________________
- --*( જ્ઞાન પુષ્પાંજલિ )
ગુણાનુરાગી પં. શ્રી છબીલદાસભાઈ
પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः ।
स्वयं तीर्थों भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ।। પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસાર સમુદ્રથી કોણ તરી શકે અને બીજાને કોણ તારી શકે તે માટે પાંચ લક્ષણો બતાવ્યા છે.
આમાં પ્રથમ વિશેષણ જ્ઞાની મૂક્યું. પણ જ્ઞાનવાનું ન મૂક્યું.
જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને અનુકૂળ પરિણતિ પ્રાપ્ત કરી યથાશક્ય જીવનમાં ઉતારે તે જ્ઞાની કહેવાય. જ્યારે જ્ઞાનવાનું તેને કહેવાય કે બેંકમાં જેનું ધન પડ્યું હોય તે જેમ ધનવાનું કહેવાય. તેવી રીતે જે વ્યક્તિ અધ્યયન કર્યા પછી ભણ્યા પછી) તેનું જ્ઞાન મગજરૂપી કપાટ કે તિજોરીમાં પડ્યું હોય પણ આચરણમાં ન હોય તેને જ્ઞાનવાનું કહેવાય. જે જ્ઞાન બીજાને આપવામાં, વેપાર કરવામાં, આજીવિકાના સાધનરૂપ માત્ર બન્યું હોય પણ પરિણતિ શુદ્ધ થવા સાથે પ્રવૃત્તિમાં ઉપયોગી ન હોય તેને જ્ઞાનવાનું કહેવાય. પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ સિદ્ધચક્ર માસિક વર્ષ ૮ અંક - ૪માં જેને વિષયપ્રતિભાસજ્ઞાનના પ્રકારમાં ગણાવ્યું છે, જે માત્ર જીવનમાં પદાર્થોનો ભાસ કરાવે ત્યાં જ અટકી જાય, જ્યારે જ્ઞાનીના જ્ઞાનને પરિણતિ જ્ઞાનના પ્રકારમાં જણાવેલ છે.
આજે આપણે શ્રાદ્ધવર્ય પંડિત શ્રી છબીલભાઈની વાત કરવાની છે.
પંડિતજીનો પ્રથમ પરિચય આગમ મંદિરમાં પૂજયપાદ તારક ગુરુદેવશ્રી પાસે અવાર નવાર પ્રશ્નોની ચર્ચા કરતા ત્યારે સામાન્ય રૂપે થયેલ. પછી તો પૂજયશ્રીના વિરહ બાદ વર્ષમાં એક-બે વાર મળવાનું થતું. તેઓ જયારે આવે ત્યારે એ શાસનના શ્રાવક આવે તેવી આભા પ્રસરતી. તેમની બેસવાની – બોલવાની પદ્ધતિમાં શ્રમણસંસ્થા ઉપરનો હૃદયમાં અને જીવનમાં રહેલો આદરભાવ પ્રગટ થતો. ઘણીવાર ઘણા ગૂંચવાતા પ્રશ્નોની ચર્ચા ચાલતી ત્યારે તેઓશ્રી પૂજય નેમિસૂરિજી મ.સા., પૂજ્ય સાગરજી મ.સા.ના પોતે અનુભવેલા અનુભવો પ્રગટ કર્યા વિના ન રહેતા. ઘણીવાર તો જાણવા યોગ્ય વિષયો અને શાસન ઉપયોગી તેઓની આગવી વિચારધારા તેમના પ્રત્યે રહેલ ગુણાનુરાગિપણામાં ઉમેરો કરતા. આંખોનું તેજુ તેમનું ઝાંખુ થયું પણ શાસનપ્રત્યેના અવિહડ રાગનો પ્રકાશ ઓર તેજસ્વી બન્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org