SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરનાં પરિબળા ૧૨૯ એક નોંધપાત્ર સ ંસ્કૃતિખળ છે, એનું ગૌરવ છે. સંઘબળના ભારે મહિમા આ સંસ્થામાં જોવાય છે. કેટલીક વાર રાજસત્તા જે કામ લાંબા ગાળે, મોટા ખર્ચે ને મનસાથે કરી શકતી નથી, તે કામ આ સંસ્થા અલ્પ સમય અને દ્રવ્યથી, અને પક્ષના સતાષ સાથે, પૂરુ કરે છે. મહાજનાએ ઘણા વખત સુધી પરદેશીઓને વેપારમાં પેસવા દીધા નહેાતા, કાસી વેરઝેર પર કાબૂ રાખ્યા હતા ને સ્વચ્છંદ રાજસત્તાઓને નાથવાના પ્રયત્ના પણ કર્યાં હતા. સામાજિક અને વ્યાવહારિક નિયમે પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજના વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા. સુતાર-લુહારનાં મહાજનાથી લઈને મિલમાલિકાનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તે ' મજૂરમહાજન ને જન્મ આપી ઔદ્યોગિક દુનિયામાં એક નવા દાખલે બેસાડયો છે. સમાધાનપ્રિયતા અને વીરત્વ સમાધાનપ્રિયતા સદા સમન્વય ને સૌમ્યતાને શેાધે છે. જૈન મંદિરામાં થયેલી અંખામાતાની સ્થાપના એ આ સમન્વયવૃત્તિને પુરાવેા છે, તે ગુજરાતમાં ભયાનક રસવાળા સંપ્રદાયા પણ સામ્ય બન્યા, એ આના ખીજો પુરાવે છે. ગુજરાતે શિવધર્મીમાંથી એના ઉગ્ર તત્ત્વને ઓછું કરી નાખ્યું. કાલીમાતા આ પ્રદેશ પર ભદ્રકાલીમાતા બન્યાં. પરંતુ ગુજરાતની સમાધાનપ્રિયતા અને સામ્યતાને જોઈ અહીં વીરતા વિકસી જ નથી ' એમ કહેનાર થાપ ખાય છે. સિસાક્રિયા વંશના મૂળપુરુષ ખાપા રાવળ ઈડરના હતા. ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશની ઇતિહાસગાથામાં સ્થળે સ્થળે પરાક્રમતેજ છલકાતું જોવા મળે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ક્ષત્રિયનાં અને વિમળશા અને વસ્તુપાલ જેવા વિષ્ણુકાનાં હૃદયમાં ધબળ અને હાથમાં યુદ્ધકૌશલ્ય પડેલું દેખાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માં ઠેરઠેર જોવા મળતા પાળિયાએ આની જ સાક્ષી પૂરે છે. ભીલ, કાળી, આહીર, ચારણુ, સીર, મિયાણા, વાઘેર અને કાઠી જેવી જાતિએ આજેય બહાદુર જાતિ ગણાય છે. અસહકારની ચળવળ વખતે આ પ્રદેશના બધા વણુનાં પુરુષા, સ્ત્રીએ તેમ જ બાળકોએ પેાતાની ઠંડી તાકાત બતાવી હતી. આ બધું હાવા છતાં એટલુ` તેા સ્વીકારવુ' પડશે કે ગુજરાતની સ’સ્કૃતિના આગવા તત્ત્વ લેખે વીરત્વને ખતાવી શકીશું નહીં. આનું કારણ એ પણ હાઈ શકે કે જે પ્રજા મહારથી અહીં આવી હાય, તે ઠરીઠામ બનવાની મનેવૃત્તિવાળી બની ગઈ હોય. અહી આવેલા ક્ષત્રિયે। ઠરીઠામ બનવાની વૃત્તિવાળા હતા એમ કહી શકાય. રજપૂતા અહી' આવ્યા ત્યાં લગીમાં એમની રજપૂતવૃત્તિ એછી થઈ ગઈ. ગુજરાત પાસે વહાણવટાની ગૌરવશાળી પરંપરા હતી. ભારતના લગભગ ત્રીજા ભાગના સાગરકાંઠા ધરાવતા ગુજરાતમાં ભરૂચ, સેાપારા, ખંભાત, દ્વારકા, રાયપુર ( માંડવી ખ'દર ), સામનાથ, સુરત વગેરે સાગરસાહસેા અને પરદેશી સમૃદ્ધિથી છલકાતાં ખઢરા હતાં. સેાળમી સદીમાં રાણી એલિઝાબેથે અકબર બાદશાહને પત્ર લખ્યા તેમાં અકખરને ખ'ભાતના શહેનશાહે કહ્યો હતા. સમગ્ર હિંદના સમ્રાટ ગુજરાતના એક અંદરને લીધે વિદેશમાં એળખાય તે એ ખંદરની જાહેાજલાલી સૂચવે છે. કચ્છનાં નાખવાએ પેાતાની કામેલિયતથી દૂર-દેશાવરમાં ડંકા વગાડતા. આજે આપણે દરિયા તરફ પીઠ કરીને બેસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy