SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ડો. ભગવાનદાસ મ. મહેતા શ્રીમદ્ રાજચંદ્રની “અમૃતકૃતિ મોક્ષમાળા ૧૬૯ યુવાને અર્થે મુખ્ય પ્રયોજનરૂપ છતાં, આબાલવૃદ્ધ સર્વ કોઈને ઉપકારી થઈ શકે એ છે, અને તે ગમે તે ધર્મના કે સંપ્રદાયના જનેને ઉપયોગી થઈ શકે એ સાર્વજનિક છે. અત્રે જૈન કે જિન શબ્દને પ્રવેગ આવે છે તેથી આ તે માત્ર જેનેને જ ઉપયોગી છે વા જૈનેને જ ગ્રંથ છે એવો સાંકડો વિચાર કરી આથી ભડકવાનું નથી કે મુખ મચકેડવાનું નથી. કારણ કે જેન અને જિન શબ્દ અત્ર મુખ્યપણે તત્ત્વદષ્ટિથી પ્રયોજિત છે. જિન” એ સંપ્રદાયવાચક શબ્દ નથી, પણ મહાન તત્ત્વવાચક શબ્દ છે. શ્રીમદનું જ વચન છે કે, “જિન હી હૈ આત્મા, અન્ય હાઈસે કર્મ કર્મ કટે સે જિનવચન, તત્ત્વગ્યાનીકે મર્મ. અર્થા– જિન” એટલે શુદ્ધ આત્મા; આત્મા અને કર્મના સનાતન યુદ્ધમાં કર્મકટકને પરાજય કરી જે વિજયશ્રી વર્યા છે એવા વીતરાગ પરમાત્મા તે જ જિન; અને તેના માર્ગને યથાર્થ પણે અનુસરનારે તે જૈન, અથવા તેણે (જિને) પ્રણીત કરેલું દર્શન તે જૈન દર્શન–વીતરાગદર્શન. અને “વીરામો:' ઇત્યાદિ પદોમાં વીતરાગને મુક્ત કંઠે સ્વીકાર તો ગીતાકારે પણ કર્યો જ છે. એટલે બાહ્ય ભૂમિકા ભલે જેનની દેખાતી હો, પણ તે ભૂમિકા પર અત્રે તે સાર્વજનિક તત્ત્વદષ્ટિથી સાર્વજનિક હિતહેતુરૂપ તત્ત્વવિચારણા કરી છે. એટલે ગમે તે સંપ્રદાય, મત, ધર્મ, જાતિવાળાને આ ઉપકારી થઈ શકે એ સાર્વજનિક કટિને (Universal) ગ્રંથ છે. માટે મત દર્શનને આગ્રહ કે વિકલ્પ છેડી દઈ સર્વ કોઈ મક્ષિકામી મુમુક્ષુએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કર્તવ્ય છે. ખરેખર! આજના બાલ-યુવાને સાચા ધર્મ સંસ્કારસંપન-જ્ઞાન-શીલસંપન્ન થાય એમ આપણું ધર્મપક્ષાતીત (Secular ) સરકાર ઈચ્છતી હોય તે ભારતની સર્વ ભાષાઓમાં આ ગ્રંથનું પ્રામાણિક ભાષાંતર કરાવી એની બહાળા હાથે ઘરે ઘરે પ્રભાવના કરવા ગ્ય છે, એટલું જ નહિ પણ ભારતનું મુખ ઉજજવળ કરવું હોય તો વિશ્વની સર્વ ભાષાઓમાં આનું યથાર્થ ભાષાંતર કરાવરાવી અખિલ વિશ્વમાં આને પ્રચાર કરવા યોગ્ય છે. કારણ કે લાખો (Nobel Prize) જેનું મૂલ્યાંકન મથે છે એવા આ અમૂલ્ય ગ્રંથમાં ભારતનું મુખ ઉજજવલ કરે એવું પરમ દૈવત ભયું પડયું છે. અસ્તુ ! આમ આ જિનદર્શનની–વીતરાગદર્શનની મહાપ્રભાવના કરનારા આ મોક્ષમાળા (બાલાવબોધ) ગ્રંથમાં પદે પદે શ્રીમની અનન્ય વીતરાગભક્તિ નિઝરે છે, વીતરાગ * આ મોક્ષમાળાને ચાર ભાગમાં જવાની શ્રીમદુની ધારણા હતી: (૧) બાલાવબોધ મેક્ષમાળા, (૨) ભાવનાબેધ, (૩) વિવેચન, (૪) પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા. તેમાં પ્રથમ બે ભાગની–બાલાવબોધ મોક્ષમાળા અને તેના ઉપહારરૂપ ભાવનાબેધ મોક્ષમાળા એ બન્નેની–રચના તેઓશ્રીએ ૧૬-૧૭ વર્ષની વયે સં. ૧૮૪૧-૪રમાં કરી; વિવેચનરૂપ ભાગનો ખાસ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો, પણ તે ઉપરોક્ત બન્ને પર વિસ્તારથી વિચારરૂપ હેવો સંભવે છે; અને ચોથા ભાગ–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળાની વિષયસચિરૂપ Index) સંકલના શ્રીમદે આ જીવનના ૩૩મા વર્ષમાં–છેલલા વર્ષ માં-સં. ૧૯૫૬ના આશ્વિન માસમલખાવી, પણ આયુઅભાવે તે ગ્રંથ તેમના વરદ હસ્તે લખાવાનું શક્ય ન બન્યું. આ મહાગુરુએ પ્રદર્શિત કરેલી આ વિષયસૂચિરૂપ સંકલના પ્રમાણે એમની આ એજના નિર્વાહવાનું-આ મહાસંતની આજ્ઞાઇચ્છાનુસાર પાર ઉતારવાનું કાર્ય કરવાનો યતકિંચિત નમ્ર પ્રયાસ આ લેખકે શ્રીમદુના દેહાવસાન પછી પચાશ વર્ષે કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy