SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ વિદ્યાલયની વિકાસકથા સુવર્ણ મહોત્સવના કાર્યને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં તા. ૨૦-૬-૬૫ના રેજ જાણીતા સખીદિલ શ્રેષ્ઠી શ્રી માણેકલાલ ચુનીલાલના પ્રમુખપદે એક સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. શ્રી દીપચંદ સવરાજ ગાડી આ પ્રસંગે અતિથિવિશેષ હતા. પ્રમુખ શ્રી તથા અતિથિવિશેષ એ બન્ને મહાનુભા વિદ્યાલયના પેટ્રન છે. ઉપરાંત, તા. ૧-૮-૬૫ના રોજ વિદ્યાલયના પેટ્રને, કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકો, વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને ટ્રસ્ટ દાતાઓનો એક મિલન સમારંભ જવામાં આવ્યો હતો. બને પ્રસંગે સુવર્ણ મહોત્સવને સફળ બનાવવા માટે ૨૧ લાખને સુવર્ણ—મહત્સવનિધિ એકત્ર કરવાની વિચારણું કરવામાં આવી હતી. અભિનંદન-સમારંભ ડૉ. શ્રી બાલાભાઈ મગનલાલ નાણાવટી–સંસ્થા શરૂ થયા પછી પહેલા જ વર્ષમાં શ્રી જેન Aવેતાંબર કોન્ફરન્સનું ૧૦મું અધિવેશન સને ૧૯૧૬ના એપ્રિલ માસમાં, ડો. શ્રી બાલાભાઈ મગનભાઈ નાણાવટીના પ્રમુખપદે મુંબઈમાં ભરાયું. તે પ્રસંગે કોન્ફરન્સના પ્રમુખશ્રીનું બહુમાન કરવા, તા. ૨૩–૪–૧૯૧૬ના રેજ, શ્રી મુંબઈ માંગરોળ જૈન સભાના સહકારમાં, ભવ્ય મેળાવડે કરવામાં આવ્યો હતો. પ્રમુખશ્રી કેળવણીના ખાસ હિમાયતી હોઈ તેઓએ સમાજને કેળવણીને પ્રેત્સાહન આપવાને અનુરોધ કરવાની સાથે વિદ્યાલયને માટે બહુ આશાજનક શબ્દ ઉચ્ચાર્યા હતા. ડૉ. નગીનદાસ જગજીવનદાસ શાહ–તેઓ સંસ્થાના વિદ્યાર્થી તરીકે લંડનથી અર્થશાસ્ત્રમાં પીએચ. ડી. ની ડિગ્રી લઈને પાછા ફરતાં તા. ૧૮-૧૦-૨૪ના રોજ, સર પુરુષોત્તમદાસ ઠાકરદાસના પ્રમુખપદે એમને અભિનંદન આપવાનો મેળાવડે કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે એમણે અભ્યાસમાં મેળવેલ સિદ્ધિ અંગે અભિનંદન આપીને એમને મહાનિબંધ છપાવવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું. ડે, દામાણુ તથા શ્રી હીરાલાલ હાલચંદ દલાલ–ડૉ. જે. એમ. દામાણ વિલાયતમાં અભ્યાસ કરી ડી. એ. ડી. એલ. એ. અને એફ. આર. એફ. પી. ની પદવી લઈને પાછા આવ્યા. મુંબઈના જાણીતા કાર્યકર શ્રી હીરાલાલ હાલચંદ દલાલ વિલાયતથી બેરિસ્ટર બનીને પાછા ફર્યા. એ બન્નેનું અભિનંદન કરવાને મેળાવડો તા. ૧૧-૮-૧૯૨૭ના રોજ જાણીતા બેરીસ્ટર શ્રી જમનાદાસ મહેતાના પ્રમુખપદે વિદ્યાલય તરફથી જવામાં આવ્યો હતો. શ્રી નવલખા તથા ડે. અમીચંદ શાહ–કૅન્ફરન્સના ૧૪મા અધિવેશનના પ્રમુખ બાબૂ શ્રી નિર્મળકુમારસિંહ નવલખા તથા જેન યુવક પરિષદના પહેલા અધિવેશનના પ્રમુખ ડો. અમીચંદ છગનલાલ શાહનું બહુમાન કરવાને સમારંભ તા. ૮-૫-૧૯૩૪ના રાજ શ્રીયુત મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે ઊજવાયે હતો. એ પ્રસંગે વડોદરા રાજ્યના કેળવણી પ્રેમી નાયબ દીવાન શ્રી ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ જેન સંઘને ઉદ્દેશીને વિચારપ્રેરક ભાષણ કર્યું હતું. ' ગાંધીજીની છબીનું અનાવરણ–વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવનાના પ્રતીકરૂપે અંદર અંદર ફાળે કરીને, અને સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની અનુમતિ મેળવીને ગાંધીજીનું તૈલચિત્ર તૈયાર કરાવ્યું હતું. તેનું અનાવરણ તા. ૧૮-૩-૪૩ના રેજ, વિદ્યાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy