SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ) 8 ૯૬ ) - - - - - - - - - - - - A ....... ( શાનપપ્પા છેલ્લા ૧૫ વર્ષથી મોટે ભાગે સુરતમાં જ રહી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ, અધ્યયન કરાવતા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી પણ જ્ઞાન-દાન તો કરતા જ રહેવું તેવી તેમની ઉદાત્ત ભાવના હતી. મારી ઉપર પંડિતશ્રીનો ઉપકાર ઘણો જ છે. મને મહેસાણા પાઠશાળામાં લઈ જવા માટે પ્રેરણામૂર્તિ તેઓ જ હતા. પાઠશાળામાં પણ અભ્યાસ માટે તેઓ સતત પ્રેરણા અને સૂચનો કરતા રહેતા. આજે ચાણસ્મામાં છેલ્લા ૪૦ વરસથી જ્ઞાનદાતા તરીકેની સેવા તથા જે શાસનસેવા કરી રહ્યો છું તેમાં તેમની પ્રેરણા અને આશીર્વાદ જ સહાયભૂત છે. હરહંમેશ માટે તેમના તરફથી મને પ્રત્યક્ષ કે પરોક્ષ પત્ર રૂપે જ્ઞાનની વિશિષ્ટ છણાવટ કે બીજી ઘણી પ્રેરણા મળતી રહેલ. આવા આદરણીય પંડિતવર્ય છબીલદાસભાઈના અચાનક ચાલ્યા જવાથી જ્ઞાન-દાનના ક્ષેત્રે, તેમજ શાસન સેવાના કામમાં એક મહાન પુણ્યાત્માની ખોટ પડી છે. તેઓશ્રીની પૂલદેહે વિદાય છતાં પંડિતજીના એ આશિષ વચનો કે “આપણી પાસે જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, તો પછી ભલેને ગમે તે ઘટના ઘટે, હિંમત હારવી નહીં” એ અમને હિંમત અપાવે છે. તેઓશ્રીનો આત્મા જયાં પણ હોય ત્યાંથી આપણા પર સતત અમદષ્ટિ વરસાવતો રહે, સતત શાસનનાં કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે ! તેવી શાસનદેવને અભ્યર્થના સહ પંડિતજીના પુનિત ચરણોમાં શતશઃ નમન. પ્રભુ ! તારી વાણી જાદુ કરે છે. સાંભળનારા ભૂખતરસનાં, સઘળાં દુઃખ વીસરે છે. દિવ્યપ્રભાવે તત્ક્ષણ પૂરાયોજનમાં પ્રસરે છે. સુર-નર-પ્રાણી નિજ ભાષામાં સમજે છે. દુર્ગતિદુઃખો, દુર્મતિદોષ, દુર્ગુણ સકલ હરે છે. મોક્ષરતિના મનઉપવનમાં, તુજ વાણી વિચરે છે. પ્રભુ ! તારી વાણી જાદુ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy