SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાલયની વિકાસકથા ખસતી ન હતી. એમને તો સતત એમ જ થયા કરતુ કે કઈ શુભ ઘડીએ સંસ્થા પિતાના મકાનમાં નિવાસ કરતી થઈ જાય? અને એમને પોતાની આ ભાવનામાં પૂર્ણ વિશ્વાસ હતા કે એ સફળ થવાની જ છે, તેથી જ તે બીજા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૨-૧૩)માં મકાનની જરૂરિયાતનું પુનરુચ્ચારણ કરતાં એ પૂરી થવા અંગે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે – સર્વથી વધારે ઉપયોગી વાત એ છે કે સંસ્થાની સ્થિરતા મુકામની સ્થિરતામાં છે, ઘરના મુકામમાં તેના પાયા બહુ ઊંડા જાય છે અને સ્વત્વની ખૂબી કાંઈક ઓર જ છે. અમારી ભાવના એવું સુંદર, કોમની કીર્તિને જોબ આપે એવું મુકામ મેળવવાની છે અને અમને પૂર્ણ આશા છે કે આ વર્ષે જે સુયોગ સાથે થયો છે તેના પરિણામે એ ભાવના ફળવતી જરૂર નીવડશે.” સંસ્થાના સંચાલકોના આ આત્મવિશ્વાસની પાછળ સંસ્થાના આદ્ય પ્રેરક મુનિવર્ય શ્રી વલ્લભવિજયજી મહારાજની અદમ્ય ભાવના અને પ્રબળ પ્રેરણાનું પીઠબળ રહેલું હતું. એ મહાપ્રભાવક મુનિશ્રી સમાજ ઘડતરના મહાન શિલ્પી હતા; અને સંઘના સહકાર અને પિતાના પુરુષાર્થના બળે જૈન સમાજનું એક સમૃદ્ધ, સુશિક્ષિત, સંસ્કારી, સેવાપરાયણ અને શક્તિશાળી સમાજ તરીકે ઘડતર કરવાના મનોરથે એમના અંતરમાં ઊભરાતા હતા. - વિદ્યાલયની સ્થાપના થઈ અને એના કાર્યની શરૂઆત થઈ એ કંઈ ઓછા હર્ષ અને ગૌરવની વાત ન હતી; પણ મુનિશ્રીના ભાવનાલક્ષી આત્માને એટલાથી સંતોષ થાય એમ ન હતો. તેઓને તો સતત એક જ ઝંખના રહ્યા કરતી કે સંસ્થા કેવી રીતે આર્થિક તેમ જ બીજી બધી રીતે પગભર થાય અને એને ઉત્તરોત્તર વિકાસ થતો રહે. સંસ્થાને પિતાનું મકાન હોવું જોઈએ એ વાત પણ તેઓ બરાબર સમજતા હતા. અને તેથી તેઓ સંસ્થાને માટે હમેશાં ચિંતા સેવ્યા કરતા હતા, અને સંધને પ્રેરણા આપતા રહેતા હતા. - સંઘકલ્યાણવાંછુ આવા સમર્થ ગુરુવર્યા અને સેવાકાર્યમાં ઓતપ્રોત બનેલા આવા ભાવનાશીલા સંચાલકો વચ્ચે જ્યાં મનમેળ સધાય ત્યાં ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ આસાન બન્યા વગર ન જ રહે. વિદ્યાલયના મકાનની કથા પણ આ વાતની સાખ પૂરે છે. | મુનિ શ્રી વલ્લભ વિજયજીએ વિ. સં ૧૯૬૯ તથા ૧૯૭૦નાં બે ચોમાસાં મુંબઈમાં કર્યા તે દરમ્યાન વિદ્યાલય કાર્ય કરતું થઈ ગયું. વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨નાં ચોમાસાં તેઓએ બહારગામ (સૂરત અને જૂનાગઢમાં) કર્યા, પણ વિદ્યાલયની સહાયતાનું કામ સારી રીતે આગળ વધી શકે એટલા માટે એમણે પોતાના શિષ્ય મુનિ શ્રી લલિતવિજયજી ને ચતુર્માસ માટે મુંબઈ મોકલ્યા. મુનિ શ્રી લલિતવિજયજી પણ સમાજકલ્યાણની ધગશવાળા અને શિક્ષણપ્રેમી શક્તિશાળી મુનિ હતા. તેઓએ મુંબઈ જન સંઘને વિદ્યાલયને માટે સતત પ્રેરણા આપતાં રહીને પિતાના ગુરુવર્યની ગેરહાજરીની પૂતિ કરી. ધીમે ધીમે સંઘનું ધ્યાન વિદ્યાલય પ્રત્યે વધુ ને વધુ મમતાળું બનતું ગયું. વિ. સં. ૧૯૭૩ના ચોમાસા માટે સમતા અને સાધુતાની મૂર્તિ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા મુનિ શ્રી વલભવિજયજી મહારાજ અને પિતાના મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy