SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૫) . જે. એમ. એસ . સી . . . * * * * ncvમ x - -- કમ ( જ્ઞાન પુષ્પાંજલિ) Sાનપ છેવટે મનને કઠણ કરી પુત્રને લઈને મહેસાણા આવ્યા. પાઠશાળામાં ગયા. પરંતુ સંસ્થાના વહીવટદારોએ વ્યાવહારિક તકલીફોથી દાખલ કરવાની ના પાડી. નિરાશ થઈ પાછા ફરવાની તૈયારી કરી. ઉપાશ્રયે પૂ. સાધુ ભગવંતોને વંદન કરવા ગયા. ભાગ્યયોગે પૂ. જિતેન્દ્રસાગરજી મ. સા. ત્યાં જ હતા. તેમને બધી વાત કરી. તેઓશ્રીએ જાતે પાઠશાળામાં આવી વહીવટદારોને બોલાવી તકલીફોનો રસ્તો કાઢ્યો અને પાઠશાળામાં દાખલ કરાવ્યા. સંસ્થાનું સંચાલન તે વખતે પં. શ્રી. પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખના હસ્તક હતું. તેઓએ સ્વયં રસ લઈ અંધ બાળકને તૈયાર કરવાનું સ્વીકાર્યું. પ્રથમ મહેસાણાની અંધશાળામાં એક વર્ષ અંધલિપિ શિખવાડી. ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ ચાલુ કરાવ્યો. જે જે વિષયનો અભ્યાસ શરૂ કરાવે તે તે બધા વિષયો અંધલિપિમાં તેમની પાસે લખાવી દે જેથી અભ્યાસમાં અન્યની મદદની આવશ્યકતા બહુ ન રહે. મહેસાણા પાઠશાળામાં દાખલ થયા વિ સં. ૧૯૯૩, તા. ૧૩-૩-૩૭. - પાંચ વર્ષ સુધી સંસ્થામાં રહી તત્ત્વચિંતક પૂ. પં. શ્રી પ્રભુદાસભાઈના હાથ નીચે વ્યવસ્થિત જૈન દર્શન-કર્મવાદ-સંસ્કૃત ન્યાય આદિનો અભ્યાસ કર્યો. વિચારોનું ઘડતર પં. શ્રી. પ્રભુદાસભાઈએ કર્યું. પં. શ્રી. વર્ષાનંદજી તથા પંશ્રી કુંવરજીભાઈ પાસે પણ અધ્યયન કરવાનો લાભ મળ્યો. વિસં. ૧૯૯૭-૯૮માં પંશ્રી છબીલદાસભાઈ પાસે પણ આગળનો અભ્યાસ કર્યો. દીર્ઘદ્રષ્ટા પં. શ્રી પ્રભુદાસભાઈએ પોતાના વિચારોની પ્રતિકૃતિસમાન દષ્ટિહીન શ્રી પુખરાજજી સા. ને પ્રજ્ઞાચક્ષુ પંડિતજી બનાવી મહેસાણા-પાઠશાળામાં જ અધ્યાપક તરીકે વિ. સં. ૧૯૯૮, તા. ૧-૧-૧૯૪૨ના રોજ નિયુક્ત કર્યા. બાહ્ય ચક્ષુ ન હતાં પણ જૈન દર્શનના તત્ત્વજ્ઞાનથી આંતરચા ખૂલી ગયાં. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે ચિંતનની ચેતના પ્રગટાવી. સ્મરણશક્તિએ અભુત સહાય કરી. અધ્યાપનકાર્ય કરાવવાની સાથે નવા-નવા ગ્રંથોનું સુયોગ્ય આત્માઓ પાસે શ્રવણ કરી તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી અભ્યાસનું ઊંડાણ મેળવ્યું. જુદા-જુદા વિદ્યાર્થીઓ તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કર્મગ્રંથો, તેના ટીકાગ્રંથો, પંચસંગ્રહ-કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોનું વારંવાર અધ્યાપન કરાવી કર્મસાહિત્યમાં અદ્વિતીય નિપુણતા પ્રાપ્ત કરી. જયાં જયાં વિષયમાં અધૂરપ અનુભવાતી ત્યાં ત્યાં તે વિષયના નિષ્ણાત પૂ. ગુરુભગવંતો અથવા વિદ્વાનો સાથે ચર્ચા કરી તેની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy