્યાં (પ્રદ્યુમ્ન શિખરે) (દંતકથાનું) “કંચનબાલક” હેવાને ઉલ્લેખ કરી સિદ્ધિવિનાયકની પોળમાં પ્રણમે છે. તે પછી સહસ્ત્રબિંદુએ ગંગાજળ જોઈ ફરી નેમિનાથના મૂળ મંદિર તરફ વળે છે, અને યાત્રા-સાફલ્યને આનંદ વ્યક્ત કરે છે. ૩૫મી કડીમાં ર્તા રૂપે જયતિલકસૂરિનું નામ આવે છે. | ગિરનારતીર્થ સંબદ્ધ જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપલબ્ધ રચનાઓમાં આ સૌથી પુરાતન જણાય છે. તેનું સંપાદન અહીં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રત ૮૬૦૧ પૃ. ૧૨ થી ૧૩, તેમ જ પ્રથમ સંપાદક પાસેના એક જૂના ઉતારા પરથી અહીં કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy