SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ ગ્રંચ લોકો તે એ સમાચાર જાણી રાજી રાજી થઈ ગયા છે. ઘેર ઘેર આસપાલવનાં તારણા મ ધાયાં છે. રંગરાગ, ઉત્સવ અને નૃત્યગાન થઈ રહ્યાં છે. જેમ પ્રજાને કુશળ મહામંત્રી મળ્યા તેમ રાજાને પણ પદર વર્ષ પછી પેાતાનાં સ્ત્રી-પુત્ર મળ્યાં એના અધિક આનંદ છે. મહારાજા શ્રેણિકે મત્રીઓને કહ્યું : “ આજના મ`ગલ પ્રસંગે પ્રભુ મહાવીરને આશીર્વાદ આપવા રાજગ્રહીમાં પધારવા આમંત્રણ પાઠવેા.” ભગવાન મહાવીર વેણુવનમાં પેાતાના સાધુસંઘ સાથે બિરાજી રહ્યા છે. માનવજાતના કલ્યાણની અહેાનિશ કામનાથી એમનાં નયનેામાં કરુણાના નિધિ છલકાય છે. રાજસેવકાએ ઘેાડાપરથી ઊતરી એમના ચરણમાં પડી કહ્યું : “ પ્રભુની ચરણરજ લેવાની ઇચ્છાથી મગધનરેશ શ્રેણિકે આપને યાદ કર્યો છે.” ખીજા દિવસે શ્રમણુસોંઘ સાથે પ્રભુ મહાવીરે રાજગ્રહી નગરીને પાવન કરી. લોકોના આનંદ સમાતા નથી. એમના પવિત્ર પગલે દુદુભિ વાગી રહ્યા છે. અંતઃપુરના મેટા સ્ત્રીસમુદાય સાથે મહારાજા શ્રેણિક અને અભયે પ્રભુનું વંદન કર્યું. અભયે કહ્યું : કાદવમાં ડૂબેલા એવા અમને આપની અમૃતવાણી સંભળાવી પાવન કરી પ્રભુ ! ’ << પાપના ત્રણ ત્રણ દિવસ સુધી પ્રભુની અમૃતવાણીના પ્રવાહ નાના-મોટા, ઊંચ-નીચ સૌ જીવાને પુણ્યસ્નાન કરાવી રહ્યો છે. જીવનની વેણુ મ'ગલ સૂરે વાગી ઊઠી છે. જાણે આકાશમાં મેઘમાલા પણ થંભી ગઈ છે. ભગવાન મહાવીરની પ્રેમવાણીથી ભીંજાયેલા અભયે એમના પગમાં પડીને કહ્યું : “ હિંસામાંથી અહિંસામાં, અસત્યામાંથી સત્યમાં અને અંધકારમાંથી પ્રકાશમાં પ્રેરનારી આપની વાણી ધન્ય છે પ્રભુ ! ” અને પછી એણે પેાતાની આંગળીમાંથી ત્રણ રત્નાવાળી વીંટી કાઢી પ્રભુના ચરણમાં મૂકી દીધી. ભગવાન મહાવીરે કહ્યું : “ સાધુઓને સુવણ કે રત્નોની શી જરૂર છે? અમારા સંઘના બધા સાધુએ પાસે આથીયે વધુ મૂલ્યવાન ત્રણ રત્ના હાય છે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એ પેાતાની જાતને અને બીજાને પણ સમૃદ્ધિશાળી બનાવી શકે છે.’’ સમય થયે એટલે પ્રભુએ તેા શ્રમણુસંઘ સાથે વિદાય લીધી. પણ અભય વિચારોના ચકરાવામાં ચડયો : જેમણે ત્રણ રત્નાથી પોતાનું જીવન વિભૂષિત કર્યુ. હાય એવી વિભૂતિના ચરણે શા માટે ન જવું ? એવામાં ઘેાડા દિવસ પછી એક મુનિનું રાજગ્રહીમાં આગમન થયુ. પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈને નગર નગરમાં ઘૂમતે આ સાધુ રાજગૃહીની ગલીએમાં ઘૂમવા લાગ્યા. સાધુ બનેલા એ ગરીબ કઠિયારાને કાઈ એ પણુ ભીક્ષા ન આપી. કેટલાકે એમ પણ કહ્યું કે, પેટ નહેાતું ભરાતું એટલે સાધુ થયાં છે! લેાકેાના તિરસ્કાર અને ઉપાલંભાને સહન કરતા સાધુ મૂંગા મૂંગા રસ્તા પરથી નત મસ્તકે ચાલ્યા જતા હતા; એ કોઈની પણ સાથે ખેલતા નહેાતે. નગરચર્ચા જોવા નીકળેલા અભયે તેને જોયા. લેાકેાનું ટાળું મુનિની પાછળ પડ્યુ હતું અને અનેક જાતની વાતેા કરીને એને વગેાવી રહ્યું હતું. અભય પ્રભુ મહાવીરના ભક્ત હતા. તેનું હૃદય અનુક`પાથી ભરાઈ ગયું. સાધુ-મુનિઓને એ હમેશાં વદન કરતા અને ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy