SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૪) A ( એ જ કા" છે ... * કે સ મા ૧ * પ્રશ્ન છે કે " આ નિપપ્પાજલિ બાલવયમાં ‘ભક્તામરસ્તોત્ર' સાંભળવાની પ્રતિજ્ઞાબદ્ધ માતાની સાથે ઉપાશ્રયમાં ગુરુમહારાજ પાસે ભક્તામરસ્તોત્ર સાંભળવા જવાનું બનતું. એક વખત વરસાદ સતત મૂશળધાર પડવા લાગ્યો. માતા ઉપાશ્રયે ન જઈ શકવાથી દાતણ કરી શકતાં ન હતાં. ભૂખ્યા રહેવાનું થયું. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખી રહેતી માતાની ગ્લાનિ જોઈ પુત્રે પૂછ્યું, “મા! કેમ ખાતી નથી?' માએ પોતાની પ્રતિજ્ઞા સંભળાવી. પુત્રે કહ્યું : “એમાં શું ! હું સંભળાવું” અને માતાને સ્તોત્ર સંભળાવી પારણું કરાવ્યું. વરસાદ સાત દિવસ સુધી ચાલ્યો. આઠમે દિવસે માતા ઉપાશ્રયે ગયાં ત્યારે મહારાજશ્રીએ સહેજ પૂછ્યું કે તમારે તો સાત ઉપવાસ થઈ ગયા હશે. ત્યારે માતાએ કહ્યું કે—મારી પ્રતિજ્ઞા પ્રમાણે આપની પાસે મારી સાથે સાંભળવા આવતા મારા જ (નાના) બાળકે સંભળાવ્યું. આવું જ એક વખત માતાજીના પ્રતિક્રમણ માટે બનેલું જેથી માની પાસે સંઘે જૈનશાસનનો શિરતાજ તમારો બાળક થશે અને તેથી તેની માગણી કરતાં માતાએ સહર્ષ દીક્ષા આપી હતી. સં. ૧૯૬૮માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાવાની હતી. તેમાં ગુજરાતી ભાષામાં જૈન મુનિઓના નિબંધોની આવશ્યકતા જણાતાં પ. પૂ. યોગનિષ્ઠ આ.ભ.શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ને વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આમંત્રણ મળ્યું અને કોઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથો લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માંગ્યો. તેઓશ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સેંકડો ગ્રંથો લખનાર ઉપાધ્યાયજી યશોવિજયજી ઉપર નિબંધ લખ્યો. તેમાં તેઓ લખે છે કે ઉપાધ્યાયજીનું આંતરિક-આધ્યાત્મિક જીવન ચીતરવું તે તો તેમના જેવા જ કોઈ લખી શકે. મારા જેવા અલ્પજ્ઞનું કામ નહીં. હું તો માત્ર તેમનું ગ્રંથલખાણ વગેરે સ્થૂલ બાબતોનું બાહ્યવિહાર આલેખન કરી શકું. તેમણે લખેલો નિબંધ પરિષદમાં વંચાયો અને તે સહુને ખૂબ જ ગમ્યો, જેથી પરિષદે જ તે છપાવ્યો જેની પાછળથી બીજી આવૃત્તિ થઈ. ઉપાધ્યાય અને મહાત્મા આનંદઘનજી અનેકવાર મળ્યા હતા. તે સંબંધી અનેક દંતકથાઓ પણ ચાલે છે. પણ તે લંબાણ થઈ જવાના ભયે અત્રે લખી નથી. આનંદઘનજી મહારાજ ઘણા જ આધ્યાત્મિક અને નિવૃત્તિપ્રધાન હતા. જ્યારે ઉપાધ્યાયજીએ આધ્યાત્મિક હોવા સાથે ઔપદેશિક પ્રવૃત્તિ કરી. લોકકલ્યાણના માર્ગને ઉજ્જવળ બનાવવા સાથે ગ્રંથસર્જન કરી જૈન શાસનને નિરાબાધ રીતે ટકાવી રાખવામાં મોટો ફાળો નોંધાવ્યો છે. (જૈન સાહિત્ય સમારોહ પુસ્તકમાંથી ઉદ્ધત) Jain Education International onal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy