SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ થતી તો બીજી તરફ વિદ્વાન પંડિતોની દુર્લભતાનો પ્રશ્ન હતો. સ્તર ઊંચું લાવવાની વાતો તો ઘણી રૂડી લાગે પણ વાસ્તવિક પ્રશ્નો અટપટા હોય છે. સ્તરને ઊંચું લાવવા તેવા મોટા ગજના પંડિતો જોઈએ અને તેવા પ્રકારનું વાતાવરણ પણ હોવું જોઈએ જેથી વિશિષ્ટ કોટિના વિદ્વાનો ટકી શકે. આ બાબતોની ચર્ચા પંડિતજી સાથે અવારનવાર થતી હતી. નવી પેઢી તૈયાર થાય તો સંઘ અને શાસનમાં અધ્યયન-અધ્યાપનનું વાતાવરણ જામે અને પરંપરાએ સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિને સાચા અર્થમાં વેગ મળે. આવી તેમની ભાવના હતી. અમે સહુ આ બાબતે સહમત હતા પણ વારંવાર એક જ પ્રશ્ન ઊભો થયા કરતો હતો કે ધારો કે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો પણ મહેસાણામાં રહીને ભણાવે કોણ ? વ્યવસ્થાપકોના મનમાં પણ આ ભીતી હતી જ. ત્યારે અમારા સહુની મુંઝવણનો ઉકેલ પંડિતજીએ એક જ ક્ષણમાં લાવી આપ્યો અને જણાવ્યું કે હું મહેસાણા રહીને ભણાવીશ. આ સાંભળી અમારી મુંઝવણ દૂર થઈ. આવી તેમની માતૃસંસ્થા પ્રત્યેની લાગણી હતી. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમના મનમાં આ વેદના તો રહી જ, પરંતુ આપણું સહુનું કમનસીબ કે તેમની સેવા આપવાની આવી ઉત્તમ ભાવનાનો આપણે લાભ ન લઈ શક્યા. ૮૬ મારા વડીલ મુરબ્બી પં. શ્રી વંસતભાઈ દોશીને કારણે પંડિતજીની વધુ નજીક આવવાનું થયું. અંતરંગ નાતો બંધાયો. જૈનશાસનમાં યુવાન પંડિતો તૈયાર થાય તો જૈનધર્મનું અપાર સાહિત્ય સુરક્ષિત રહે ! અધ્યયન-અધ્યાપનની ધારા પ્રબળ વેગવાળી બને અને જૈનશાસન વધુ જયવંતુ બને ! આવી ભાવના તેમના મનમાં હતી. પંડિત વસંતભાઈએ આ વાતને સાર્થક ક૨વા બીડું ઝડપ્યું. એક આયોજન વિચારવામાં આવ્યું ત્યારે પણ આ નવું આયોજન મહેસાણાની પાઠશાળાની સામે રચવામાં આવ્યુ છે. એવી ખોટી છાપ ઊભી ન થાય તે માટે તેઓ ચિંતિત હતા. તેમણે જણાવ્યું હતું કે જે વિષયો મહેસાણા પાઠશાળામાં ન ભણાવવાના હોય તે વિષયો જ શીખવવા અને તે પણ મહેસાણા પાઠશાળામાં અમુક અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા હોય તેને જ ભણાવવા, આવી ઊંડી સુઝ હતી. વિદ્યાર્થીઓ મળ્યા એટલે તેમણે સ્વયં જ પોતાને ઘરે અધ્યયન કરાવવાનું શરૂ કરી દીધું. અમારો પુરુષાર્થ તો પૂરતો હતો પણ પ્રારબ્ધ સાથ નહોતું આપતું. આ યોજના પણ સફળ ન થઈ પણ તેઓ નિરાશ ન જ થયા. તેમની પાસે કોઈ પણ અભ્યાસ કરવા આવે તો તેઓ તેમને કોઈ પણ જાતની અપેક્ષા વગર જ ભણાવતા હતા. આજે જ્યારે પંડિતાઈની કિંમત થવા લાગી છે ત્યારે તેમણે ધાર્યું હોત તો ધનના ઢગલા કરી શક્યા હોત પરંતુ ક્યારેય ધનની અપેક્ષા રાખી ન હતી. આવા આદર્શ પંડિત મળવા દુર્લભ છે. એક વખત એક આચાર્ય ભગવંતે તેમના શિષ્યને ભણાવવા માટે બોલાવ્યા અને પંડિતજીને પૂછ્યું કે પંડિતજી તમે મારાં શિષ્યને ભણાવશો ? તેમણે કહ્યું જરૂર ભણાવીશ ! પણ મારી એક શરત છે જો તમે ભણો તો હું શિષ્યને ભણાવીશ. આપણે સહુ જાણીએ છીએ કે આ જવાબમાં એક માર્મિક ટકોર સમાયેલી છે ! આવી નીડરતા પણ તેમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy