SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૩ ) ખ એસ6 " ખકારી કામકા ભજલ્પા - કાકો બાબા રામ " વાનપ્પાજલિ ) સત પ્રસન પડતજી.. 8 શ્રી અરવિંદભાઈ સી. શાહ (ખંભાતવાળા) મુંબઈ ૪ સત્કાર્યો જેમની શોભા હતી, સજ્જનતા જેમની સુવાસ હતી, પ્રસન્નતા જેમનું જીવન હતું, પરોપકાર જેમનું રટન હતું. એવા મારાગુરુના (ચંપકભાઈ માસ્તર) ગુરુવર્યશ્રી પૂજ્ય છબીલદાસ પંડિતજી – નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અરિહંતશરણ થયા છે. તે જાણીને આનંદ સાથે દુઃખની લાગણી અનુભવી. આનંદ એટલા માટે કે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જૈન ધર્મમાં જણાવેલ એવા સમાધિ મરણને પામ્યા છે અને દુ:ખ એટલા માટે કે મેં એક સાચા માર્ગદર્શક અને પરમ ઉપકારી ગુમાવ્યા છે. तलवार की किंमत म्यान से नहीं, धार से होती है, कपडों की किंमत रंग से नहीं, तार से होती है, कहीं भी देखो महत्त्व मूल का होता है, छिलकों का नहीं, आदमी की किंमत पैसों से नहीं, सदाचार और धार्मिकज्ञान से होती है। પૂ. પંડિતજી સદાચારી તથા ધાર્મિક જ્ઞાનના ભંડાર હતા. તેમની પાસેથી ધાર્મિકજ્ઞાન મેળવીને કેટલાય છોકરા-છોકરીઓ દીક્ષાના પંથે ગયા છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તેમની પાસેથી જ્ઞાન મેળવીને અત્યારે જૈનશાસનનો જય જયકાર ગજવી રહ્યા છે. ખંભાત ભક્તિમંડળના યુવાનોએ પૂ.પંડિતજીની ધર્મપ્રેરણા પામીને આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ન હોય તો પણ) એકપણ રૂપિયો લીધા વગર ધાર્મિક વિધિવિધાન કરાવી ખંભાતનું નામ રોશન કરેલ છે. પૂ. પંડિતજીને ઘણાં વર્ષો પહેલાં લાખો રૂપિયાની થેલી અર્પણ કરવાની હતી ત્યારે તેમને લીધી ન હતી અને તે રકમ ધાર્મિક સંસ્થામાં આપવા જણાવ્યું હતું. કદાચ કોઈવાર ગુરુભગવંતના કહેવાથી બહુમાન સ્વીકારવું પડ્યું હોય તો ફક્ત રૂ. ૧ કે સાલ લીધી હશે. કદાપિ ફુલના કે અન્ય હાર પહેરેલ નથી. તેઓ સ્પષ્ટ કહેતા હાર પહેરવાથી કોઈવાર હાર સ્વીકારવી પણ પડે. આ જ ગુણ ખંભાત ભક્તિમંડળના વિદ્યાર્થીઓમાં આજે પણ છે. જેવીરીતે ફુલ ખીલીને બીજાને સુવાસ આપે છે. ધૂપ જલીને બીજાને સુગંધ આપે છે તેવી જ રીતે પૂ. પંડિતજીયે જ્ઞાન મેળવીને હરહંમેશ જ્ઞાનદાન કરેલ છે. તેમના જીવનમાં ઘણા જ સુખદુઃખના પ્રસંગો આવ્યા છે છતાંય સદાય હસતા રહ્યા છે અને બીજાના હૃદયમાં વસતા રહ્યા છે. કર્મસત્તાના સિદ્ધાંતમાં માનતા રહ્યા છે. -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012011
Book TitleGyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Vasantlal M Doshi
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages188
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy