SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૫: અર્થવ્યવસ્થા વિદ્યાર્થીઓ નહિ લેતાં નવા ફક્ત પેઈંગ વિદ્યાર્થીઓ જ દાખલ કરવામાં આવ્યા હતા, જેથી કરીને સંસ્થાને તે વર્ષમાં નાણું સંબંધી મુશ્કેલીઓ કાંઈક અંશે ઓછી થવા સંભવ છે.” આ તો સંસ્થાના સંચાલકોની સજાગતાનો એક દાખલો છે. બાકી તો શરૂઆતથી જ સંસ્થાના સંચાલકોની ઇચ્છા સંસ્થાને માટે એવું માતબર સ્થાયી ફંડ કરવાની હતી, કે જેથી ભવિષ્યમાં સંસ્થાને કેઈ જાતની પૈસાની મુશ્કેલી ન પડે. પણ મકાન ફંડને કારણે એ ઈચ્છા પૂરી ન થઈ શકી. છતાં સંસ્થાના બીજા જ વર્ષે (સને ૧૯૧૬-૧૭માં) રૂ. ૨,૦૦૦ની રકમથી આ કુંડની શરૂઆત થઈ શકી હતી. શરૂઆતમાં તો આ ફંડની ગતિ કીડીના વેગ જેવી ધીમી રહી; પચીસ વર્ષમાં ફક્ત રૂા. ૧૪,૮૮૧ એમાં ભેગા થયા; પણ પછીનાં વર્ષોમાં એમાં કંઈક વેગ આવ્યો. પરિણામે સંસ્થાએ એની યશસ્વી અધી સદી પૂરી કરી ત્યારે એની પાસે સ્થાયી ફંડમાં રૂા. ૧,૪૬,૨૮૨ જેવી સારી રકમ એકત્ર થયેલી છે. પણ જે સંસ્થાનું વાર્ષિક ખર્ચ અંદાજે સાડાત્રણ લાખ રૂપિયા જેટલું હોય, અને સંસ્થાના કાર્યક્ષેત્રના વિસ્તારને (તેમ જ અત્યાર મુજબના કાર્યક્ષેત્ર પ્રમાણે પણ વધતી જતી મેંઘવારીને) કારણે એમાં ક્રમે ક્રમે વધારો જ થતો રહેવાનું હોય, તો એની સરખા મણીમાં આ સ્થાયી ફંડ ઘણું જ ઓછું ગણાય. પણ સંસ્થાની ઉંમર અને પ્રવૃત્તિ વધવાની સાથે સાથે શ્રીસંઘ તરફથી એને નવી નવી યોજનાઓ દ્વારા ઉદારતાપૂર્વક સારા પ્રમાણમાં જે આર્થિક મદદ મળતી રહી તેને લીધે સંસ્થાનો કારોબાર પ્રગતિશીલ લેખી શકાય એવી રીતે ચાલતો રહ્યો અને વધુ ને વધુ વિદ્યાથીઓને સંસ્થાને લાભ મળતો રહ્યો. સાથે સાથે સમાજ પણ જુદી જુદી વિદ્યાશાખાઓના કાબેલ, કાર્યનિષ્ઠ અને સંસ્કારી સ્નાતક ( ગ્રેજ્યુએટ)થી સમૃદ્ધ અને શક્તિશાળી બન ગયે. આજે તે વિદ્યાલય સામાન્ય કે ગરીબ સ્થિતિના યુવકેમાંથી ભિન્ન ભિન્ન વિષયના નિષ્ણાત સ્નાતક ઘડી કાઢનારી એક શિલ્પશાળા જ બની ગયેલ છે. સંસ્થા શરૂ થઈ તે અરસામાં વિદ્યાલયના પ્રાણસમાં સંચાલકો પૈસા માટે કે દિલ દઈને પ્રયત્ન કરતા હતા તે વાત રાધનપુર નિવાસી અને મુંબઈમાં વસતા પૂ. આ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજના અનુરાગી ભાઈ શ્રી મણિલાલ ત્રિકમલાલે કહેલા બે-ત્રણ પ્રસંગે ઉપરથી પણ જાણી શકાય એમ છે. શ્રી મણિભાઈ કહે છે કે વિદ્યાલયની સ્થાપના થઈ ત્યાર પછી રોજ રાત્રે છા-૮ વાગે એટલે શેઠ શ્રી દેવકરણ મૂળજી, શેઠ શ્રી મોતીલાલ મૂળજી, શેઠ શ્રી ગોવિંદજી ખુશાલ અને શ્રીયુત મોતીચંદ ગિર ધરલાલ કાપડિયા ઝવેરી બજારમાં, જ્યાં અત્યારે ગોડીજી પાર્શ્વનાથનું નાનું દેરાસર છે ત્યાં, અચૂક ભેગા થાય, અને નકકી કરે કે આજે કેની પાસે ફંડ માટે જઈશું ? થાક કે આરામની ચિંતા કર્યા વગર અમુક સ્થળોએ ફરીને વિદ્યાલયને માટે ડી-ઘણું પણ મદદનાં વચનો મેળવે ત્યારે જ એમને સંતોષ થાય. એક વાર મુનિવર્ય શ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે હીરાકુંવરબહેન, સૂરતવાળા શેઠ નગીનદાસ કપૂરચંદનાં વિધવા પત્ની શ્રીમતી રુક્ષ્મણબહેન અને શ્રી દેવકરણ શેઠનાં પત્ની પૂતળી શેઠાણ વંદના કરવા આવ્યાં. મહારાજશ્રીના મનમાં તે તે વખતે વિદ્યાલયની વાત જ રમતી હતી. એમણે પૂતળી શેઠાણીને કહ્યું: “દેવકરણ શેઠે તે વિદ્યાલયમાં મદદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy