SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : અર્થ વ્યવસ્થા ૬૯ વિ. સ. ૧૯૮૫માં પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મુંબઈ પધાર્યાં. જનતાના ઉત્સાહ અનેરા હતા; અને વિદ્યાલયને મદદ કરવાની ઉત્સુકતા પણ ખૂબ હતી. આ માટે શ્રી મુખઈ જૈન યુવક સ`ઘે વિદ્યાલયને મદદ કરવાના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ રચ્યા હતા. આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કરવા સંઘે એક એક રૂપિયાની ટિકિટ કાઢી હતી. સ્વાગત વખતે સ ંઘે વિદ્યાલયને રૂપિયા પચીસસે કરતાં વધુ રકમ સમર્પણ કરી. આ પ્રસંગ યુવકોના વિદ્યાલય માટેના અજબ ઉત્સાહના સાક્ષી અની ગયા. કાટના તથા ગેાડીજીના ઉપાશ્રયેાની બહેનોએ પણ આ પ્રસંગ નિમિત્તે પેાણાસા રૂપિયા જેવી નાની પુષ્પ પાંખડીએ વિદ્યાલયને ભેટ ધરી. સ્વ. શ્રી ચંદુલાલ સારાભાઈ મેદીએ ખૂબ નિષ્ઠાપૂર્વક વિદ્યાલયની સેવા બજાવી હતી. એમના રામ રામમાં જાણે વિદ્યાલયનું હિત વસેલું હતું. તેએએ એમના સદ્ગત પિતાશ્રીની કેળવણીને પ્રાત્સાહન આપવાની ભાવનાનુ ખૂમ નિષ્ઠાપૂર્વક અનુસરણુ કયું હતું, અને વિદ્યાલયના માનદ મંત્રી તરીકે એકધારી અઠ્ઠાવીસ વર્ષ સુધી અનુપમ સેવા બજાવી હતી. એમની આવી આદશ અને નિષ્ઠાભરીદી કાલીન સેવાના કાયમી સ્મરણરૂપે એમના મિત્રા, પ્રશસકો તથા કુટુબીજના તરફથી અગિયાર હજાર રૂપિયા જેવી સારી રકમ એકત્ર કરી એનુ‘ “ શ્રી ચંદુલાલ સારાભાઈ મેદી ટ્રસ્ટ ” રચીને, એમના નામથી કાયમને માટે વિદ્યાલયમાં એક ટ્રસ્ટ-સ્કોલર રાખવા માટે સને ૧૯૬૩માં એ ટ્રસ્ટ વિદ્યાલયને સાંપવામાં આવ્યું. મુંબઈના ઝવેરી મહાજન મેાતીના ધરમના કાંટા તરફથી દર વર્ષે કંઈક ને કંઈક રકમ વિદ્યાલયને ભેટ મળતી જ રહે છે. એમાં કેાઈક વમાં પાંચ હજાર રૂપિયા જેવી રકમ પણ મળેલી છે. (અને હવે બાવનમા વર્ષ માં તે। આ સંસ્થા તરફથી એક ટ્રસ્ટ-સ્કૉલર પણ મળેલ છે.) પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘ પણ છેલ્લાં કેટલાંક વર્ષોંથી વિદ્યાલયને દર વષે યાદ કરતા જ રહે છે. શ્રી ઉમેચનૢ દોલતચંદ ખાડિયાએ પેાતાની બે હજારની વીમાની પાલિસી સને ૧૯૬૩ની સાલમાં વિદ્યાલયના લાભમાં ફેરવી આપીને વિદ્યાલય અને વિદ્યા પ્રત્યેની પેાતાની ભક્તિ દર્શાવી હતી. વિદ્યાલયની વલ્લવિદ્યાનગરની શાખાના શિલારે પણ પ્રસંગે જેમના હાથે શિલારાપણુ વિધિ કરાવવામાં આવ્યેા હતેા તે શ્રી ચીમનલાલ પ્રાણજીવન શાહે પુસ્તકાલયને માટે અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. શ્રી કેશવલાલ પ્રેમચંદ મેાદીના સ્મરણ નિમિત્તે વિદ્યાલયના ૧૯મા વર્ષમાં કૉલેજનાં પુસ્તકા માટે બે હજાર રૂપિયાની ભેટ મળી હતી. તેમ જ ભાવનગરના શેઠ શ્રી કુંવરજી ૧. તા. ૧૧-૨-૧૯૬૬ના રાજ શ્રી ઉમેદચંદ બરેાડિયાનું અવસાન થતાં વિદ્યાલયના ૫૧મા વર્ષીમાં આ વીમા-પોલિસીની રકમ વિદ્યાલયને મળી ગઈ છે. અને સ્વર્ગસ્થના બન્ને પુત્રો શ્રી કાંતિભાઈ તથા શ્રી શાંતિભાઈની ઇચ્છા મુજબ એ રકમને ઉપયેાગ શ્રી વીરચંદ રાધવજી ગાંધીના પ્રગઢ–અપ્રગઢ સાહિત્યમાંથી વિદ્યાલય પસંદ કરે તે સાહિત્યના પ્રકાશનમાં કરવાનું ઠરાવવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy