SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ખાસ સમારંભે અને ઘટનાઓ ૧૩૧ ઉપયોગી કાર્ય હાથ ધરવા બદલ વિદ્યાલયને અભિનંદન આપ્યાં હતાં. મુદ્દાસરના અને જન આગમ સંબંધી વિશિષ્ટ માહિતી આપતાં તેમ જ એની મહત્તાનો ખ્યાલ આપતાં આ પ્રવચનોને લીધે, બે કલાક ચાલેલ આ સમારંભ, જૈન સાહિત્ય અને ખાસ કરીને આગમની દૃષ્ટિએ, નાના સરખા જ્ઞાનસત્ર જેવો ગૌરવશાળી બન્યો હતો.” વડોદરા શાખાના નવા મકાનનું ઉદ્દઘાટન–વડેદરા શાખાનું નવું વિશાળ મકાન તૈયાર થતાં તેનું ઉદ્ઘાટન વિ. સં. ૨૦૧૮ના જેઠ સુદિ ૧૩, તા. ૧૬-૬-૧૯૯૨ ને રવિવારે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે કરાવવામાં આવ્યું. એ સમારંભનો સવિસ્તર અહેવાલ છઠ્ઠા પ્રકરણમાં (પૃ. ૭૯) આપે છે તે ત્યાં જોઈ શકાશે. વલ્લભવિદ્યાનગર (આણંદ) શાખાનું શિલારોપણ–તા. ૨૫–૧-૬૪ના રોજ સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલના પ્રમુખપદે, શ્રીયુત ચીમનલાલ પ્રાણજીવનદાસ શાહના હાથે વિદ્યાલયની વલ્લભવિદ્યાનગર (આણંદ) શાખાનું શિલારોપણ કરવામાં આવ્યું તેને અહેવાલ પણ છઠ્ઠા પ્રકરણમાંથી (પૃ. ૮૧) જોઈ શકાશે. ૫૦ વર્ષની પૂર્ણાહુતિને ધાર્મિક સમારંભ–વિ. સં. ૨૦૨૧ના જેઠ સુદ છઠ્ઠના રોજ વિદ્યાલયની યશસ્વી કારકિર્દીને ૫૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે વિદ્યાલય તરફથી મુંબઈમાં તેમ જ અમદાવાદ, પૂના તથા વડોદરા શાખાઓમાં નીચે મુજબ બે દિવસને ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો :– (૧) જેઠ સુદિ ૬, તા. ૫-૬–૧૯૬૫, શનિવાર, સવારે ૯ વાગે પં. શ્રી વીરવિજ્યજીકૃત પંચકલ્યાણક પૂજા. (૨) જેઠ સુદિ ૮, તા-૬-૬-૧૯૬૫, રવિવારે બપોરે ૩ વાગે શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદજી પૂજા. આ પ્રસંગ અમદાવાદમાં આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં અને વડોદરામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મેરુપ્રભસૂરિજી તથા પૂ. પંન્યાસ શ્રી ચંદનવિજયજી આદિની નિશ્રામાં ઊજવાયો હતો. આ પ્રસંગે અમદાવાદમાં પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે પિતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે– “ આજે આપણે જે સંસ્થાના પ્રાંગણમાં બેઠા છીએ એની સ્થાપનાની પહેલી પ્રેરણા શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબને સ્વર્ગસ્થ બડા ગુરુદેવ (શ્રી આત્મારામજી મહારાજ) તરફથી જ મળી હતી. કેટલાક લોકોને આવી સંસ્થાઓ પ્રત્યે અણગમો પણ છે, પણ હું અનુભવને આધારે ભારપૂર્વક કહી શકું છું કે મારા પરિચયમાં આવવાવાળા વિદ્યાલયના જૂના વિદ્યાથીઓએ મને કહ્યું હતું કે “ સંસ્થામાં અમને ધાર્મિક સંરકારો આપવામાં આવતા હતા; પણ અમે એ ન લીધા એ અમારી ભૂલ હતી એમ આજે અમને લાગે છે.” જે જીવનની ઉત્તરાવસ્થામાં પણ એમને આવી લાગણી થઈ હોય તે એ વિદ્યાલયની એક મોટી સિદ્ધિ છે. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ તે વખત કરતાં અત્યારે અધ્યયનની ભૂખ વધી ગઈ છે. આજે તો આ સંસ્થાના જેવી સે સંસ્થાઓ હોય તે એક એકમી સંસ્થાની જરૂર સમાજને લાગવાની જ. જે વ્યક્તિઓ શક્તિશાળી છે એમની એ ફરજ છે કે સંરથા ફળ-ફૂલે અને વિકાસ સાધે એટલા માટે એને તન-મન-ધનથી પોતાનો સહકાર આપે.” (૫૦મે રિપોર્ટ, ૫, ૨૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy