SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પર વિદ્યાલયની વિકાસકથા આપીને લાભ લીધે છે; તમે કંઈ લાભ લીધે કે નહીં ?” શેઠાણીએ સંકેચપૂર્વક ના કહી; પણ બીજે જ દિવસે આવીને કહી ગયાં કે મહારાજ સાહેબ વિદ્યાલયમાં મારા એક હજાર રૂપિયા લખી લેજે. તરત જ મહારાજશ્રીએ રાજી થઈને કહ્યું: “બહુ સારું, એ રકમ સીધી વિદ્યાલયમાં મોકલી આપજે.” જ્યારે પણ મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજનું વ્યાખ્યાન હેાય ત્યારે પિરસી વખતે જુવાનિયાઓ ગૃહસ્થના ખેસની મેટી ઝોળી બનાવીને વિશાળ સમુદાયમાં ફરી વળે અને ઘણાં ભાઈઓ-બહેને એમાં રાજી થઈને કંઈક ને કંઈક આપે. ટીપે ટીપે સરોવર ભરવા જે આ પ્રાગ હત; પણ એથી જનસમૂહમાં વિદ્યાલય પ્રત્યેની ભાવનાનું સીંચન થતું હતું એ બહુ મોટો લાભ હતો. - શ્રીમતી હીરાકુંવરબહેનને તો પૂજ્ય વલ્લભવિજયજી મહારાજે “શાસનદેવી”નું બિરુદ આપ્યું હતું: શાસન-સેવા કે સમાજસેવાનું કોઈ પણ કામ હોય ત્યાં તેઓ હાજર જ હેય. સાધુ-સાધ્વીઓની સેવાભક્તિમાં અને સંઘનાં કાર્યોમાં આ જાજરમાન બહેન હમેશાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં. વિદ્યાલયને માટે શરૂ શરૂમાં દર વર્ષે તેઓ ચાર-આઠ આના કે રૂપિયા–બે રૂપિયા જેવી નાની નાની રકમ ઉઘરાવીને પર્યુષણ જેવા પ્રસંગે અમુક ફાળો એકત્ર કરી આપતાં. વિદ્યાલયના શરૂઆતના રિપોર્ટો જોતાં આ વાત જણાઈ આવે છે. વિદ્યાલય પ્રત્યે એ સમયે શ્રીસંઘમાં કેટલે ઉત્સાહ અને કેટલી મમતા પ્રવર્તતા હતાં એનો આ ઉપરથી પણ કંઈક ખ્યાલ મળી શકે છે. પ્રયત્ન કરીએ તે આવા તે કેટલાય પ્રેરક પ્રસંગે મુંબઈમાંથી મળી શકે. . છેલ્લાં વર્ષો દરમ્યાન સાધુ-મુનિરાજેની પ્રેરણાથી સંસ્થાને ખાસ નોંધપાત્ર આર્થિક સહાયતા મળી શકી નહીં, છતાં સંસ્થાના વિકાસમાં એથી કશી ખામી આવવા પામી ન હતી. એનું એક કારણ તો એ છે કે સંઘમાંથી સંસ્થાને માટે વધુ નાણાં મેળવવા અંગે તેમ જ સંસ્થાના કાર્યક્ષેત્રને વિસ્તાર કરતા રહેવા અંગે વિદ્યાલયના સંચાલકે અને ખાસ કરીને માનદ મંત્રીઓ આજે પણ એટલા જ સજાગ અને પ્રયત્નશીલ છે. અને બીજું મહત્ત્વનું કારણ એ છે કે સંસ્થાએ ઉચ્ચ શિક્ષણના પ્રસાર દ્વારા સમાજની સેવા કરીને શ્રીસંઘની એવી ચાહના મેળવી છે કે એ આખા સંઘની સંસ્થા બની ગઈ છે. અને, એક યા બીજે પ્રકારે, શ્રીસંઘ એની આર્થિક જરૂરિયાતને પૂરી કરતો જ રહે છે. શ્રીસંઘે વિદ્યાલયને કેવી કેવી રીતે આર્થિક મદદ આપીને એને પ્રગતિશીલ બનાવ્યું છે એની કેટલીક વિગતે જાણવા જેવી અને પ્રેરણારૂપ બની રહે એવી છે. સ્થાયી ફંડ સારા પ્રમાણમાં થઈ શકે એવી સ્થિતિ ન હતી, અને સંસ્થાનું કામ તે તરત શરૂ કરવું જ હતું, એટલે દસ વર્ષ માટે વાર્ષિક મદદનાં જે વચને મળ્યાં અને દર વર્ષે સંઘ તરફથી જે કંઈ છૂટક મદદ મળતી રહી, તેના આધારે સંસ્થાનું કામ ચાલુ કરવામાં કશી જ મુશ્કેલી ન પડી, એટલું જ નહીં, શરૂઆતનાં દસ વર્ષમાં તે, ફક્ત નવમા વર્ષને બાદ કરતાં, દરેક વર્ષે ખર્ચ કરતાં આવકને કંઈક ને કંઈક પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy