________________
ક્ષેમરાજ
લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
ગુર્જરેશ્વર ભીમદેવ સોલંકીને આબુ-ચંદ્રાવતીના પરમાર રાજાઓ સાથે અનેક વાર લડવું પડયું હતું અને તેણે તેમની પાસે ગુર્જરેશ્વરનું માંડલિક પદ કબુલાવ્યું હતું; તેમ છતાં તેઓએ મનસ્વીપણું છોડવું નહોતું. આથી કંટાળેલા ભીમદેવે એક વાર જ્યારે રાજા કૃષ્ણદેવ પરમારને હાર આપી, ત્યારે તે તેણે કૃષ્ણદેવને પકડીને પાટણમાં લાવી તુરંગમાં પૂર્યો હતે. ભીમદેવની ઉત્તર વયને એ કાળ હતું.
ચેડાં વર્ષ પછી નાડેલના ઠાકોર બાલપ્રસાદે પાટણ આવી, ભીમદેવને મળી, કૃષ્ણદેવને મુક્ત કરવા તેને વિનંતિ કરી, ત્યારે કૃષ્ણદેવે ગુર્જરેશ્વરના માંડલિક તરીકે રહેવા મૌખિક સ્વીકાર કર્યો, એટલા પરથી જાણે દયાથી પ્રેરાયો હોય તેમ ભીમદેવે તેને મુક્ત કરવાની તુરંગાધ્યક્ષને આજ્ઞા કરી, (સંવત ૧૧૧૭), તેથી ભીમદેવના બેઉ કુમારને ક્ષેમરાજ તથા કર્ણદેવને આશ્ચર્ય થયા વિના રહ્યું નહિ.
ભીમદેવે પુત્રને સમજાવ્યું : “ ગમે તે તોયે તે આપણે પડોશી રાજા છે. આજ્ઞાંકિત રહીને તે પિતાની વસતીનું રક્ષણ કરતા હોય તે પાટણ પરને એટલે ભાર એ છે.”
ક્ષેમરાજ કશું ન બેલ્યો, પણ કણે તક્ષણ કહ્યું : “ભૂતકાળનો અનુભવ આપ વીસર્યા તે નહિ હે. આબુના પરમારે માળવાના પરમારની સેડમાં ભરાતાં વાર લગાડતા નથી.”
છતાં આપણું પ્રત્યે આજ્ઞાંકિત રહેવાના શપથ લેનાર શત્રુનેય તક આપવી જોઈએ.”
એ પ્રત્યુત્તર સાંભળી કણને લાગ્યું કે નાડેલને ઠાકોર પિતાની વીર પ્રકૃતિને ભુલાવવામાં ફાવી ગયા છે. ક્ષેમરાજને લાગ્યું કે વાર્ધક્યમાં સ્વાભાવિક રીતે આવતી માનસિક દુર્બળતા ઉદારતારૂપે પિતાજીમાં દર્શન આપવા લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org