SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ સંઘનો એને મળી રહે સાથ વગેરે બાબતોમાં અત્યારે પણ જુદી પડે એવી તેમ જ કેવળ બાલક-બાલિકાઓ માટે જ નહીં પણ બીજાઓને માટે પણ એક પ્રકારના સંસ્કારકેન્દ્રની અને મિલનસ્થાનની ગરજ સારે એવી છે. આ પાઠશાળાઓ ઉપરાંત આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી મહારાજની, પંજાબમાં દાદાગુરુના નામથી એક જૈન મહાવિદ્યાલય એટલે કે કોલેજની સ્થાપના કરવાની ભાવના પણ વિ. સં. ૧૯૯૪ માં અંબાલા શહેરમાં “શ્રી આત્માનંદ કૉલેજની સ્થાપનાથી સફળ થઈઆટલે મોડે મોડે, શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગારોહણ પછી છેક ચાર દાયકા કરતાં પણ વધુ વખત પછી, આ કૉલેજની સ્થાપના થઈ એ બીના આચાર્ય વિજયવલભસૂરિજી કઈ પણ કામ કરવાનું નક્કી કર્યા પછી, કાળની અસર નીચે, એને વીસરી જવાને બદલે એ માટે હમેશાં ધ્યાન આપતા રહેતા હતા અને સમય પાક્યો લાગે ત્યારે એને અમલ પણ કરી બતાવતા હતા, એ વાતની સાક્ષી પૂરે છે. આ કેલેજ તે પંજાબ શ્રીસંઘની ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિની પણ કીર્તિગાથા બની રહે એવી છે. એ કહેવાની જરૂર નથી કે આપણા સંઘે સ્થાપેલ જેન કૉલેજ આ એક જ છે. - માસિક પત્રિકા તરીકે ઘણાં વર્ષોથી શ્રી આત્માનંદ જૈન મહાસભા-પંજાબના મુખપત્ર રૂપે “વિજયાનંદ” નામે માસિક પ્રગટ થઈ રહ્યું. દાદાગુરુના સ્વર્ગવાસ પ્રસંગે મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરેલ આ સંકલ્પની વિગતે અહીં ખાસ હેતુસર આપવામાં આવી છે. પૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછીને પંજાબ જૈન સંઘના વિકાસનો ઇતિહાસ જોતાં કહેવું જોઈએ કે શરૂઆતમાં સામાન્ય લાગતા આ સંકલ્પની આસપાસ–એટલે કે એ નિમિત્તે–જ મોટા ભાગને વિકાસ થયેલ છે અને એ સંકલ્પોની પૂર્તિ કરવાને નામે પંજાબ શ્રીસંઘને એકતાનું અને કાર્યશીલતાનું વિશેષ બળ મળતું રહ્યું છે. માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરે પણ મુનિ શ્રી વલ્લભવિજયજીમાં શ્રી સંધની જરૂરિયાત, સમયનાં એંધાણ અને વિકાસની દિશાને પામી જવાની કેવી કોઠાસૂઝ, સમજ અને દીર્ધદષ્ટિ હતી, એને કંઈક ખ્યાલ પણ આ સંકલ્પ ઉપરથી આવી શકે છે. આમ તે મુનિ વલ્લભવિજયજી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ધર્મગુરુ હતા. પણ વિદ્વત્તા અને સાધુતા કોઈ એક પંથ, ફિરકા કે વાડાની મૂડી નથી ગણાતી; એ તે સમગ્ર માનવસમાજની મૂડી છે. જે દિવસે વ્યક્તિ ઘરસંસારનો ત્યાગ કરીને ત્યાગધર્મ દ્વારા આત્મસાધના કરવાનો માર્ગ સ્વીકારે છે તે દિવસથી એ વિશ્વને બની જાય છે, અને આખું વિશ્વ એને માટે મિત્ર કે કુટુંબ બની જાય છે. વિશ્વ સાથે આવી એકરૂપતા સાધવી એ જ એ ધર્મને ઉપદેશ અને આત્મસાધનાને ખરો માગે છે. મુનિશ્રી આ વાત બરાબર સમજતા હતા. એમને થયું, વેષ ભલે અમુક સંપ્રદાયની માન્યતા મુજબ ધારણ કર્યો, પણ મનને જે ઉદાર કરીએ અને સંકુચિત વાડાબંધીમાંથી બહાર આવીએ તે ધર્મોપકાર કરવાને માટે આખી દુનિયા આપણી છે; એમાં વેષ કંઈ આડે આવતો નથી. સર્વમંગલકારી શ્રમણજીવન સ્વીકારીને તેઓએ અહિંસા, સંયમ અને તપની તેમ જ ધર્મશાસ્ત્રની આરાધના કરી હતી અને પૂજ્ય આત્મારામજી મહારાજના ચરણોમાં સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy