SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ | ગુજરાતની આ પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કાયરતાને અંચળ લેખાય તો એ છે, કહેવાય. કદાચ કેઈ આ તડજોડ કરવાની વૃત્તિને પિતાની કાયર વૃત્તિને ઢાંકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે. પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તે, ગુજરાતની અસિમતા આનાથી ક્યારેય ઘવાઈ નથી. આમાં તે સર્વધર્મસમભાવથી આગળ વધી સર્વધર્મસમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ આ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મોને અને એ ધર્મો આચરતી વ્યક્તિઓને જોબ મળી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં વધુ સુખ-શાંતિ અને એખલાસને અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ. સંસ્કારઘડતરમાં ઇતિહાસ અને ભૂગોળને ફાળે સંસ્કૃતિનું પ્રતિબિંબ ઇતિહાસમાં જોઈ શકાય છે. આપણી સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણ, આવિર્ભાવ પામે છે. ઘણીવાર તે વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યોમાં સંસ્કૃતિનાં આગવાં તત્તનું વિકસન કે પ્રફુલ્લન જોવા મળે છે. આમ ઈતિહાસ એ સંસ્કૃતિની આરસી છે, તો ભૂગોળ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારું બળ છે. જેમાં માનવીને એની આસપાસની પ્રકૃતિને પાસ લાગે છે તેમ પ્રકૃતિ પણ માનવીઘડ્યા ઘાટ ધારણ કરે છે. આથી ગુજરાતના વ્યક્તિત્વને જોવા માટે જે જે ભૂમિવિભાગોએ એના વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપે છે તે જોવા ઘટે––પછી ભલેને આજે એ ગુજરાતની રાજકીય સીમાની બહાર હોય. આ માટે અત્યારે રાજસ્થાનમાં આવેલ ભિન્નમાલ કે શ્રીમાલને પણ જોવું ઘટે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨૦.૫થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯૨થી ૭૪.૯ પૂર્વ રેખાંશ સુધીને પ્રદેશ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતને પશ્ચિમ-હિંદુસ્તાનને ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે. ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુબદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, લાંબો, થોડાંક બંદરોવાળો કિનારે, નિયમિત આવતું ચોમાસું અને સમશીતોષ્ણ આબોહવા જેવા ભૌગોલિક સંગોએ પણ કેટલાક ભાગ ભજવ્યો છે. ગુજરાતને સાગરકાંઠે એ એની એક ભૌગોલિક વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ઘડતરમાં મહત્તવનું બળ બની છે. પ્રાગેતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુદ્રયાનની વૃત્તિ અને વાણિજ્યવૃત્તિમાં આનું પગેરું શોધવાના પ્રયત્ન થયા છે. વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સંબંધો કરતાં વ્યાપારી સંબંધે વિશેષ હતા. આજે પણ ગુજરાતીઓ એમના વેપારકૌશલ અને વ્યવહારઝીણવટ માટે જાણીતા છે. અત્યારે તે હિંદનું ભાગ્યે જ એવું કઈ ગામ હશે જ્યાં ગુજરાતી વાણિજ્ય અર્થે વસવાટ કરતા ન હોય! ગુજરાતના વેપારીઓ કુનેહબાજ પણ ખરા. ગંભૂય (ગભૂ) ગામને ઠકકુર નિનય, જગડુશા, સમરસિંહ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનોએ તેડેલાં જેન મંદિરના જીર્ણોદ્ધારનું ખર્ચ મેળવવાની વગ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્ર આપણું વાણિજ્યવૃત્તિ ખીલવી; આ વાણિયે આપણુમાં સમાધાનવૃત્તિ આણી. મહાજનસંસ્થાને વિકાસ ગુજરાતની સમાધાનપ્રિય અને કલેશથી કંટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજને ખીલ્યાં છે તેટલાં બીજે ક્યાંય ખીલ્યાં નથી. આ મહાજનસંસ્થા ગુજરાતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy