SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જીવન ધન્ય બનાવ્યું છે અત્યાર સુધીમાં તેઓએ જે સમાધિ સમતાને પોતાના જીવનમાં વણી હતી તેના કારણે સ્વ જીવનનું તો કલ્યાણ કરી જ ગયા છે... તેવા આત્માઓનો આદર્શ ટકાવી રાખીએ તેજ સાચી શ્રદ્ધાંજલિ છે. ઘન્ય લોક, ઘન્ય નગર, ઘન્ય વેળા સિદ્ધરાજ જયસિંહ માળવાનો વિજય કરીને, તાજા-તાજા આવ્યા. ત્યાંથી અઢળક સંપત્તિ તો લાવ્યા, પણ સાથે રાજ્યોનો પુસ્તકભંડાર પણ લાવ્યા. આ સાહિત્ય—ખજાનામાં રાજાભોજ–રચિત સંસ્કૃત વ્યાકરણ પણ હતું. એ જોઈ જિજ્ઞાસુ રાજાને ચટપટી થઈ. પંડિતોને પૂછયું : ‘આપણે ત્યાં ક્યું વ્યાકરણ ભણાવવામાં આવે છે?’ જ્ઞાનપુષ્પાંજલિ Jain Education International ‘માંં તો રાજા ભોજનું અથવા પાણિનીનું' – જવાબ મળ્યો. ‘શું આપણું, આપણાં ગુજરાતનું કોઈ વ્યાકરણ નથી શું ?' — વિસ્મયથી રાજાએ પૂછ્યું. विद्वान् कोऽपि कथं देशे, विश्वेऽपि गूर्जरेऽखिले । सर्वे संभूय विद्वांसो, हेमचन्द्रं व्यलोकयन् ॥ ‘નથી વિદ્વાન કોઈ શું ? સમસ્ત ગુજરાતમાં, એકી સાથે બધાં નેત્રો ઠર્યા શ્રી હેમચન્દ્રમાં.’ ભરીસભામાં રાજાએ પડકાર કર્યો. આપણાં રાજ્યમાં છે કોઈ વિદ્વાન જે આવું વ્યાકરણ રચી શકે ! બધા વિદ્વાનો નત—મસ્તકે ચૂપ રહ્યા. પણ અંદર–અંદર મસલત કરી, પછી ‘એક અવાજે' સહુના મોઢે એક નામ નીકળ્યું. શ્રી હેમચન્દ્રાચાર્યમુનિ જ, આ કરી શકે ! રાજાએ તેમના તરફ દષ્ટિ કરી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે આ પડકાર ઝીલ્યો ! પરિણામે – માત્ર એક જ વર્ષની ટૂંકી અવધિમાં, પાંચ અંગ સહિતનું વ્યાકરણ રચાયું ! (વિ.સં. ૧૧૯૩માં પ્રારંભ, વિ.સં. ૧૧૯૪માં પૂર્ણ થયું.) લઘુવૃત્તિ છ હજાર શ્લોક પ્રમાણ, મધ્યમવૃત્તિ : બાર હજાર શ્લોક પ્રમાણ, બૃહદ્ભૂત્તિઃ અઢાર હજાર શ્લોક પ્રમાણ, બૃહન્નયાસ : ચોર્યાસી હજાર શ્લોક પ્રમાણ, ઉપરાંત ઉણાદિ ગણ વિવરણ અને ધાતુ પારાયણ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy