SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ “સ્મૃતિ વિશેષાંક” પ્રગટ કરવામાં લગભગ ત્રણેક વર્ષનો સમય પસાર થઇ ગયો છે. આવેલા લેખો, સંદેશાઓ અને બીજી પણ કેટલીક માહિતી એકઠી કરવામાં સમય લાગેલ છે. શ્રુતજ્ઞાનસંબંધી, દેવાધિદેવની અચિત્ત્વશક્તિ અને અચિન્ત્યકૃપાસંબંધી લખાણ જે જે પેજઉપર બોક્ષમાં આપેલાં છે તે લખાણ તત્ત્વજ્ઞાનપરિપત્ર, પાઠશાળાઅંક, શ્રુતમહાપૂજાઅંક, અને શ્રુતવિશેષાંક કલ્યાણમાસિક, જિનાજ્ઞામાસિક આદિમાંથી લીધાં છે. તેમજ તત્ત્વચિન્તકમહાપુરુષોનાં અને વિદ્વાન સાહિત્યકારોનાં આધ્યાત્મિકલખાણો પણ કોઈ કોઈ પુસ્તકોમાંથી લીધાં છે મેટરનું કંપોઝ કરવાનું કામ સૌ પ્રથમ ડૉ.શ્રી જિતેન્દ્રભાઇશાહે કર્યું છે કે જેઓ શારદાબેન એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટરમાં તથા એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ આદિ સંસ્થાઓમાં ઘણું જવાબદારીભર્યું કામકાજ સંભાળે છે. ત્યારબાદ તેઓની સમ્મતિ સાથે આ કામ “બોધિદર્શન ગ્રાફિક્સ’ને સોંપવામાં આવેલ, ત્યાં પંડિત શ્રી પરેશભાઇએ ઘણી જ લાગણી અને કાળજીપૂર્વક આ કામ કરી આપેલ છે. પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજ્ય શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ને વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ કેટલાક લેખો જોઇ આપેલ છે તથા મેટર ગોઠવવા સંબંધમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. આ વિશેષાંકમાં જેમનું જેમનું યોગદાન પ્રત્યક્ષ કે પરોક્ષ મળેલ છે. તે સર્વેનો અમે આભાર માનીએ છીએ. TH1 પંડિતજીના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્રો ઉપર જે જે સંદેશાઓ આવ્યા, તેની એક ફાઇલ તેમના સુપુત્રોએ કરી હતી. તે ફાઇલ અમારા ઉપર તેઓએ મોકલી હતી. તે આવેલા સંદેશાઓ ઉપરથી આ સ્મૃતિવિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. સંદેશાઓની ફાઇલ તૈયાર કરવામાં કદાચ કોઇ લેખ રહી ગયો હોય, અથવા કંપોઝ કરનારની શરત ચૂકથી કોઇ લખાણ લેવું રહી ગયું હોય અને તેના કારણે આ વિશેષાંકમાં તે લેખ (લખાણ) છાપવો રહી ગયો હોય તો ચતુર્વિધ શ્રી સંઘની ક્ષમા માંગીએ છીએ. કોઇ કોઇ સ્થાને જરૂર જણાતાં લખાણમાં સુધારો-વધારો કરવામાં આવેલ છે. આ સ્મૃતિઅંક તૈયાર કરવામાં પુરતી કાળજી રાખી છે છતાં છદ્મસ્થાવસ્થાના કારણથી અથવા પ્રમાદવશ કંઇ પણ ભૂલચૂક રહી ગઇ હોય તો તે બદલ સંઘ સમક્ષ માફી માંગીએ છીએ. Jain Education Thera લિ. જ સંપાદકો bran
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy