SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧ ) દિk # ૧૪૧)----*--*-એ-મ- --*--**---*---( જ્ઞાન પુષ્પાંજલિ) #w on : દીર્ઘદ્રષ્ટા સૂક્ષ્મ-તત્ત્વચિન્તક પરમશ્રદ્ધેય : પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ સંસારચક્રમાં અનેકાનેક આત્માઓ જન્મ ધારણ કરી પોતાના કર્માનુસાર જીવન જીવી મૃત્યુ પામે છે. આ ઘટનાચક્ર અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તેમાં સૂક્ષ્મ પ્રજ્ઞાશાલી શલાકાપુરુષ જેવા એટલે લોકભાષામાં આંગળીને વેઢે ગણાય એવા કોઈ વિરલ પુરુષ જ પાકતા હોય છે, તેમાંય આત્મિક જ્યોતને જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ જ હોય છે. ' આવા વિરલ પુરૂષ આપણા પૂજ્ય પ્રભુદાસભાઈ છે. આજના આવા વિષમ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિ તથા શ્રીસંઘ સુવ્યવસ્થાની અહાલેક જગાવનાર આ વીસમી સદીમાં વિરલ જ હોય તેવા શ્રી પ્રભુદાસભાઈનો વિ. સં. ૧૯૪૯માં રાજકોટ સમઢીયાળા પાસે ખેઈડી ગામમાં જન્મ થયો અને ત્યાર પછી તેમને પિતાની સાથે સમઢીયાળા ગામમાં રહેવાનું થયું. | ગુજરાતી અભ્યાસ માટે પણ નાના ગામડેથી પાંચ માઈલ ચાલવાનું અભ્યાસનાં સાધનો તથા ખાનપાનની થેલી લઈ જવું પડતું અને સાંજે પાછા આવી જવાનું. વિ.સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં પ્રવેશ પામી જૈન તત્ત્વજ્ઞાન, પ્રકરણો, તેમજ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં ગુરુભગવતોનો પરિચય, શાસ્ત્રશ્રવણ તેમ જ જૈનેતર સાહિત્યનું પણ વાંચન-મનન-પરિશીલન ઘણું કર્યું. પ્રારંભમાં અનેકવિધ વિચારણાઓમાં તલ્લીન રહેતા, તેમાં ચરખા ચલાવે, ખાદીધારી થયા. પાટણ અને રાધનપુરની બોર્ડિંગ ચલાવી ન્યાય, નીતિ, અને દેશની પરતંત્રતાને લગતા વિચારો ધરાવે. એમ કરતાં એક વખત બ્રિટિશ સરકારે મોહનદાસ કરમચંદ ગાંધીને પકડ્યા, તેમને કેમ પકડ્યા, ક્યા ધોરણે, ક્યા કારણસર? આવા બધા વિચારો આવતાં તેઓશ્રીના મગજમાં વીજળીનો ચમકારો થાય તેમ ચમકારો થયો કે, આ બધું ભારતીય આર્યપ્રજાની શાંતિ, સુખાકારી, નૈતિકતા, સંસ્કૃતિ, એક ચંપી પરસ્પરનું વાત્સલ્ય આ બધાંનો નાશ કરવાનું એક મહાન કાવતરૂં હોય એમ લાગ્યું. આ આકસ્મિક સંજોગોમાં મગજમાં કોઈ નવીન જ ચમકાર થતાં, ભારતની પ્રજાની ભયંકર પાયમાલી દેખાવા માંડી, ચરખો ચલાવવો, ખાદીધારીપણું, કાંતણ વગેરે ઊંચું મુકાઈ ગયું, અને સ્વરાજ માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે એ સ્વરાજ સ્વરાજ નથી. માંગીને લીધેલ પરતંત્રતાની બેડી છે. હવે આ સંબંધમાં ભારતીય પ્રજાને સાચો ખ્યાલ આપવો શી રીતે ? દયા, પ્રેમ, કરૂણાના ઝરા સુકાઈ જશે, આત્મિક તન-મન-ધન-લૂંટાઈ જશે, પ્રજા સવલતોના બહાને અવળે માર્ગે દોરવાઈ જશે. આમાં ફરજ બજાવવાનું કામ જોર કરવા માંડ્યું પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ અને સાધનોનો અભાવ, કરવું શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy