________________
(૧૧ ૧ ) દો જેમ કે -
*. મોડી ગor માંડr :- "»
શાનપુષ્પાજલિ
જ્ઞાન, વિનય અને સંસ્કારનો ખજાનો એટલે છબીલકાકા
બાબુભાઈ બેંકર સુરત જ ઉં
કાજીના મેદાનમાંથી લાકડી લઈને વાડીના ઉપાશ્રય તરફ ધીમે પગલે નીચું જોઈને જતી પ્રૌઢ વ્યક્તિને જુઓ એટલે તમારું મસ્તક તેને વંદન કરવા માટે ઝૂકી પડે એ જ છબીલકાકા એટલે છબીલદાસ કેશરીચંદ સંઘવીનું ૮૪ વર્ષની જૈફ વયે અવસાન થયું અને જ્ઞાનના મેઘધનુષમાં એક રંગ ઝાંખો પડી ગયો.
બનાસકાંઠાએ સુરત શહેરને અનેક રત્નો આપ્યાં છે, તેમાં ભાભર ગામમાં જન્મેલા સ્વ. પંડિતજીના જીવનનો મધ્યભાગ ખંભાતમાં અને અંતિમ દિવસોમાં સુરતમાં સ્થિર થયા હતા. કમનસીબે માત્ર ત્રણ વર્ષની નાની વયમાં માતાનું છત્ર ગુમાવ્યું. ત્યાર બાદ ગામઠી શાળામાં ધોરણ ૭ સુધી અભ્યાસ કરી બહુરત્ના વસુંધરા એવી મહેસાણાની યશોવિજય પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ અર્થે જોડાયા.
બનાસકાંઠાની ધરતીએ સુરત નગરીને પ્રથમ હરોળના હીરાના વેપારીઓની ભેટ તો ધરી જ છે પરંતુ સાથે સાથે પ્રથમ હરોળના પંડિતવર્યોની ભેટ પણ ધરી જ છે.
હીરો કાચો હતો તેના પર પાસા પડવા લાગ્યા ને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, કાવ્ય, ન્યાય વિ. નો અભ્યાસ ખૂબ જ જાણીતા પંડિત પ્રભુદાસભાઈની રાહબરી નીચે કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. એમની અભ્યાસની લગની તો જુઓ! પૂ. આચાર્યમહારાજશ્રી પાસે રહ્યા તો જાતે રોટલા બનાવીને પેટની ભૂખ સંતોષી અને અભ્યાસ પૂર્ણ કર્યો.
જીવનના મધ્યભાગમાં તેઓ ખંભાત આવ્યા. ખંભાતમાં સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતોને અને અસંખ્ય શ્રાવક-શ્રાવિકાઓને શ્રીમતી લલિતાબેન કેશવલાલ બુલાખીદાસ સંચાલિત ભટ્ટીબાઈ પાઠશાળામાં અધ્યયન કરાવ્યું. આજે અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ થાય છે તેનું વિધિ-વિધાનનું પુસ્તક તેમના દ્વારા સંપાદિત થયું.
ભારતભરમાં તેઓએ અનેક અંજન શલાકા-પ્રતિષ્ઠાઓની વિધિ કરાવી. પૂ.આ.ભ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીની પાવન નિશ્રામાં અંધેરી-મુંબઈમાં ઉપધાન તપની ભવ્ય આરાધના કરી. જૈન શાસનના ધુરંધરઆચાર્યભગવંતો શાસનસમ્રાટુ પૂ.આ.ભ.શ્રીનેમિસૂરીશ્વરજી મ.સા., આગમોદ્ધારક પૂ.આ.ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.શ્રી ઉદયસૂરીશ્વરજી મ.સા., જ્યોતિષનિષ્ણાત પૂ.આ.ભ.શ્રીનંદનસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) વગેરે અનેક ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો અને પૂ.સાધુ-સાધ્વીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org