SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુરેશ ગાંધી : ત્રણ રને ૧૩૭ આજે મહારાજાના એક અધિકારીએ સાવ ખાલી, અવાવરૂ કૂવામાં એક સેનાની વિટી નાખીને જાહેર કર્યું છે કે “જે કોઈ માણસ અંદર ઊતર્યા વિના, કેઈ પણ સાધન વિના, એ વીંટી બહાર કાઢશે તેને રાજ્યના વડાપ્રધાનની પદવી આપવામાં આવશે.” " કુવા આગળ લોકનું મોટુ ટેળું જામ્યું છે. અંદરોઅંદર ખૂબ કોલાહલ થઈ રહ્યો છે. કુવાના તળિયે પડેલી સોનાની વીંટી અંધારામાંય ચમકી રહી છે. વીટીમાં ત્રણ રત્ન જડેલાં છે. તેને વાંસડા વિના કે એવા બીજા સાધન વિના બહાર કાઢવી કેવી રીતે? અભયે ટેલું જોયું અને એ ટેળામાં પિસીને એ ત્યાં ભેગા થયેલા માણસોને કહેવા લાગે, “અરે, ભાઈ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છે?” એક જણે કહ્યું: “જુએ ને, કૂવામાં કેવી સુંદર વીંટી ચમકી રહી છે! અરે, એને ત્રણ ત્રણ તે રત્ન જડેલાં છે! લાખ સોનામહોર માલ છે. એને અંદર ઊતર્યા વગર કે બીજાં સાધને વિના બહાર કાઢવાની છે. એ કાઢનારને મગધપતિ પિતાના મહામંત્રી બનાવવાના છે. આમાં તે ભલભલા બુદ્ધિશાળીની બુદ્ધિ પણ બુઠ્ઠી બની જાય એવું કામ છે.” અભયે કહ્યું : “મારે મન તે આ રમત છે. તમે બધા ભાઈઓ અને બહેને સહકાર આપશો ?” " બધાંએ હા પાડી એટલે અભય કૂવાની પાળ આગળ આવ્યું. એક માણસને મોકલી તાજા છાણને પિોદળે મંગાવ્યું અને બરાબર પિલી વીંટી પર નાખે. પછી એક સુકા ઘાસને પૂળે મંગાવી તેને સળગાવી એ છાણ પર ફેંક્યો. ઘાસના તાપથી છાણ સુકાઈ ગયું. વીંટી એમાં એંટી ગઈ. પછી બધાં ભાઈઓ અને બહેનેને સાબદા કરી પાસેના ભરેલા કૂવામાંથી પાણીના હાંડા ખેંચી ખેંચી આ ખાલી કૂવામાં ઠાલવવા કહ્યું. તે પણ એમની સાથે કામે લાગી ગયો. પાણી એક કૂવાના કાંઠા સુધી આવતાં છાણું પણું તરીને ઉપર આવ્યું. અભયે તે લઈ લીધું અને અંદરની વીંટી મહારાજાના અધિકારીના હાથમાં મૂકી. લેકે અભયની બુદ્ધિપ્રતિભાથી અંજાઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. બધાએ કહ્યું, ધન્ય છે. અમલદાર પણ ખુશ ખુશ થઈ ગયો અને અભયને મહારાજા શ્રેણિક પાસે લઈ ગયો. રાજાએ બધી વાત સાંભળી એને વાસ થાબડ્યો અને વીંટી ભેટ આપીને એની ઓળખાણ પૂછી. અભયે તેની માતાએ આપેલી મુદ્રિકા મહારાજના હાથમાં મૂકીને પંદર વર્ષ પહેલાને પ્રસંગ યાદ દેવડાવ્યા. મહારાજા ઝાંખા પડી ગયા. એમને બધું યાદ આવ્યું. ગળગળા થઈ એમણે પુત્રને માથે હાથ મૂક્યો અને દરબાર ભરી એને મહામંત્રીની પદવી આપી. પછી ખેડૂતને ઘેર પાલખી મોકલી નંદાને રાજમહેલમાં બેલાવી લીધી. ચાર આખે ભેગી થતાં મહારાજાની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં. " નંદાએ પતિના પગમાં પડી કહ્યું : “દેવ, હું તે ભવભવની દાસી. આ જન્મમાં તમે ન મળતા તે અનેક જન્મ સુધી રાહ જોઈને બેસી રહેત!” રાજગૃહી નગરીના દુર્ગપાલેએ દાંડી પીટીને મહામંત્રી તરીકે અભયની વરણી થઈ હોવાની જાહેરાત કરી દીધી છે. જોકે અને ચૌટે એની બુદ્ધિમત્તાનાં વખાણ થઈ રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy