SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ) we » : « rrr w» Socી » « માં ....... ...... રાનપુષ્પાજલિ અરે ! બાંધછોડ કરનારાના અને એની મિથ્યા દલીલો કરનારના તો પાણી ઉતારી નાખતા...? નીડરતાપૂર્વક જિનસિદ્ધાંતોનો પક્ષ મજબૂત કરતા. એવા હતા એ ન્યાય શિરોમણિ જિનભક્ત ! સમ્મચારિત્રના ક્ષેત્રે પણ સર્વવિરતિના મુખ્ય પક્ષકાર... ! અનેક મુમુક્ષુઓ અને નવદીક્ષિતોના સંયમના પરિણામો મજબૂત કરી આપતા. સાથે દેશવિરતિ ધર્મના પાલનમાં સામાયિક, પ્રતિક્રમણ પોષવ્રત જેવી ધર્મક્રિયાઓને પ્રાણસ્વરૂપ માનતા અને યથાશક્ય જીવનમાં આચરતા. રોજ સંયમની ભાવના ભાવતા. એક વખત એમને કૉલેજમાં સંસ્કૃતના વિષય ઉપર લેક્ટર આપવા જવાનું થયું. પોતે એ વખતે ઉપધાનમાં કે પૌષધમાં હતા. તો પૌષધના જ વેષમાં માથે કામળી ઓઢીને કૉલેજિયનો સામે ઉપસ્થિત થયા ! ભલે બધા ગમે તે કહે.. કે મશ્કરી ઉડાવે ! એની કોઈ પરવા નહીં ! આ હતો એમનો ચારિત્ર પ્રેમ. તપ ધર્મનો પણ એટલો જ રાગ. નરમ-ગરમ તબિયતમાં એ ઉપવાસનું પચ્ચખ્ખાણ જ લઈ લેતા... ! આટલા બધા ગુણવાન વિદ્વાન્ હોવા છતાં નિરભિમાન વ્યક્તિત્વના એ સ્વામી હતા એક વખત મારે વર્ષો પહેલાં મહેસાણા પાઠશાળા તરફથી પરીક્ષક તરીકે ખંભાત જવાનું થયું પંડિતજીના નિવાસસ્થાને જ મુકામ કરેલ. લગભગ એક સપ્તાહ જેટલું રોકાણ ખંભાતની પાઠશાળાઓની પરીક્ષાઓ માટે થયું. એ વખતે બહુ જ નજીકથી એમના વ્યક્તિત્વ અને વિદ્વત્તાનો પરિચય થયેલ. પછી તો પરિષદૂના સંબંધોમાં ઘણી વાર સંપર્ક થયો. વિ. સં. ૨૦૫૬ના પાલિતાણા ચાતુર્માસમાં પણ તેઓશ્રીની સાથે ચાર માસ રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ વખતે એમના સંદ્રગુણોની સુવાસ માણવા મળેલ, જે આજે પણ સ્મરણીય બની રહી છે. જયારે જ્યારે મળતા ત્યારે તેઓશ્રી ખૂબ જ બહુમાનથી બોલાવતા. “પધારો સાહેબ: કેમ સાહેબ ! સુખશાતામાં છો ! છે કાંઈ કામકાજ?' એમના આ શબ્દોથી આપણને શરમ આવે. મેં કહ્યું : “પંડિતજી ! અમે તમારા સાહેબ નથી તમે બધાના સાહેબ છો. મહેરબાની કરી અમને સાહેબ કહી ના બોલાવો, અમને દોષ લાગે.” ત્યારે તેઓશ્રી ઉમળકાભેર બોલતા - “અરે ! તમારા આચાર, વિચાર અને અનુષ્ઠાનો કેટલા સુંદર છે, કે તમે તો સાચા અર્થમાં અધ્યાપક અને વધુમાં એક આરાધક શ્રાવક છો. એટલે સાહેબ' કહેવાને યોગ્ય છો.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy