SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજીઃ વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ૭૧ મફી' તરીકે જોવા અને સાંભળવા મળી. સંમેહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું કે, “એનું નામ “બ્રાઈડે મફી' હતું. એના પિતાનું નામ ડંકન મફી હતું. તેઓ બેરિસ્ટર હતા. એ સ્ત્રી મિસ ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ બ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરને પુત્ર હતું, તેમ જ પિતે પણ બેરિસ્ટર હતો. એ સેંટ ટેરેસાના દેવળમાં જતી. ત્યાંના પાદરીનું નામ ફાધર ન હતું. એ પોતે પ્રોટેસ્ટનટ હતી, પણ એને પતિ કેથલિક હિતે. ૬૬ વર્ષની વયે દાદર ઉપરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તે દિવસે રવિવાર હતો. એણે એમ પણ જણાવ્યું કે, ફાધર જેનના કહેવા પ્રમાણે, એને આત્મા કોઈ વિશુદ્ધ સ્થળે જવાનો હતો, પણ હકીકતમાં તેમ બન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૯૨૩માં આવામાં તેને જન્મ થયો.” આ સ્ત્રી આયરિશ ભાષાનું લેશ પણ જ્ઞાન ધરાવતી ન હોવા છતાં તેણે સંમોહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી. લોકેએ એ વખતે આશંકા પણ કરી હતી કે કદાચ “બ્રાઈડે મફી” નામનું કોઈ પુસ્તક લખાયું હશે, જે આ રૂથ સાયમન્સ વાંચ્યું હોય અને તેથી તેવી બધી વાતો કરતી હોય. પરંતુ તપાસ કરતાં જણાયું કે એવું કંઈ પુસ્તક લખાયું જ ન હતું. વળી, તે બાઈ કદી આયલેંડ ગઈ ન હતી, છતાં તેણે ત્યાંની કેટલા ઓરડા? રડું ક્યાં? ઘરસામે વૃક્ષો કયાં?—વગેરે પુસ્તકમાંય ન સંભવે તેની ઝીણવટભરી વાતો પણ કહી હતી. બ્રિટીશ ઈનફર્મેશન સમિતિએ પણ એ વાતને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેરી બર્નસ્ટેઈને પિતાના એ વિષયના પુસ્તકનું નામ “ધ સર્ચ ફેર બ્રાઈડે મફી ? રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ટેઈપ-રેકેડીંગનું અવતરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી લેખકે એ પાંચે રેકેડે સારા સારા બુદ્ધિશાળી માણસેને, વૈજ્ઞાનિક વગેરેને સંભળાવી હતી અને તેમના અંગત અભિપ્રાય માંગ્યા હતા. એ બધી વાત લેખકે પિતાના તે પુસ્તકમાં જણાવી છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાનને વિચાર કરતાં કરી મૂકે એવી બાબત છે, કેમકે બાઈબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્ન સહજ છે કે આવી કોઈ સિદ્ધિ થાય તે તેની સામે બહુ મોટો ઊહાપોહ થાય; ભારે મોટો વિરોધ પણ જાગે. શ્રી મેરી બર્નસ્ટેઈનને પણ આ બધી પરિસ્થિતિને સામને કરે પડ્યો હતો. તેમની સામે પણ ઘણું પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું પણ હતું કે જે આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તે બીજા ઘણા એ વિદ્યાના નિષ્ણાત છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી? આ પ્રશ્નને ઉત્તર આપતાં તે પુસ્તકમાં મેરી બર્નસ્ટેઈન કહે છે કે આ વિષયમાં હું કાંઈ એકલા-અટૂલો નથી; મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેઓ એક વખત આ વાતોને સ્વપ્નની વાત માનતા હતા. એટલું જ નહિ, બીજા પણ કેટલાક વૈજ્ઞાનિકે એ પિતાનાં અન્વેષણેથી પૂર્વ જન્મના અસ્તિત્વની બાબતમાં વિધેયાત્મક નિર્ણય લીધે છે અને તેમણે પિતાની વાતને પ્રકાશમાં મૂકી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy