SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાંજલિ - ૧૪૭ વિચલિત થયા વગર એ મહાપુરૂષ, પિતે તૈયાર કરેલ નિબંધ સાથે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને એ પરિષદમાં પિતાના એટલે કે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા. સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને સચ્ચરિત્રતાને બળે અમેરિકાના વિદ્વાન અને સામાન્ય પ્રજાજનોને કેટલા ડોલાવી મૂક્યા હતા, એને અહેવાલ વાંચીએ છીએ ત્યારે ખરેખર, નવાઈ લાગે છે. આવતા યુગને પારખવાની પારગામી દષ્ટિ હોય તો જ હામ ભીડી શકાય એવું મહાન આ કાર્યું હતું. અને એ કરીને શ્રી આત્મારામજી મહારાજે જૈનધર્મની જે પ્રભાવના કરી અને જૈન સંઘનું જે ગૌરવ વધાર્યું', એનું મૂલ્યાંકન કરવું સહેલું નથી. શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકામાં ભગવાન મહાવીરના જૈનધર્મને સંદેશ તે ગુંજતો કર્યો, પણ સાથે સાથે ભારતનાં બધાંય દર્શનની વાત પણ ત્યાંની જનતાને ખૂબ કુશળતા તેમ જ સરળતાપૂર્વક સમજાવી. ઉપરાંત, અમેરિકાથી પાછા ફરતા, યુરોપના દેશોમાં પણ જૈન ધર્મ અને સંસ્કૃતિ સંબંધી રોચક અને માહિતીપૂર્ણ વ્યાખ્યાન આપીને ત્યાંના લોકોને પણ જેનધર્મનો યથાર્થ ખ્યાલ આપ્યા અને એમની જિજ્ઞાસાને જાગ્રત અને પ્રેત્સાહિત કરી. - આ યુગદશી આચાર્ય પ્રવરને સર્વ જનસમાનતાની જૈનધર્મની ઉદાત્ત ભાવનાનો કેટલે સચોટ ખ્યાલ હતો તે એમના નીચેના ઉદ્ગારો ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ કહ્યું છે કે અસભ્ય-હીન જાતિઓને જે બૂરી (ભૂંડી) માને છે, તેમને અમે બુદ્ધિમાન કહેતા નથી. કારણ કે અમારે એવો નિશ્ચય છે કે બુરાઈ તો ખોટાં કર્મ કરવાથી થાય છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય બૂરાં કામ કરે તે તેમને અમે પણ અવશ્ય બૂરા માનશું. સુકર્મ કરશે તેને સારા માનશું. નીચ ગોત્રવાળા સાથે જે ખાનપાનનો વહેવાર રાખતા નથી તેનું કારણ તો કુરૂઢિ છે. એ લેકની જે નિંદા કરે છે, તેઓ મહા અજ્ઞાની છે. કારણ કે અમારો સિદ્ધાંત છે કે નિંદા તો કોઈની પણ ન કરવી. તેમને જે અસ્પર્ય માનવામાં આવે છે તે પણ કુળાચાર છે.” (શ્રી “સુશીલ'કૃત “ ન્યાયનિધિ શ્રી વિજયાનંદસૂરિ', પૃ. ૪) આ જ રીતે જૈન સંઘમાં પ્રવેશી ગયેલી ક્ષતિઓ પણ એમની પારદશી દૃષ્ટિની બહાર રહી શકી ન હતી. આવી ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરતાં તેઓ કહે છે કે – જૈન ધર્મમાં તો લેશમાત્ર પણ ક્ષતિ નથી, પરંતુ ભારતવર્ષના જૈનમાં આ કાળમાં શારી. રિક અને માનસિક સર્વે નથી રહ્યું; એને લીધે મોક્ષમાર્ગની જે રીતે પ્રરૂપણ કરવામાં આવી છે એ રીતે એનું સંપૂર્ણપણે પાલન તેઓ નથી કરી શકતા. આ કાળ પ્રમાણે જેવું સાધુપણું અને શ્રાવકપણું કહેવામાં આવ્યું છે એ મુજબ તો એનું પાલન કરે છે, પણ સંપૂર્ણ ઉત્સર્ગમાર્ગનું પાલન નથી કરી શકતા. જૈનમાં બીજી ખામી એ છે કે વિદ્યાને માટે જેટલે ઉદ્યમ કરવો જોઈએ એટલે નથી થતો; એમનામાં એકતા-સંપ નથી. સાધુએમાં પણ પ્રાય: કરીને આપસઆપસમાં ઈર્ષ્યા ઘણી છે. આ ખામી જૈનધર્મનું પાલન કરનારાઓની છે, નહીં કે જૈનધર્મની.” (એજન, પૃ. ૩૯) શ્રી આત્મારામજી મહારાજના સરળ, સીધા અને સચોટ ધર્મોપદેશની જનતા ઉપર કેટલી મામિક અસર થતી હતી તે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy