SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જ્ઞાન પુષ્પાંજલિ ધાર્મિક અભ્યાસ માટે શ્રીમદ્ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં વિ.સં.૧૯૮૯માં દાખલ થયા. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણાના તેજસ્વી વિદ્યાર્થી શ્રી છબીલદાસભાઈને જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું ચિંતન-અનુપ્રેક્ષાની દિશા પંડિતપ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પાસેથી મળી. લગભગ ૩ વર્ષ અભ્યાસ કરી સૌ પ્રથમ લોદરા-વિજાપુર પાઠશાળામાં જોડાયા, પાંચ વર્ષ અભ્યાસ કરાવ્યો, ગુરૂકુળ - પાલીતાણામાં પાંચ વર્ષ ધાર્મિક શિક્ષક રહ્યા, વિ.સં. ૨૦૦૧ થી અમદાવાદ સ્થાયી થયા છે. વિ.સં.૨૦૬૦ સુધી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા, વૃદ્ધાવસ્થાના કારણે હાલ નિવૃત્તિ લીધી છે. વિ.સં. ૨૦૦૧ થી ૨૦૩૦ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં (અમદાવાદ) ચક્ષુટીકા વિભાગ, માલખરીદી આદિમાં પ્રમાણિકતાપૂર્વક જવાબદારી સંભાળી છે. લધુબંધુ પં.શ્રી છબીલદાસભાઈની જેમ સ્પષ્ટવક્તા અને નિર્ભય છે. સહાધ્યાયી, વ્યાકરણ વિશારદ પં.પ્ર.શ્રી શિવલાલભાઈ તથા પંડિતજીએ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન પૂ. પાદ આ.ભ. શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજયધર્મધુરન્ધ્રરસૂરીશ્વરજી મ.સા. પાસે રહીને મેળવ્યું. ન્યાયના વિષયમાં નિપુણતા પ્. મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સાહેબ પાસે રહી મેળવી. અભ્યાસકાળ પછી અધ્યાપનના ક્ષેત્રમાં પંડિતજીનું વિશેષ યોગદાન જ્ઞાનનગરી ખંભાતમાં રહ્યું. ખંભાતમાં શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ-સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળામાં ૪૮વર્ષ પ્રાધ્યાપક રહ્યા. Jain Education International આ સમય દરમ્યાન તપાગચ્છ તેમજ અન્યગચ્છના સેંકડોની સંખ્યામાં સાધુ - સાધ્વીજી મહારાજ સાહેબો અને જૈન-જૈનેતર વિદ્વાનોએ પંડિતજીના જ્ઞાનનો લાભ લીધો, તદુપરાંત રાત્રિના સમયે પ્રૌઢવર્ગને સૂત્રોના રહસ્યો સરળ ભાષામાં સમજાવતા જેથી ક્રિયા કરવામાં આવનાર વર્ગને રસ પડતો. આજે પણ ખંભાતના યુવાનો અને પ્રૌઢવર્ગના હૈયામાં પંડિતજીનું આદરભર્યું સ્થાન છે. માર્ગદર્શન : શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા શ્રી રાજનગર ધાર્મિક પરીક્ષા સંસ્થા અમદાવાદ, જૈન શ્વે. એજ્યુ. બોર્ડ, જૈન ધા. શિ. સંઘ - મુંબઈ. ખંભાતના તમામ સંઘો - પાઠશાળાઓ વગેરેમાં. For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy