SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું મકાન વ્યક્તિની જેમ સંસ્થાને માટે પણ મકાન એ પાયાની જરૂર લેખાય છે. તેમાંય ભાડાના મકાનને બદલે પિતાનું મકાન હોય તો કોઈનીય રોકટોક વગર, મનગમતી રીતે, સંસ્થાના કાર્ય અને વિકાસને માટે એને ઉપયોગ નિશ્ચિતપણે કરી શકાય છે. પિતાની માલિકીનું મકાન ન હોય તો સંસ્થાને એક પ્રકારના અધૂરાપણાને અનુભવ થયા કરે છે. વિદ્યાલયને માટે પોતાની માલિકીના મકાનની આ પાયાની વાત સંસ્થાના કાર્યદક્ષા સંચાલકે અને વિદ્યાલયના હિતની સાથે પોતાનું જીવન ઓતપ્રોત કરી જાણનાર વિદ્યાલયના સદા જાગરુક મંત્રી શ્રીયુત મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયાના અંતરમાં પહેલેથી જ વસી ગઈ હતી. પોતાના અંતરમાં સતત રમ્યા કરતી આ ભાવનાને વાચા આપતાં શ્રી મોતીચંદભાઈએ પહેલા વર્ષના રિપોર્ટને અંતે (પૃ. ૨૬) ખૂબ લાગણી ભરી ભાષામાં નિવેદન કર્યું હતું કે છેવટે એક જ વાત પર લક્ષ્મ ખેંચી રિપોર્ટ પૂર્ણ કરીશ. આ સંસ્થાને મુકામની એકદમ જરૂર છે. શહેરની જરા દુર સુંદર જગ્યા પર ક્રીકેટ ટેનીસના અથવા હિન્દી કસરતાનાં સાધને સાથે ફરવાની સગવડવાળી આકર્ષણીય જગામાં દેરાસરની ગાઠવણ હોય, પ્રેમાળ સુપ્રીન્ટેન્ડેન્ટની માથે દેખરેખ હેય, આત્મ-જાગૃનિ અને ધર્મભાવના જાગૃતિ કરે તેવાં વ્યાખ્યાનો થયાં કરતાં હોય, એવા અનુકૂળ સ્થાનમાંથી તૈયાર થયેલ વિદ્યાર્થી શાસનને દીપાવશે, ભયમાંથી બચાવશે અને કીર્તિધ્વજ વિસ્તારશે. ભાડાના મુકામમાં રહેવું અમને કોઈને પસંદ આવતું નથી. સગવડવાળું વિશાળ મુકામ આ સંસ્થાને અર્પણ થશે ત્યારે એક પ્રથમ અગત્યની જરૂરીઆત પૂરી પડશે. મકાન અંગેની પિતાની લાગણી વ્યક્ત કરતાં શ્રી મોતીચંદભાઈ જાણે મનોરથદશી બની જઈને વિદ્યાલય અને એના વિદ્યાર્થીઓના ભવ્ય ભાવના અને સમાજના ઉત્થાનના સુભગ દર્શનમાં લીન બની જાય છે. વિદ્યાલયના ઉજજવળ ભાવીના આવા તે કંઈ કંઈ મનોરથ એમના અંતરમાં રમતા હતા. અને છતાં મકાનને માટે થઈને સંસ્થાના સર્વપ્રિય નામમાં ફેરફાર કરવાનું એમને કે અન્ય કાર્યકરને હરગિજ મંજૂર ન હતું. એ જ નિવેદનમાં તેઓ આગળ ચાલતાં દઢતાપૂર્વક કહે છે કે – ગમે તે ગોઠવણે પણ આ સંસ્થા માટે એક ઘરનું સ્થાન કરાવી આપવા એક આગેવાન હિંમત કરી શકે એમાં નવાઈ નથી. આ૫ આ બાબતને ખાસ મહત્ત્વની ગણશો. મુકામની સુસ્થિતિમાં સંસ્થાની સ્થિરતા છે. એક ગૃહસ્થ એક લાખ લગભગ ખરચવાનો નિર્ણય ન કરે તે તેની સાથે એકથી વધારે ઉદાર ગૃહસ્થો પણ જોડાઈ શકે. સંસ્થાના નામનિર્દેશમાં તો ફેરફાર ગમે તેટલી રકમ આપે તે પણ કરવાને નથી એમ સર્વનો નિર્ણય છે. પણ મુકામ ઉપર તખ્તી વગેરેથી નામનિર્દેશ થઈ શકે.” સંસ્થાના સંચાલકે કે મંત્રીશ્રીના મનમાંથી સંસ્થાના મકાનની વાત જાણે ક્યારેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy