SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુબોધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૯ છેવટે ઊઠતાં ઊઠતાં રાજવીએ આવતીકાલે રાજ્ય તરફથી સંઘપતિ તથા સંઘના નગરપ્રવેશ મહોત્સવની વાત મૂકી, અને ઝાંઝણકુમારે એને સહર્ષ સ્વીકાર કર્યો. - બીજા દિવસની સવાર થઈ અને આખું પાટનગર સંઘ અને સંઘપતિના સન્માનાથે નગર બહાર ઠલવાયું. અઢી લાખ યાત્રાળુઓ, બીજે પણ માનવસમૂહ અને નગરની સમસ્ત વસતી ભેગી થતાં ત્યાં માનવને હાલતો ચાલતો મહેરામણ હિલોળા લેતે દેખાતો હતો; તેનું વર્ણન કરવું શક્ય નથી. સંધપતિ ઝાંઝણકુમારને નાના પર્વત સમા મહાકાય હાથી પર સેનાની અંબાડીમાં બેસાડવામાં આવ્યા અને ગુર્જરેશ્વર તેમની સાથે બેઠા. એક વિજેતા સેનાપતિનું જેવું સન્માન થાય તેથીય અધિક સન્માન તેમનું કરવામાં આવ્યું. સંઘ અને સંઘપતિની સવારી રાજમહાલય આવી પહોંચતાં ગુર્જરેશ્વર સંઘપતિનો હાથ ઝાલીને તેમને રાજમહાલય તરફ દોરી ગયા. સૌને પરિચયવિધિ થયા અને તાબૂલ અપાયાં. છેવટે રાજવીએ વિનંતી કરી : “શ્રેષ્ઠી ઝાંઝણકુમાર, જે તમે સ્વીકારો તો મારી એક વિનંતી છે કે આવતીકાલે આપ આપના સંઘમાંથી સારા સારા ચૂંટી કાઢેલા પાંચેક હજાર માણસ સાથે રાજમહાલયમાં મારે આંગણે ભોજન લેવા પધારો.” સૌને થયું કે હમણ ઝાંઝણકુમાર હા પાડી દેશે. એક રાજા જે રાજા વગર માગે, સામે ચાલીને આવું દુર્લભ બહુમાન કરતા હોય, તે એને ઈન્કાર પણ કોણ કરી શકે ? અને એ ઈન્કાર કરવાની જરૂર પણ શી ? પણ ઝાંઝણકુમાર કંઈ સામાન્ય માટીના માનવી ન હતા. એમના તો રમ રેમમાં ધર્મનું તેજ અને બળ વસેલું હતું. પોતાના સન્માન અને ગૌરવ કરતાંય પોતાના ધર્મનું અને પિતાના સાધર્મિકોનું ગૌરવ અને સન્માન એમના હૈયે વધારે વસેલું હતું. ઝાંઝણકુમારે નમ્રતા અને વિવેકપૂર્વક છતાં મક્કમપણે કહ્યું: “રાજન ! આપનું આમંત્રણ હું નહીં સ્વીકારી શકું, મને ક્ષમા કરો!” કારણ?” રાજવીએ પૂછ્યું. કારણ એ કે મારા સંઘમાં જેમને હું બીજા યાત્રિકોથી સારા તરીકે ચૂંટીને જુદા તારવી શકું એવા કેઈ માણસો જ નથી.” “એટલે શું તમારા સંઘમાં સારા કહી શકાય એવા માણસો જ નથી?” રાજવીએ સંઘપતિની વાતને સમજ્યા વગર જ પૂછ્યું. પોતાની માગણીનો ઈન્કાર સાંભળીને એના અંતરને એક પ્રકારને આઘાત લાગ્યો હતો. ના, મહારાજ, એવું નથી. આપ મારી વાત બરાબર સમજ્યા નહીં. મેં આપને કહ્યું એને ભાવ તે એ છે કે મારા સંઘમાં કઈ પણ ખરાબ માણસ નથી; બધા જ સારા છે. એમાં હું કેની ખરાબ તરીકે બાદબાકી કરીને સારાની પસંદગી કરું ? મારાથી એ ન થઈ શકે. આ સંઘમાં બધા જ મારા સહધમી" ભાઈઓ છે, બધા જ શ્રેષ્ઠ છે; અને સૌ મારા આમંત્રણથી જ સંઘમાં પધાર્યા છે. તો પછી એમાં સારાખોટાને વેરાવ કરીને એમનું માનભંગ કરનાર હું કે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy