SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ મારા ગુલામ તરીકેના જીવનને આ અંત સમય છે. આટલું બોલીને જ એ સ્ત્રીનું મેં એકદમ ફિર્ક પડી ગયું. તે ભયથી કંપવા લાગી અને પછી બેલી, “મને અત્યારે પગમાં લેખંડની બેડીઓ સાથે પાણીમાં ઉતારી દીધી છે. અને ભયંકર જળચળ પશુઓ મારી ચોમેર ફરી વળ્યાં છે. ઓહ! હમણાં જ મને ફાડી ખાશે.” લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાઓ સાચે જ અસહ્ય જણાતી હતી. ખેર. એ પછી એને થોડાં વર્ષ પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણીએ પોતાની કારાવાસની કરુણ અવસ્થાનું વર્ણન કર્યું. તેણે રેમ દેશના અનેક એવા રીત-રિવાજે જણાવ્યા જેને લેખકને પણ ખ્યાલ ન હત; જેમ કે તેણીએ કહ્યું કે, “અમારે ત્યાં પુરુષના જાહેર કાર્યક્રમ સંધ્યાના સમયે જાય છે, જ્યારે સ્ત્રીઓની સભાઓ વગેરે બપોરના સમયે જ જવાનો રિવાજ છે; અમે લેકે સ્નાન કરતા નથી, માત્ર તેલની માલીશ કરાવીએ છીએ ઇત્યાદિ.” વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાતે, દેવલોકની વાતે, સંસ્કાર શું કામ કરે છે અને એનું કેટલું પ્રચંડ સામર્થ્ય છે વગેરે બાબતો આજના પ્રોજકે વૈજ્ઞાનિક રીતે જણાવે છે તેનાથી હેરત પામવાની જરૂર નથી. આવી બધી વાતોથી જૈન દર્શનનાં સચોટ વિધાને પ્રત્યે સવિશેષ આદર ઉત્પન થાય છે. એલેકઝાન્ડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયોગો કર્યા તેમાંના લગભગ બધાએ એ વાતો એકસરખી રીતે જણાવી છે કે, (૧) અમે એક જીવન કરતાં વધુ જીવન જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહો ઉપર જીવન જીવીએ છીએ, (૩) વર્તમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનની અગણિત સ્મૃતિઓ અમને થાય છે. લેખક કહે છે કે એમના પ્રયોગોમાં ઘણા બધા આત્માઓ બુધના અને શુકના ગ્રહો ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. ખેર. પૂર્વજન્મમાં જરાય શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણવિદ્યાથી એ વિષયમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની સમક્ષ એ વાતની જોરશોરથી રજૂઆત કરે એ ખૂબ જ આનંદ ઉપજાવે એવી બીના છે. બીજા પણ મોરી બર્નસ્ટેઈને નામના એક હિનોટિસ્ટે એલેકઝાન્ડર કેનનની વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયોગ વાંચ્યું અને તેણે પણ કોઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તો તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવું ઊંડું વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં એણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની વાતો જાણી. એટલે એણે પણ આ વિષયમાં કાંઈક જાણવાને નિર્ણય કર્યો. ટૂંક સમયમાં જ એણે રૂથ સાયમન્સ (kuth Simmons) નામની એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાને પ્રયોગ કર્યો. ૨૯મી નવેમ્બર ૧૯૫ના દિવસે આ પ્રયોગ શરૂ કર્યો. અને આવી બેઠકે (Sittings) પાંચ વખત મળી. પાંચેય બેઠકે દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનું ટેપરેકોડીંગ કરવામાં આવ્યું. અતિ અદ્દભુત વાતો જાણવામાં આવી. આ બાઈને જન્મ ૧૯૨૩માં અમેરિકાને આવા રાજ્યમાં થયો હતો. પ્રયાગ વખતે તે એક વીમા એજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વનું આયર્લેન્ડનું જીવન ખૂબ વિસ્તારથી જણાવ્યું. જે સ્ત્રી વર્તમાન જીવનમાં “રૂથ સાયમન્સ” તરીક હતી તેને “બ્રાઈડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy