SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જ્ઞાનમૂર્તિ પંડિતજી પૂ. સા. શ્રી રત્નયશાશ્રીજી-જયપૂર્ણાશ્રીજી - મુક્તિધરાશ્રીજી ≈ (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) જિનશાસનના ચળકતા સિતારા ગયા, આગમના ઊંડા રહસ્યો જાણનારા ગયા, નશ્વર દેહથી સૌની વચ્ચેથી ગયા. પણ ‘‘જ્ઞાનમૂર્તિ’’ સ્વરૂપે સદા અમર બની ગયા. જ્ઞાન પુષ્પાંજલિ અપાર લાગણી, ભણાવવાની ધગશ. આ ઉંમરે પણ શાસન પ્રત્યેની ખુમારી-આજના યુવાનોને શરમાવે તેવી હતી. અણધારી વિદાયે અમને પણ હચમચાવી મૂક્યા છે. વર્તમાન સદીના અસાધારણ વિદ્વાન હતા. ભારતભરના નામાંકિત પંડિતોમાં શિરોમણિ હતા. એક પંડિત રત્નને અમે ગુમાવી બેઠા. નાની ઉંમરથી જૈનશાસનની શ્રદ્ધા વડે અધિવાસિત હૃદયે ધાર્મિક શિક્ષણના ક્ષેત્રે હરણફાળ પ્રગતિ......અને પ્રવૃત્તિ કરી. અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સૌ કોઈ માટે જ્ઞાનપરબ બન્યા. જૈન સમાજને જે ખોટ પડી છે તે કદી પૂરી નહિ શકાય તેવી પડી છે. તેઓની દીર્ઘકાલીન અને ધર્મ-શ્રદ્ધા સંપન્ન શ્રુત ઉપાસના ખૂબ ખૂબ અનુમોદનીય હતી. . .આજે જ્ઞાનમૂર્તિની વિદાય....અમને શૂન્ય બનાવી દીધા છે. . .શું હવે અમને કદી જોવા નહિ મળે...સુરતમાં હતા ત્યાં સુધી તો લાભ મળ્યો પણ હવે...મા જેવી મમતાથી ભણાવનાર તો નહિ જ મળે. કુદરત પાસે આપણે લાચાર છીએ. તેઓ તો પોતાનું સાધી ગયા...વારંવાર કહેતા કે એક જ ઇચ્છા છે કે સાધુસાધ્વીને ભણાવતાં ભણાવતાં મારો દેહ ઢળે...અંતિમ ક્ષણો સુધી દેહ પાસેથી કસ કાઢી જ્ઞાનદાન આપ્યા જ કર્યું. આઘાતજનક વ્યાધિમાં પણ આનંદ અનુભૂતિ કેળવવાનું બળ તેમની પાસે દેખાતું હતું. ધનના ભંડારમાંથી ધન સિવાય શું મળે ? તેમ ગુણો અને જ્ઞાનના ભંડારસમા જ્ઞાનમૂર્તિના જીવનમાંથી પણ ગુણો સિવાય બીજું શું મળી શકે ? શ્રમણસંસ્થા માટે તો ખૂબ જ ખોટ પડી છે. જગતનો સનાતન નિયમ અને કુદરતના ક્રમ આગળ આપણે વામણા બની જઈએ છીએ...જન્મ તેનું મૃત્યુ...નિશ્ચિત છે. Jain Education International - શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી પરમ તેજને પામી ગયા જન્મ. એસો ધારણ કરી જીવન એ દીપાવી ગયા. સગાં-સંબંધીઓને ઠીક છે....જૈન સમાજને કાંઈક દઈ ગયા. જીવનમાં સિંહ જેવી નીડરતામય અને નિર્ભયતામય જીવનજીવી પંડિતમરણ સાધી મૃત્યુને મહોત્સવ બનાવી જાણ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy