SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) - જ - બ મ ... ( જ્ઞાન પુષ્પાંજલિ સુખ દુઃખમાં સદાય હસતા રહ્યા તમે, સૌના હૃદયમાં વસતા રહ્યા તમે, હતા નજર સમક્ષ પાંપણના પલકારે સદ્ગતિ પામી ગયા જીવતર એવું જીવી ગયા બધાને વિચાર કરતા મૂકી ગયા તત્ત્વજ્ઞાન પરિષદ્ અને ધાર્મિક શિક્ષક સમાજને આપની વડીલતા અને માર્ગદર્શનની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પ્રભુ આપના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના. અધ્યાપક શ્રી કુમુદરાય મોતીચંદ શાહ, પાલીતાણા વાત્સલ્યનિધિ પંડિતજી મારા ધર્મગુરુ અને માર્ગદર્શક હતા. ઈ.સ. ૧૯૫૮માં મારા વતન મોટીવાવડીમાં શાન્તિસ્નાત્રવિધિવિધાન માટે પૂ. આ. ભ. શ્રી નિંદનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી તેઓશ્રી આવેલા. તેઓશ્રી સાથેના ત્યારપછીના સંપર્કથી વિદ્વાન પંડિતોને વારંવાર મળવાનું થયું જેને હું મારુ સદ્ભાગ્ય ગણું છું. અપૂર્વજ્ઞાન સાધના કરી તેઓએ વિદાય લીધી - મૃત્યુ મહોત્સવરૂપ બન્યું. નગીનદાસ જે. વાવડીકર, મુંબઈ એક દિવસ તસવીર બનીને દિવાલ પર ઝૂલી ઊઠીશ, પણ વિશ્વાસ છે એટલે કોઈકના હૃદયમાં રહી જઈશ, ધૂપ નહી કરતા, દીપ નહી કરતા, આરતી નહી ઉતારતા, જ્ઞાનને વંદી, અધ્યયન કરજો, તો અમર બને આ વારતા. જીવનના અંતિમ શ્વાસ સુધી જ્ઞાનનું અધ્યયન-અધ્યાપનકાર્યકરીને જીવનનો ઉત્સવ ઉજળો ઉજવ્યો અને મૃત્યુના મહોત્સવના તોરણ ઝુલાવ્યા એવા પંડિતવર્યશ્રી છબીલદાસ સંઘવીને શત શત વંદના નરેશ એ. મદ્રાસી પંડિતજીનાં ગુણોનું વર્ણન કરવાવાળા શબ્દો જ જગતમાં વિદ્યમાન નથી. પંડિતજીની એક ભાવના હતી કે શિક્ષકમિત્રો કેવી રીતે આગળ આવે ખરેખર પંડિત મૂર્ધન્ય વિષે કહેવું કે લખવું તે ખરેખર અશક્ય છે. ખંભાતને કર્મભૂમિ બનાવી તેમને ભાભરનું નામ ગગનસ્પર્શી બનાવ્યું હતું પક્ષ-પ્રતિપક્ષના કદાગ્રહના ત્યાગને તે વધારે મહત્વ આપતા હતા. આજે આપણા સહુની વચ્ચે તે નથી, છતાં પ્રભુજીને પ્રાર્થના કરીએ કે તેમની પાસે રહેલ વાસ્તવિક-શ્રુતનો અનુભવ વરસાવતા રહે કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy