SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ' ' વિદ્યાલયની વિકાસયલ ધર્મોદ્વાર અને આચાર્યપદ આ સંવેગી દીક્ષા પહેલાંનાં અને પછીના વર્ષોમાં મુનિ આનંદવિજયજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાનમાં ધર્મને ખૂબ પ્રચાર અને પુનરુદ્ધાર કર્યો. અને પંજાબને તો એમના પુરુષાર્થથી કાયાપલટ જ થઈ ગયે : પંજાબમાં ઠેર ઠેર જિનમંદિરની ધજાઓ ફરકી રહી; જિનમંદિરનાં શિખરના સુવર્ણકળશો જાણે જિનમંદિરના ઉદ્ધારક મહાપુરુષની કીર્તિગાથા સંભળાવી રહ્યા. વિ. સં. ૧૯૪૩માં કારતક વદ ૫ ના રોજ તીર્થાધિ શજ શત્રુંજયની પવિત્ર છાયામાં, આશરે પાંત્રીસ હજાર જેટલા વિશાળ સંઘ સમુદાયના હાજરીમાં, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, મુનિ આનંદવિજયજીને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. તપગચ્છની પટ્ટપરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરની ૬૧મી પાટે આચાર્ય શ્રી વિજય સિંહસૂરિજી થયા પછી ૧૧ પાટો આચાર્યપદ વગરની ચાલુ રહ્યા પછી, ૨૩૫ વર્ષ બાદ જૈન સંઘમાં શ્રમણ પરંપરાની ૭૩ મી પાટે આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી આવ્યા. આવા પ્રાભાવિક અને મહાન તિર્ધરની આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠા થવાથી જેન ધર્મ, સંઘ અને આચાર્યપદ એ ત્રણે ગૌરવશાળી બન્યાં; અને જૈન સંઘને એક પ્રખર વિદ્વાન, ઉત્કટ ચારિત્રના પાલક અને સમર્થ ધર્મનાયક મળ્યા. જૈનધર્મ અને સંઘના અભ્યદયના મને રથદર્શી એ મહાપુરુષ હતા. - જેમ એમને પંજાબમાં સ્થાનકવાસી ફિરકાની સામે કામ કરવાનું હતું તેમ મૂર્તિ વિરોધ તેમ જ બીજી બાબતમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને એમણે પ્રવર્તાવેલ આર્ય સમાજની સામે પણ ઘણું મુશ્કેલ કામ કરી બતાવવાનું હતું. અનેક ગ્રંથ રચીને તેમ જ અવિરત ધર્મપ્રચાર ચાલુ રાખીને એમણે આ કામ સફળ રીતે પૂરું કર્યું હતું. વિશ્વખ્યાતિ અને યુગદર્શન પછી તો એમની પ્રખર વિદ્વત્તા અને નિર્મળ સાધુતાની નામના એક દરિયાપારના દેશે સુધી પહોંચી અને જ્યારે અમેરિકાના શિકાગો શહેરમાં સને ૧૮ટ્સ (વિ. સં. ૧૯૪૯)માં પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ-વિશ્વધર્મ પરિષદ ભરવાનો નિર્ણય થયો ત્યારે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે એ પરિષદમાં હાજર રહેવાનું બહુ માનભર્યું આમંત્રણ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને જ મળ્યું હતું. પણ એક જૈન સાધુ તરીકે તેઓ જાતે તે એ પરિષદમાં જઈ શકે એમ ન હતા; બીજી બાજુ ઈતર ભારતીય જનની જેમ જૈનમાં પણ સમુદ્રયાત્રા સામે વિરોધ પ્રવર્તત હત; ઉપરાંત સંકુચિત દષ્ટિ અને આવા મોટા કાર્યના લાભાલાભ સમજવાની દીર્ઘ દૃષ્ટિને અભાવ પણ આડે આવતો હતો. પણ આ યુગદ્રષ્ટા આચાર્યે પોતાની વેધક દષ્ટિથી આ અવરોધની પેલે પાર રહેલ ધર્મપ્રભાવનાને મોટો લાભ જોઈ લીધે. અને લોકમાન્યતા, પરંપરાગત વિરોધ કે શાસ્ત્રને નામે આગળ ધરવામાં આવતા અવરોધોથી લેશ પણ * આચાર્ય શ્રી વિજયસિંહરિ વિ. સં. ૧૭૦૮ માં સ્વર્ગવાસી થયા. અને મુનિ આનંદવિજય ( આત્મારામજી) વિ. સં. ૧૯૪૩ માં આચાર્ય થયા. આમ જૈન સંઘમાં ૨૩૫ વર્ષ આચાર્ય–વગરનાં વીત્યાં, એમ એને ઇતિહાસ જોતાં જાણવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy