SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ મહામંત્રી બેઃ “ધાત્રીને સાથે રાખી, તે ચેડા અનુચરે, વાહને અને બીજી આવશ્યક સામગ્રી પણ સાથે રાખવામાં હરકત નહોતી.” મુનિ બેલ્યા: “વાનપ્રસ્થાશ્રમી થવું એટલે વનમાં નાની સરખી રાજ-રિયાસતા સ્થાપીને સુખે રહેવું એવું ત્યાગીઓને માન્ય હોતું નથી. સંસારત્યાગ એટલે નગરમાં સંસાર પુનઃ વનમાં વસાવ એમ નહિ. રાજા પણ રાજમહેલ અને સુખસામગ્રી તજીને વનનાં જ ધા-ફળાદિથી કે મર્યાદિત સામગ્રીથી ઉદરનિર્વાહ કરે તથા જરૂરીઆતો ઓછી કરીને ઋષિનું નિઃસ્પૃહ જીવન જીવે. જે સમૃદ્ધિને સ્વેચ્છાથી ત્યાગ કર્યો હોય તે બીજે માગે ઈતર જનો દ્વારા ગ્રહણ ન કરવી એ તો નિષ્પરિગ્રહી તપસ્વી જીવનનું હાર્દ છે. જે રાજાએ ઈછયું હોત તો તેના પુત્ર–પિતનપુરના નવા રાજવીએ–પિતાને તપોવનમાંય કોઈ વસ્તુની ઊણપ રહેવા દીધી ન હતી. પરંતુ સંસારની ઐહિક પ્રવૃત્તિ પૂરી કર્યા પછી ત્યાગી–તપસ્વીએ આત્મ-કલ્યાણની પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ; તેટલા માટે જ તે વનનિવાસ તથા સંયત જીવનને સ્વીકારે છે, એટલે તેમાંથી તે ભ્રષ્ટ ન થાય તેની તેના સંસારી આસજન તથા ઇતરજને પણ કાળજી રાખતા હોય છે. સંસારીઓના રાગબંધનમાંથી અમ જેવા ત્યાગીઓને ઘણી વાર કષ્ટપૂર્વક પસાર થવું પડે છે. મનેય એ કષ્ટાનુભવ કેટલીક વાર થયો છે, પરંતુ આત્મકલ્યાણના પરમ સાધનરૂપ સંયમના સંરક્ષણ માટે એ કષ્ટને સહી લેવું એ ત્યાગીને ધર્મ છે, એમાં મને શંકા નથી.” ભીમદેવે પૂછયું : “હંઅ, પછી શું બન્યું ?” પછી તપવનના આશ્રમમાં ધારિણદેવીએ પુત્રને જન્મ આપે, પરંતુ થોડા દિવસમાં રાણીનું મૃત્યુ થયું, એટલે ધાત્રીએ એને ઉછેર્યો. એકાદ વર્ષમાં ધાત્રીનું પણ મૃત્યુ થયું, એટલે સેમચંદ્ર ઋષિએ પુત્રને ઉછેરવા માંડ્યો. બાળકને કમંડલમાં બેસાડી તે પિતાની સાથે ફેરવતા અને સ્નાન, ધ્યાન, તપ આદિ આહુનિક કર્મ કરતા. એ પુત્ર માટે થવા લાગે અને બીજા ઋષિકુમારોની સાથે અભ્યાસ કરવા લાગે. ચૌદ વર્ષની વયે તે તપવન છેડી પિતાના ભાઈને પિતનપુરમાં જઈ મળે. એ રીતે સેમચંદ્ર ઋષિએ તપવનમાં નિજ જીવન પૂરું કરી આત્મકલ્યાણ સાધ્યું.” ભીમદેવ બોલ્યો : “ધન્ય એ રાજત્વને અને ધન્ય એ તાપસ જીવનને ! સોમચંદ્ર ઋષિએ તથા મૂળરાજદેવે પણ આચરણ દ્વારા ચીંધેલા એ માર્ગે મારે પણ જવું જોઈએ, ખરું મુનિરાજ?” જેમ સુખ ઊપજે તેમ કરવું, સત્કર્મમાં પ્રમાદ કર નહિ. સેમશર્માએ ટકોર કરીઃ “જૈનધર્મમાં તપ-ત્યાગને મહિમા બહુ ગાય છે, તે જ આપે અત્યારે પ્રતિપાદન કર્યો, પણ પ્રજાના સંરક્ષણ માટે રાજાઓને ક્ષાત્રધર્મ ત્યજવા ગ્ય હેતું નથી.” | મુનિએ ઉત્તર આપે : “જૈનધર્મે જે કહ્યું છે તે જ વેદધર્મે બ્રહ્મર્ષિ વસિષ્ઠને રાજર્ષિ વિશ્વામિત્ર કરતાં ઊંચું સ્થાન આપીને કહ્યું છે, તે ભૂલશે નહિ, પુરોહિતજી!” “સત્ય છે! ” ભીમદેવ બોલ્યાઃ “પૂર્વે મહાપુરુષ જે માર્ગે ગયા, તે જ બીજાએને માર્ગ હવે ઘટે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy