SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પુષ્પાંજલિ નેત્રો તેજવિહીન હોવા છતાં કલ્પનાશક્તિ અને ક્ષયોપશમના વિશિષ્ટ પ્રભાવે પગરવ ઉ૫૨થી અથવા માત્ર સ્પર્શદ્વારા પણ આવનાર વ્યક્તિને તે પિછાની શકતા અને સ્વ-ગન્તવ્ય સ્થાને એકાકી જઈ શકતા. નેત્રની સાથે ધીમે ધીમે કર્ણ પણ બધિરતાને પામતા હતા. છતાં ક્યારેય ચળ-વિચળ કે વ્યગ્ર ન બનતાં સ્વાધ્યાયરૂપ તપમાં વધુ લીનતા કેળવતા. અધ્યયન અને અધ્યાપન એ તેમનું જીવન હતું. પૂ શ્રમણ-શ્રમણી ભગવંતોને જ્ઞાન-દાન સાથે તેમના ભક્તિ-વેયાવચ્ચ માટે, પાઠશાળા તથા પૂ કેવલવિજયજી મ. સા. આદિના માધ્યમે નિર્દોષ ઉત્તમ ઔષધો અને ઉપકરણ આદિ ભાવપૂર્વક અર્પણ કરતા. છેલ્લા કેટલાક સમયથી તો પંડિતજી પાઠશાળાનો પર્યાય બની ગયા હતા. તેમના સત્પ્રયત્નો પાઠશાળાને પગભર કરવામાં સહાયક બનતા હતા. નેત્રશક્તિ સંપૂર્ણપણે અને શ્રવણશક્તિ ઘણા અંશે ગુમાવવા છતાં જીવનના અંતિમ દિવસો સુધી તેમનું પૂજ્યોની ભક્તિ-વેચાવચ્ચ કે શાન-દાનનું કાર્ય અવિરામ ચાલુ હતું. સામાન્ય અશક્તિ સિવાય બાહ્ય કોઈ પણ બીમારી વિના જાહેર વાતચીત કરતાં-કરતાં વિ સં. ૨૦૪૯ દ્વિતીય ભાદ્રપદ ચતુર્થી, તા. ૫-૧૦-૯૩ના રોજ સંધ્યા પછી રાત્રિકાળના પ્રારંભે આ જગતમાંથી તેમણે ચિરવિદાય લીધી. ૧૪૭ આ રીતે સંસ્થામાં રહી જેમણે અનેક વિદ્યાર્થીઓને પ્રભુ ચીંધ્યા માર્ગે પ્રયાણ કરાવ્યું તો બીજા અનેકને સુશ્રદ્ધાળુ અધ્યાપક વર્ગ ઊભો કરી જિનશાસનનો રત્નત્રયીનો પ્રચાર અને પ્રસાર કર્યો. ૫૧-૫૧ વર્ષ સુધી અનેક પૂ શ્રમણ-શ્રમણી ભગવંતોને જ્ઞાન-દાન દ્વારા આરાધનામાં અગ્રેસર બનાવવા પૂરતો પ્રયત્ન પોતાના થકી કર્યો તે ગુર્જરભૂમિને ગૌરવ અપાવનાર, પંચપરમેષ્ઠિભગવંતોના પરમોપાસક પંડિતજીને નતમસ્તકે ભાવસભર અંજલિબદ્ધ પ્રણામ. Jain Education International શ્રુતજ્ઞાન પરમ ઔષધ છે. જેમ ઔષધ રોગીના રોગને દૂર કરીને આરોગ્ય-પ્રદાન કરે છે. તેમ શ્રુતજ્ઞાન જીવના આત્મરોગ રૂપી રાગાદિને ઓળખાવીને આરોગ્ય-પ્રાપ્તિનો માર્ગ દેખાડે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy